Only Gujarat

National

લોકડાઉનમાં ઘરમાં રહીને 21 દિવસમાં કર્યું એવું કામ, ગામલોકોના પહોળાં થઈ ગયા મોંઢા

લોકડાઉનમાં લોકો પોતાના ઘરમાં બેઠા-બેઠા કંટાળી રહ્યાં હોવાનું કહી રહ્યાં છે. ઇચ્છે તો પણ ઘરની બહાર નીકળી શકે તેમ નથી. એવામાં મહારાષ્ટ્રમાં મજુર પતિ-પત્નીએ ઘરમાં રહી એવું ઉદાહરણ પુંરું પાડ્યું કે દેશભરમાં બંનેની ચર્ચા થઇ રહી છે. એટલું જ નહીં લોકો બંનેને દશરથ માંઝી તરીકે ઓળખાવી રહ્યાં છે.

વાત એવી છે કે લોકડાઉનના કારણે વાશિમ જિલ્લાના કારખેડા ગામમાં રહેતા મજુર પતિ-પત્નીએ ઘરમાં રહી કંઇક કરવાનું નક્કી કર્યું. બાદમાં બંનેએ ઘરના આંગણામાં 21 દિવસની તનતોડ મહેનત કરી 25 ફૂટ ઉંડો કુવો ખોદી નાખ્યો. આ કુવામાંથી બહાર નીકળતા પાણીને ગ્રામજનો ઉપયોગમાં લઇ શકશે. ગ્રામલોકો પણ આ પહેલને જોઇને હેરાન રહી ગયા. તેઓએ બંનેના જુસ્સાને સલામ કરી રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે ગઝાનન પકમોડે મજુરી કરી પોતાના ઘરનું ગુજરાન ચલાવે છે. એવામાં પતિ-પત્નીએ લોકડાઉનના આ ખાલી સમયનો સદઉપયોગ કર્યો અને કુવો ખોદી નાખ્યો. ગામજનોએ શરૂઆતમાં બંનેની ખુબ જ મજાક ઉડાવી હતી. લોકો કહેવા લાગ્યા હતા કે બે વ્યક્તિથી ક્યારેય કુવો ખોદાયો છે કે આ બંને ખોલી શકશે.

ગ્રામજનો દ્વાર મજાક ઉડાવવા છતા પતિ-પત્નીએ હિમ્મત ન હારી અને મજાકને અનસુની ગણી ખોદકામ ચાલુ રાખ્યું. અંતમાં બંનેની મહેનત રંગ લાવી અને 25 ફૂટનો કુવો ખોદાઇ ગયો. એટલું જ નહીં આ કુવા માંથી પાણી પણ નીકળવા લાગ્યું છે.

જે લોકો શરૂઆતમાં આ પતિ-પત્નીની મજાક ઉડાવી રહ્યાં હતા હવે તેઓ બંનેની મહેનતના વખાણ કરી રહ્યાં છે. જેમ એક પર્વતના બે ભાગ કરનાર દશરથ માંઝી સાથે આ દંપતીની સરખામણી કરવામાં આવી રહી છે. આ દંપતીનું કહેવું છે કે અમારા ગામમાં નળ યોજના બંધ છે. આથી હવે કુવાથી રાહત મળશે. માણસની સાથે પશુઓને પણ પૂર્ણ માત્રામાં પાણી મળી રહેશે.

You cannot copy content of this page