Only Gujarat

Bollywood FEATURED

શ્રીદેવીના મોત બાદ ‘અનુપમા’ના થઈ ગયા હતા હાલ બેહાલ, રડી રડીને થઈ હતી એવી હાલત કે…

મુંબઈઃ ટીવીની ફૅમશ એક્ટ્રસ રુપાણી ગાંગુલી તો તમને યાદ જ હશે. જેમણે પોપ્યુલર કોમેડી સિરિયલ ‘સારાભાઈ વર્સિસ સારાભાઈ’માં પોતાની દમદાર કોમિક ટાઇમિંગથી દર્શકોના દિલમાં ખાસ સ્થાન મેળવ્યું હતું. રુપાલી બિગબોસની સિઝન 6ની કન્ટેસ્ટન્ટ પણ રહી ચૂકી છે. તે પોતાની પર્સનલ લાઇફને લીધે ઘણાં સમયથી ટીવીની દુનિયાથી દૂર છે. થોડાં સમય પહેલાં જ ‘અનુપમા’ સિરિયલથી તેમણે ટીવીમાં ફરી એન્ટ્રી કરી છે. આ સાથે જ તેમણે એક્ટ્રસ શ્રીદેવી સાથેનો કિસ્સો ચર્ચામાં છે.

ફિલ્મમેકર પિતાને લીધે ઘણાં સુપરસ્ટાર્સને મળી રૂપાલી
ઓક્ટોબર મહિનામાં શ્રીદેવીના જન્મદિવસના અવરસે ફિલ્મ અને ટીવી સ્ટાર્સે શ્રીદેવીને શ્રદ્ધાંજલી આપી હતી. રૂપાલી ગાંગુલી ફિલ્મમેકર અનિલ ગાંગુલીની દીકરી છે અને તેમને બાળપણથી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને ફિલ્મ સ્ટાર્સ સાથે નજીકના સંબંધ છે. પણ, શ્રીદેવીની વાત કંઈક અલગ હતી. રૂપાલીને તેમની સાથે એક અલગ જ લગાવ અનુભવાતો હતો. રિપોર્ટ મુજબ, શ્રીદેવી વિશે વા કરતાં રૂપાલી ગાંગુલીએ કહ્યું હતું કે, ‘શ્રીદેવીએ તેમના માથાને ચૂમ્યુ અને ઘણાં દિવસ સુધી તેમને માથું ધોયું નહીં.’

શ્રીદેવીની આ વાત સાંભળી ખુશીથી ઉછળી પડી હતી રૂપાલી
ટીવી શૉ ‘અનુપમા’માં લીડ રોલ પ્લે કરી રહેલી રૂપાલી ગાંગુલીએ વધુમાં કહ્યું હતું કે, ‘થોડાં વર્ષો પહેલાં એક એવોર્ડ ફંક્શનમાં શ્રીદેવીને ફરી મળી. હું તેમને મળતાની સાથે જ એ રીતે સ્તબ્ધ હતી કે એક શબ્દ બોલી શકી નહીં. પણ ધીરેથી તેમની પાસે ગઈ અને એક સેલ્ફી લેવા કહ્યું. એવી પણ રિક્વેસ્ટ કરી કે તેમને ગળે મળી શકું છું? મેં શ્રીદેવીને પોતાના એક્ટિંગ કરિયર વિશે જણાવ્યું તો તેમણે કહ્યું મને આતિશની સિરિયલ સારાભાઈ વર્સિસ સારાભાઈમાં જોઈ હતી. આ સાંભળી હું ખૂબ જ ખુશ થઈ ગઈ હતી.’

શ્રીદેવીના મોતથી લાગ્યું હતું દુખ, રડી-રડીને થઈ હતી આવી હાલત
રૂપાલીએ વધુમાં કહ્યું હતું કે, ‘શ્રીદેવીના અચાનક મોતથી તેમને ખૂબ જ આઘાત લાગ્યો હતો. હાલમાં જ રૂપાલીએ ‘અનુપમા’માં શ્રીદેવીના ગીત હવા હવાઈ પર ડાન્સ કર્યો અને તેને કરી તે ખૂબ જ ખુશ છે.’

24 ફેબ્રુઆરી, 2018 મૃત મળી હતી શ્રીદેવી
એક્ટ્રસ શ્રીદેવીનું 24 ફેબ્રુઆરી 2018માં સંદિગ્ધ હાલતોમાં મોત થઈ ગયું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ, ડૂબી જવાને લીધે તેમનું મોત થયું હતું. પણ હવે સુશાંત કેસની CBI તપાસ વચ્ચે લોકો બોલિવૂડની પહેલી ફિમેલ સુપરસ્ટાર શ્રીદેવી માટે પણ CBI તપાસની માગ કરી શરૂ કરી દીધી છે.

રૂપાલી છેલ્લે સોની ટીવીની સિરિયલ ‘કુછ ખટ્ટા કુછ મિઠા’માં જોવા મળી હતી. જે વર્ષ 2013માં આવી હતી, પણ હવે રૂપાલી ગાંગુલી લગભગ સાત વર્ષના લાંબા સમય પછી ‘અનુપમા’ નામની સિરિયલથી ટીવીની દુનિયામાં પાછી ફરી છે. આ સિરિયલ સ્ટાર પ્લસ અને ડિઝ્ની પ્લસ હોટસ્ટાર પર આવી રહી છે. મહત્ત્વનું છે કે, આ સિરિયલ એખ રીમેક છે. જેમાં એક હાઉસવાઇફની કહાણી બતાવવામાં આવી છે.

You cannot copy content of this page