Only Gujarat

FEATURED National

નાની-નાની વાતના ઝઘડાઓ લગ્નજીવનમાં કેવું ગંભીર રૂપ ધારણ કરે તેનું જીવતું જાગતું ઉદાહરણ

ઓહિયોઃ પતિ-પત્ની વચ્ચે નાના-મોટો વાદ વિવાદ તો થતો હોય છે પરંતુ માત્ર મતભેદ હોવાથી ઝઘડાનું જલ્દી નિરાકરણ આવી જાય છે. પરંતુ કેટલાક સંબંધો એટલા ગાઢ નથી હોતાં, તે નાનકડા વાદવિવાદમાં પણ તૂટી જાય છે અને નજીવી વાત ડિવોર્સનું કારણ બની જાય છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં માત્ર પાણી પીધેલો ગ્લાસ વોશ બેસિનમાં મૂકવાથી પત્નીએ પતિને ડિવોર્સ આપી દીધા. ડિવોર્સની આખી કહાણી પીડિત પતિએ સોશિયલ મીડિયા પર શેર કરી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, કેવી રીતે નાના-નાના કારણો અને નજીવી વાતો વિવાદનું સ્વરૂપ ધારણ કરે છે અને છૂટાછેડાનું કારણ બની જાય છે.

સોશિયલ મીડિયા પર મૈથ્યૂએ તેમની ડિવોર્સની સ્ટોરી શેર કરી છે અને શેર કર્યાના એક મહિનામાં 30 લાખ લોકોએ તેમની સ્ટોરી વાંચી છે. મૈથ્યૂ અમેરિકાના ઓહિયોમાં રહે છે. તેમણે જણાવ્યું કે, તેમના ડિવોર્સ માત્ર નજીવા કારણોથી થયા. તેણે ગંદો ગ્લાસ વોશ બેસિન પર રાખ્યો હતો.

આ એક યુઝ કરેલા વાસણને કારણે પત્નીનો મૂડ જતો રહ્યો અને તેમણે મૈથ્યૂને ડિવોર્સ આપી દીધા. અહીં આશ્ચર્યની વાત તો એ છે કે, બંને 13 વર્ષથી એકબીજાને ઓળખે છે અને તેમના લગ્નને 9 વર્ષ થઇ ગયા હતા. મૈથ્યૂના ડિવોર્સની આ કહાણી મોટી સંખ્યામાં લોકોએ વાંચી અને મૈથ્યૂને અમેરિકા, ન્યૂઝિલેન્ડ, ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા,ફિલિપાઇન્સથી પણ મેઇલ આવ્યા. આ બધા જ લોકો ડિવોર્સ પર મૈથ્યૂનો અભિપ્રાય લેવા માંગે છે.

મૈથ્યૂએ ડિવોર્સના નાના-મોટા સંકેતો ઓનલાઇન જણાવ્યા છે. મૈથ્યૂએ જણાવ્યું કે, લગ્નજીવનમાં આપ ક્યારેક એવી નાની-નાની ભૂલો કરો છો, જેનાથી લાઇફપાર્ટનર તમારાથી ધીરે ધીરે દૂર થતો જાય છે. આ અંતે મામલો ડિવોર્સ સુધી પહોંચી જાય છે.

મૈથ્યૂએ તેના પર બુક પણ લખી છે. મૈથ્યૂ આ મુદ્દે કોચિંગ દ્વારા પણ કેટલાક લોકોની મદદ કરી છે. સલાહ લેવામાં એવા લોકો વધુ હોય છે, જે તેમના લગ્નજીવનને લઇને ખૂબ જ કન્ફ્યુઝ્ડ હોય છે.મૈથ્યૂએ જણાવ્યું કે, “મારા લગ્ન તો તૂટી ગયા અને હું મારા લગ્નને ન બચાવી શક્યો પરંતુ હવે કોઇના ડિવોર્સ ન થાય માટે હું એવા લોકોને મદદ કરું છું, જેમનું લગ્નજીવન ભંગાણના આરે હોય.

You cannot copy content of this page