Only Gujarat

Bollywood FEATURED

શ્રદ્ધા કપૂરે પ્રેમી સાથે ભાઈના લગ્ન માણ્યા, જુઓ લગ્નની અંદરની તસવીરો

મુંબઈઃ શ્રદ્ધા કપૂરના માસીના દીકરા અને બોલિવૂડ એક્ટ્રસ પદ્મિની કોલ્હાપુરેના દીકરા પ્રિયાંક શર્માએ ગુરુવારે 4 ફેબ્રુઆરીએ ફૅમશ ફિલ્મ નિર્માતા કરીમ મોરાનીની દીકરી સજા મોરાની સાથે કોર્ટ મેરેજ કર્યાં છે. આ પછી બાકીની રસમ જેવી કે સંગીત સેરેમની પણ થઈ હતી. કોર્ટ મેરેજ પછી હવે બંને 5 ફેબ્રુઆરીએ પાવના લેક પાસે હિન્દુ રીતિ -રિવાઝથી સાત ફેરા લેશે. એવામાં તેમની સેરેમનીના કેટલાક ફોટો સામે આવ્યા છે. જેમાં શ્રદ્ધા કપૂર, શક્તિ કપૂર, સની દેઓલ, ભાગ્યશ્રી, જૂહી ચાવલા અને અનિલ કપૂર સહિતના સ્ટાર પહોંચ્યા છે.

ભાઈ પ્રિયાંક શર્માના લગ્નમાં શ્રદ્ધા કપૂર અને સગા ભાઈ સિદ્ધાંત કપૂર સાથે પહોંચી હતી. આ દરમિયાન તેમણે વ્હાઇટ કલરનો લહેંગો અને તેના મેચિંગ કલરનું માસ્ક પણ પહેર્યું હતું.

આ લગ્નમાં શ્રદ્ધા કપૂર બહુ જ ખૂબસુરત અંદાજમાં પહોંચી હતી. આ સેરેમનીમાં શ્રદ્ધા એકલી નહોતી પરંતુ તેની સાથે તેની સાથે તેનો બોયફ્રેન્ડ રોહન શ્રેષ્ઠા પણ જોવા મળ્યો હતો જેની તસવીરો સામે આવી છે. ફોટોગ્રાફર્સે એકસાથે જોતાં જ કેમેરામાં તસવીરો ક્લિક કરવા લાગ્યા હતાં પરંતુ કેમેરો જોતાંની સાથે જે શ્રદ્ધા અને રોહન અલગ થઈ ગયા હતાં.

પ્રિયાંક શર્માએ ગુરવાપે પહેલાં કોર્ટ મેરેજ કર્યાં હતાં. આ પછી હવે તે 5 ફેબ્રુઆરીએ હિન્દુ રીતિ-રિવાજ સાથે સાત ફેરાં લીધા હતાં.

તૈયાર થઈને ભાઈના લગ્નમાં પહોંચી શ્રદ્ધા કપૂર.

નવી નવેલી શજા મોરાની અને દીકરા સાથે પોઝ આપતી જોવા મળી હતી પદ્મિની કોલ્હાપુરે.

પ્રિયાંક શર્માના લગ્નની સેરેમનીમાં જૂહી ચાવલા અને ભાગ્યશ્રીએ એક ફ્રેમમાં સાથે પોઝ આપ્યો હતો.

ફ્રેન્ડ પદ્મિની કોલ્હાપુરે દીકરાની વેડિંગ સેરેમનીમાં પૂનમ ઢિલ્લે પણ હતી. ઉલ્લેખનીય પૂનમ અને પદ્મિની આ વિકેન્ડ ઇન્ડિયન આઇડલની સિઝન 12માં સાથે જોવા મળ્યાં હતાં. આ દરમિયાન બંને ખુદ સાથે જોડાયેલો કિસ્સો શેર કર્યો હતો.

પ્રિયાંક શર્માની વેડિંગ સેરેમનીમાં અનિલ કપૂર પણ કુલ લૂકમાં જોવા મળ્યાં હતાં. અનિલ કપૂર આ વેડિંગ સેરેમનીમાં પોતાની પત્ની સુનીતા કપૂર સાથે પહોંચ્યા હતાં.

સાળી પદ્મિનીના દીકરા પ્રિયાંક શર્માના વેડિંગ ફંક્શનમાં શક્તિ કપૂર પણ પહોંચ્યા હતાં. આ દરમિયાન તેમણે બ્લેક કલરનું આઉટફિટ કેરી કર્યું હતું. પદ્મિની કોલ્હાપુરે વેડિંગ ફંક્શનમાં સની દેઓલ પણ આવ્યા હતાં.

You cannot copy content of this page