Only Gujarat

Bollywood

સુંદરતામાં ભલીભલી બોલિવૂડ એક્ટ્રેસિસને પાણી ભરાવે એવી છે આ નાજુક નમણી નેપાળી હિરોઈન

નવી દિલ્હીઃ ભારતીય ફિલ્મો સિવાય પણ આપણા અભિનેતાઓ અને અભિનેત્રીઓને આખી દુનિયામાં પસંદ કરવામાં આવે છે. અનેક સિતારાઓ એવા છે જેમણે પોતાના અભિનયથી આંતરરાષ્ટ્રીય સ્તર પર નામના મેળવી. તો ભારતના પાડોશી દેશ નેપાળની ફિલ્મો અને સિતારાઓ ખૂબ જ ચર્ચામાં રહે છે. નેપાળના સિનેજગતની અભિનેત્રીઓ પણ ખૂબ જ ચર્ચામાં છે. આજે અમે તમને એવી જ કેટલીક ખૂબસૂરત અભિનેત્રીઓ સાથે મળાવીશું.

સામ્રાજ્ઞી રાજ્ય લક્ષ્મી શાહ: તે નેપાળના શાહી પરિવાર સાથે સંબંધ ધરાવે છે. સામ્રાજ્ઞી રાજ્ય લક્ષ્મી શાહ નેપાળી સિનેમાની ચર્ચિત અને શાનદાર અભિનેત્રીઓમાંથી એક છે. તેણે 2016માં નેપાળી ફિલ્મોમાં ડેબ્યૂ કર્યું હતું. જે બાદ તેણે પોતાના શાનદાર અભિનયથી દર્શકોના દિલમાં ખાસ જગ્યા બનાવી છે. તેને નેપાલી નેશનલ ફિલ્મ અવૉર્ડ અને એનડીએફસી નેશનલ ફિલ્મ અવૉર્ડ પણ મળી ચુક્યો છે.

સૃષ્ટિ શ્રેષ્ઠા: તે નેપાળની જાણીતી મોડેલની સાથે શાનદાર અભિનેત્રી છે. સૃષ્ટિએ નેપાળી સિનેમામાં પોતાની શરૂઆત વર્ષ 2016થી કરી હતી. તેણે અત્યાર સુધીમાં કુલ 3 ફિલ્મો કરી છે. જેના માટે તેને નેપાળી રાષ્ટ્ર પુરસ્કાર સહિતના પુરસ્કારો મળી ચુક્યા છે.

જસીતા ગુરંગ: તેણે નેપાળી સિનેમામાં બે વર્ષ પહેલા પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. જસીતા ગુરંગ હવે નેપાળી સિનેમાનું ઉભરતું નામ છે. જસીતાએ વર્ષ 2018માં લિલિ બિલિ ફિલ્મથી પોતાની ફિલ્મી સફરની શરૂઆત કરી હતી.

નમ્રતા શ્રેષ્ઠ: તે નેપાળી ફિલ્મોની જાણીતી અભિનેત્રી અને મોડેલ છે. નમ્રતા લાંબા સમયથી નેપાળી સિનેમામાં સક્રિય છે. તેણે અત્યાર સુધીમાં અનેક શાનદાર ફિલ્મોમાં અભિનય કર્યો છે. જેના માટે તેને અનેક પુરસ્કારો પણ મળી ચુક્યા છે. નમ્રતાએ વર્ષ 2008માં ફિલ્મ સાનો સરકરથી પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી.

કેકી અધિકારી: કેકી નેપાળી ફિલ્મોની દિગ્ગજ અભિનેત્રીઓમાંથી એક છે. તેણે નેપાળી ફિલ્મોની સાથે મ્યુઝિક આલ્બમ્સ અને ટીવી કમર્શિયલ્સ પણ કર્યા છે. કેકીએ 2010માં આવેલી ફિલ્મ સ્વરથી કારકીર્દિની શરૂઆત કરી હતી. આજે તે ચર્ચિત અભિનેત્રી છે.

પ્રિયંકા કાર્કીઃ પ્રિયંકાની ગણના જાણીતી નેપાળી એક્ટ્રેસ તરીકે થાય છે. તે લાંબા સમયથી ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલ છે. તેણે સિરિયલ, વીજે, ડાન્સર, કોરિયોગ્રાફર તથા સિંગર તરીકે કામ કર્યું છે. તેણે વર્ષ 2012માં ‘તીન લવર્સ’થી નેપાળી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યું હતું.

You cannot copy content of this page