Only Gujarat

Bollywood

પહેલી જ ફિલ્મમાં શ્રીદેવી સાથે આ એક્ટરે પુત્રે કર્યું હતું કામ, આજે જીવે છે ગુમનામીનું જીવન

મુંબઈઃ બોલિવૂડમાં દેશભક્તિથી ઓતપ્રોત ફિલ્મો માટે પ્રખ્યાત મનોજ કુમાર 83 વર્ષના થઇ ગયા છે. બોલિવૂડમાં તેમને “ભારત કુમાર”ના નામથી ઓળખવામાં આવે છે. મનોજ કુમારનું મૂળ નામ હરિકિશન ગિરિ ગૌસ્વામી છે. તે બાળપણથી ફિલ્મના શોખીન છે. ફિલ્મો પ્રત્યે તેમની દિવાનગી એટલી હતી કે તેમણે ફિલ્મના નામના તેમના કિરદારના નામ પરથી પોતાનું નામ રાખી લીધું. મનોજ કુમારના દીકરા કુણાલ ગૌસ્વામીએ પણ તેમની કારર્કિદીની શરૂઆત ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી જ કરી હતી. જો કે તે ફિલ્મમાં સફળ ન રહ્યાં અને તેમને ફિલ્મની દુનિયા હંમેશા માટે છોડી દીધી.


મનોજ કુમારના પુત્ર કુણાલે તેમના પિતાના સ્ટારડમના કારણે કામ તો મળ્ચું પરંતુ તે આગળ સફળ ન થઇ શક્યા. કુણાલે તેમની કારર્કિદી ચાઇલ્ડ આર્ટિસ્ટ ફિલ્મ ‘ક્રાંતિ’ (1981)થી કરી હતી. 1983માં આવેલી ફિલ્મ ‘કલાકાર’માં શ્રીદેવીએ સાથે કામ કર્યું. આ ફિલ્મનું કિશોર કુમારે ગાયેલું સોન્ગ ‘નીલે નીલે અંબર પે’ ખૂબ જ લોકપ્રિય બન્યું હતું. જો કે તેમ છતાં પણ કુણાલનું ફિલ્મ કેરિયર ખાસ ન ચાલ્યું.

ફિલ્મ ‘કલાકાર’ બાદ કુણાલે (1983)માં ‘ઘુંઘરૂ અને (1990) ‘પાપ કી કમાઇ’ કામ કર્યું.જો કે આ ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર ખાસ હિટ સાબિત ન થઇ. ત્યારબાદ તેમણે 1989માં આવેલી ફિલ્મ ‘આખરી બાજી’માં ગોવિદા સાથએ કામ કરીને તેમનું નસીબ અજમાવ્યું પરંતુ એ ફિલ્મથી પણ તેમને સફળતા ન મળી.

ત્યારબાદ જ્યારે કુણાને ફિલ્મો મળવાનું જ બંધ થઇ ગયું તો તેમના પિતા મનોજ કુમારે 1990માં તેમની પ્રોડકશન હાઉસની ફિલ્મ ‘ જય હિન્દ’થી કુણાલને રીલોન્ચ કર્યો.આ ફિલ્મ તેમની સાથે શિલ્પા શિરોડકર અને ઋષિકપૂર હતા.

જો કે આ ફિલ્મ પણ ફ્લોપ રહી આ સમય દરમિયાન કેટલીક સમસ્યાના કારણે મનોજકુમારનું પ્રોડક્શન હાઉસ પણ બંધ થઇ ગયું. મનોજ કુમારનું પ્રોડકશન હાઉસ બંધ થઇ જતાં કુણાલની કારર્કિદી પર પણ જાણે બ્રેક લાગી ગઇ. સતત મળેલી નિષ્ફળતા બાદ કુણાલે બોલિવૂડને અલવિદા કહેવાનું નક્કી કરી લીધું અને દિલ્લીમાં કેટરિંગનો બિઝનેસ શરૂ કર્યો. હાલ તેઓ એ જ બિઝનેસ સંભાળી રહ્યાં છે.

કુણાલે પહેલા પૂજા ચોપડા સાથે સગાઇ કરી હતી પરંતુ 2001માં તે તૂટી ગઇ. તેમણે 2005માં રિતુ ગૌસ્વામી સાથે લગ્ન કર્યાં. તેમને એક દીકરો પણ છે. જેનું નામ કર્મ છે. કુણાલ ગૌસ્વામીએ ફિલ્મની સાથે ટીવી સિરિયલ ‘ભારત કે શહીદ’ ‘કિટ્ટી પાર્ટી’ ‘ અલગ-અલગ’ અને ‘પરંપરા’માં પણ કામ કર્યું હતું. કુણાલ ગૌસ્વામીએ ‘ક્રાતિ’ ‘કલાકાર’ ‘ દો ગુલાબ’ ‘ આખરી બાજી’ ‘ પાપ કી કમાઇ’ ‘ નંબરી આદમી’ ‘વિષકન્યા’ અને ‘જયહિન્દ’ જેવી ફિલ્મમાં કામ કર્યું હતું.

You cannot copy content of this page