Only Gujarat

Bollywood

‘મિર્ઝાપુર 2’ની આ સ્વીટી છે સચિનની દીકરી, શાહરુખ સાથે પણ કરી ચૂકી છે કામ

મુંબઈઃ મિર્ઝાપુર વેબસિરિઝમાં ઘણાં કેરેક્ટરે પોતાની અલગ ઓળખ ઊભી કરી છે. જેમાંથી એક છે સ્વીટી ગુપ્તા. આ કેરેક્ટર શ્રિયા પિલગાંવકરે પ્લે કર્યું છે. શ્રિયા બોલિવૂડ એક્ટર સચિન પિલગાંવકર અને એક્ટ્રસ સુપ્રિયા પિલગાંવકરની દીકરી છે. ગુડ્ડૂ પંડિતની પત્ની સ્વીટીના રોલમાં શ્રિયાને જબરદસ્ત લોકપ્રિયતા હાંસલ થઈ છે.

એક ઇન્ટરવ્યૂમાં તેમણે ખુલાસો કર્યો હતો કે, ‘એક દિવસ મારા પિતા મારી પાસે આવ્યાં અને કહ્યું, કેટલાક લોકોએ મારી પાસે આવી મને પૂછ્યું શું તમે સ્વીટીના પિતા છો? આ સાંભળી મારા પિતાને ખૂબ જ સારું લાગ્યું. આ નાની નાની વાત સાબિત કરે છે કે લોકોને મારું કામ પસંદ આવી રહ્યું છે. મારા માટે આ વાત ખૂબ જ મહત્ત્વની છે.’

‘ખરેખર, મારે હજુ આગળ વધવાનું છે, પણ પેરેન્ટ્સે મને અપ્સ અને ડાઉન હેન્ડલ કરવાનું સારી રીતે શીખવાડ્યું છે. તેમને હંમેશા સલાહ આપી છે કે, સફળતા અને અસફળતાને ક્યારેય દિલથી ના લગાવો. આપણે જે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહ્યાં છીએ, ત્યાં અપ્સ અને ડાઉન થવા સામાન્ય છે. કેમ કે, અહીં ટેલેન્ટ, નસીબ અને તકનું કોમ્બિનેશન કામ કરે છે.’

‘મારા પેરેન્ટ્સે હંમેશા મને નવી વસ્તુ એક્સપ્લોર કરવા માટે પ્રોત્સાહિત કરી છે. હું સ્પોર્ટ્સમાં ખૂબ જ એક્ટિવ હતી, હું પ્રોફેશનલ સ્વિમર હતી. મને સિંગિંગ અને ડાન્સિંગ પસંદ છે. હું કથક ડાન્સર હતી. મને સ્ટડી પણ પસંદ હતું. ગ્રેજ્યુએશન દરમિયાન મેં શોર્ટ ફિલ્મ્સ અને ડોક્યૂમેન્ટ્રી બનાવી હતી.

એક ફ્રેન્ડે મને શોર્ટ પ્લેમાં કાસ્ટ કરી હતી. તેમના રિહર્સલ દરમિયાન મને અનુભવ થયો કે, મારે એક્ટિંગ કરવી છે. મારા પેરેન્ટ્સ ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી છે એટલે હું એટલે હું એક્ટિંગને હળવાશથી નહોતી લઈ શકતી હતી. એટલે મેં શીખવાના ઉદ્દેશ્યથી થિએટર જોઈ કર્યું. પછી મરાઠી ફિલ્મ મળી. એક ફ્રેન્ચ ફિલ્મ મળી અને પછી શાહરૂખ ખાન સાથે ફિલ્મ ફેનમાં પણ કામ કર્યું.’

શ્રિયાના અપકમિંગ પ્રોજેક્ટ્સની વાત કરીએ તો તે રાણા દગ્ગુબાતીની ફિલ્મ ‘હાથી મેરે સાથી’માં જોવા મળશે. આ ઉપરાંત તેમની એક ફિલ્મ ‘અભી તો પાર્ટી શરૂ હુઈ હૈ’ પણ રિલીઝ માટે તૈયાર છે. જેનું શૂટિંગ બે વર્ષ પહેલાં લખનઉમાં થયું હતું.

You cannot copy content of this page