Only Gujarat

Bollywood

રોમાન્સ કરતી વખતે અચાનક ફ્રેન્ડ બની ગયાં હતાં આ 10 TV આ કપલ

મુંબઈઃ ઑગસ્ટ મહિનાનો પહેલો રવિવાર વિશ્વભરમાં ‘ફ્રેન્ડશિપ ડે’ તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે. આ દિવસ સામાન્ય લોકોની જેમ જ બૉલિવૂડ સેલેબ્સ માટે એટલું જ મહત્ત્વનો છે. આ આ વખતે 2 ઑગસ્ટે ફ્રેન્ડશિપ ડે સેલિબ્રેટ કરવામાં આવ્યો હતો. આમ તો, બૉલિવૂડ જ નહીં પણ ટીવી ઇન્ડસ્ટ્રીમાં પણ ઘણાં કલાકાર છે. જે તેમના કો-સ્ટાર સાથે રોમાન્સ કરતી વખતે ખૂબ જ નજીકના ફ્રેન્ડ બની ગયા. તો અમે તમને જણાવીએ ટીવી ઇન્ડસ્ટ્રીની 10 એવી જોડીઓ વિશે જે અત્યારે બેસ્ટ ફ્રેન્ડ કરતાં પણ વિશેષ છે.

કરણવીર વોરા અને સુરભિ જ્યોતિની મુલાકાત સિરિયલ ‘કબૂલ હૈ’ના સેટ પર થઈ હતી. આ સિરિયલમાં કરણવીર વોરા અને સુરભિ જ્યોતિના પતિનો રોલ પ્લે કરતો હતો. કામ કરતી વખતે કરણવીર અને સુરભિ એકબીજાન બેસ્ટ ફ્રેન્ડ બની ગયાં હતાં. આજે પણ બંને એક-બીજાના ખૂબ જ સારા ફ્રેન્ડ છે.

અવિકા ગૌર અને મનીષ રાયસિંઘનની ફ્રેન્ડશિપ સિરિયલ ‘સસુરાલ સિમર કા’ના સેટ પર થઈ હતી. સિરિયલથી અલગ થયાં પછી અવિકા ગૌર અને મનીષની ફ્રેન્ડશિપ ગાઢ છે. આ બંનેની ફ્રેન્ડશિપ એટલી ગાઢ છે કે, ઘણીવાર તેમના અફેરની ચર્ચા અફવા પણ ઉડી હતી. પોતાની ફ્રેન્ડશિપને યાદગાર બનાવવા માટે મનીષે હાલમાં જ અવિકાના બર્થ ડે પર લગ્ન કર્યાં છે.

સિરિયલ ‘કુંડલી ભાગ્યા’માં ધીરજ કપૂર અને શ્રદ્ધા આર્યા કપલ તરીકે જોવા મળ્યા હતાં. સિરિયલમાં ભલે તેઓ ઝઘડતાં હોય, પણ રિયલ લાઇફમાં બંને ખૂબ જ સારા ફ્રેન્ડ છે. સેટ પર બંને ઘણીવાર મસ્તી કરતાં પણ જોવા મળ્યાં છે.

‘યે હૈ મોહબ્બતે’માં પતિ-પત્નીનો રોલ પ્લે કરી ચૂકેલા કરણ પટેલ અને અનીતા હસનંદાની પણ એક બીજાના બેસ્ટ ફ્રેન્ડ છે. મુલાકાત દરમિયાન બંને સેલેબ્સ સાથે ધમાલ મચાવે છે.

પાર્થ સમથાન અને હિના ખાન પણ એક સમયે સિરિયલ ‘કસૌટી જિંદગી’માં સાથે કામ કર્યું છે. આ દરમિયાન પાર્થ સમથાન અને હિના ખાનની ફ્રેન્ડશિપ પણ ખૂબ જ ગાઢ થઈ ગઈ હતી. હિનાએ સિરિયલ છોડ્યા પછી પણ પાર્થ સમથાન તેમની સાથે પાર્ટી ખૂબ જ એન્જોય કરતો હતો.

સિરિયલ ‘એક હજારો મેં મેરી બહેના હૈ’માં કરણ ટૈકર અને ક્રિસ્ટલ ડિસૂજાની જોડી જોવા મળી હતી. સિરિયલ દરમિયાન કરણ ટૈકર અને ક્રિસ્ટલ ડિસૂજા એકબીજાના બેસ્ટ ફ્રેન્ડ બની ગયા હતાં.

બિગબૉસમાં સિદ્ધાર્થ શુક્લા અને શહેનશા ગિલનો પ્રેમ અને ફ્રેન્ડશિપ પણ કઈક આવી જ છે. આખી સીઝનમાં આ જોડી ખૂબ જ ચર્ચામાં રહી હતી. ક્યારેક બંને વચ્ચે અણબનાવ તો ક્યારેક પ્રેમ જોવા મળ્યો હતો. સિરિયલ પૂરી થયાં પછી પણ ગિલ, સિદ્ધાર્થ શુક્લાની બેસ્ટફ્રેન્ડ છે.

‘બિગબૉસ 13’માં એકબીજાને સપોર્ટ કર્યા પછી પારસ છાબડા અને માહિરા શર્માની ફ્રેન્ડશિપ થઈ હતી. પોતાની ફ્રેન્ડશિપના દમપર બંનેએ શૉમાં અન્યને જબરદસ્ત ટક્કર આપી હતી. બિગબૉસના ઘરમાંથી બહાર આવ્યા પછી બંને સેલેબ્સ એકબીજાની સાથે કામ કરી રહ્યા છે. આ કારણે જ ફેન્સ ઇચ્છે છે કે, પારસ છાબડાએ માહિરા શર્મા સાથે લગ્ન કરી લેવા જોઈએ’

શબ્બીર અહલૂવાલિયા અને શ્રૃતિ છેલ્લાં 6 વર્ષથી સિરિયલ ‘કુમ કુમ ભાગ્યા’માં કામ કરી રહ્યા છે. સિરિયલમાં પતિ પત્ની રોલ પ્લે કરનારા રિયલ લાઇફમાં પણ ખૂબ સારા ફ્રેન્ડ બની ગયા. આમ તો, રિયલ લાઇફમાં શબ્બીર પહેલેથી જ પરિણિત છે. તેમની પત્નીનું નામ કાંચી કૌલ છે.

‘ખતરોં કે ખિલાડી’ સિરિયલમાં સાથે કામ કરી ચૂકેલા અલી ગોની અને જેસ્મીન ભસીનની જોડી પણ દર્શકોને ખૂબ જ પસંદ આવી છે. કહેવામાં આવે છે કે, બંને રિલેશનશિપમાં છે, પમ થોડાં દિવસ પહેલાં ગોનીએ કહ્યું હતું કે, ‘તે જેસ્મીન ભસીનના સારા ફ્રેન્ડ છે અને તે બંને વચ્ચે એવું કંઈ પણ નથી.’

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page