Only Gujarat

Bollywood FEATURED

‘અનુપમા’ની કાવ્યાની કાતિલ જવાની પણ ચાહકો થયા પાગલ, આ છે મિથુનાદાની મોટી વહુ

મુંબઈઃ ફૅમશ ટીવી સિરિયલ અનુપમામાં કાવ્યાનો રોલ પ્લે કરનારી મદાલસા શર્મા મિથુન ચક્રવર્તીની પૌત્ર વધુ છે. મદાલસા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. મદાલસા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને દરરોજ નવા ફોટો શેર કરતી રહે છે. હાલમાં જ મદાલસાએ સોશિયલ મીડિયા પર કેટલાક ફોટો શેર કર્યાં છે. જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. એક ફોટોમાં મદાલસા પિંક કલરના ફોટોમાં ડ્રેસમાં જોવા મળી રહી છે તો એક ફોટોમાં તે બ્લેક પિંક ડ્રેસમાં હસતી જોવા મળી રહી છે. મદાલસાનાં સુંદર ફોટો પર સોશિયલ મીડિયા યૂઝર અને ફેન્સે દિલ ખોલીને તેમના વખાણ કર્યાં છે.

એક યૂઝરે લખ્યું કે, ‘આ ડ્રેસમાં તો કાવ્યા ખૂબ જ સુંદર લાગી રહી છે.’ તો એક અન્ય યૂઝરે લખ્યું કે, ‘એવું લાગી રહ્યું છે જેમ કે આકાશમાંથી ખૂબ જ સુંદર પરી જમીન પર ઉતરી આવી હોય.’ આ ઉપરાંત એક યૂઝરે લખ્યું કે, ‘અને ભાઈ વનરાજ કેમ છે?’

ઉલ્લેખનીય છે કે, મદાલસા સિરિયલ અનુપમામાં કાવ્યા ઝવેરીનો રોલ પ્લે કરી રહી છે. જે વનરાજની કલિગ હોવાની સાથે જ તેમનું લવ ઇન્ટરેસ્ટ પણ છે. 13 જુલાઈથી ઑનએર થયેલાં આ શૉમાં મદાલસાનો રોલ ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે. આ સિરિયલ છેલ્લાં ઘણાં સમયથી ટૉપ પર છે.

મદાલસા મુજબ, આ કેરેક્ટર ખૂબ જ રસપ્રદ છે અને તેમાં ઘણાં શેડ્સ પણ છે. કાવ્યા સ્ટ્રોન્ગ છે. ઇન્ડિપેન્ડેટ અને પોતાના પગ પર ખુદ ઊભી છે. આ કારણે દર્શકો તેનો રોલ ખૂબ જ પસંદ કરી રહ્યાં છે.

એક ઇન્ટરવ્યૂમાં મદાલસાએ કહ્યું હતું કે, ‘હું સિરિયલમાં કામ કરીને ખૂબ જ ખુશ છું. હું હંમેશાથી રાજન શાહી સર સાથે કામ કરવા માગતી હતી અને જ્યારે આ ઑફર થઈ તો મેં એક ક્ષણની પણ વાર લગાડી નહીં. આ મારી ટીવી પર શરૂઆત છે અને જાણિતા બેનર સાથે પોતાની સફર શરૂ કરવાનું ગર્વ છે.

ઉલ્લેખનીય છે કે, મદાલસાને બાળપણમાં એક્ટિંગનો માહોલ મળ્યો છે. જેને લીધે તે એક્ટિંગ ઉપરાંત તે અન્ય કોઈ ફિલ્ડમાં જવાનું વિચારતી નથી. ઓછાં લોકો જાણતાં હશે કે, મદાલસા ફૅમશ એક્ટ્રસ શીલા શર્મા અને નિર્માતા-નિર્દેશક સુભાષ શર્માની દીકરી છે. શીલાએ 90ના દશકમાં મહાભારત સિરિયલમાં દેવકીનો રોલ પ્લે કર્યો હતો.

મદાલસાના લગ્ન જુલાઈ, 2018માં મિથુન ચક્રવર્તીના મોટા દીકરા મહાક્ષય(મિમોહ) ચક્રવર્તી સાથે થયાં છે. દીકરી મદાલસાના લગ્ન પર મા શીલા શર્માએ કહ્યું હતું કે, ‘મારી ખુશીનું ઠેકાણું નથી, હું ખૂબ જ ખુશ છું.’ શીલાએ કહ્યું હતું કે, ‘મિથુનનો પરિવાર સંસ્કારી છે અને અમારા મનમાં દીકરીના લગ્ન અંગે કોઈ શંકા નથી.’

મદાલસાએ પણ પોતાની માની જેમ એક્ટિંગ કરિયર પસંદ કર્યું છે. મદાલસાએ વર્ષ 2009માં તેલુગુ ફિલ્મ ફિટિંગથી એક્ટિંગ ડેબ્યુ કર્યું હતું. આ ઉપરાંત તેમણે કન્નડ ફિલ્મ શોર્યમાં પણ કામ કર્યું છે. મદાલસા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે તે ઘણીવાર તેના બોલ્ડ ફોટો શેર કરતી રહે છે.

મિમોહ સાથે પહેલી મુલાકાત અંગે મદાલસાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ઘણાં વર્ષથી અમે એકબીજાને જાણીએ છીએ. મારી માએ કોટલાક વર્ષ પહેલાં મિમોહ સાથે એક ફિલ્મ કરી હતી. આ દરમિયાન તે એક ઇવેન્ટમાં મા સાથે જોવા મળી હતી. જ્યાં હું પહેલીવાર મિમોહને મળી હતી.’

‘આ પછી અમે બંને ફ્રેન્ડ બન્યા અને ધીરે-ધીરે એક બીજાને પ્રેમ કરવા લાગ્યા. આ પછી હું સમય સાથે અમે લગ્ન કરવાનો નિર્ણય કર્યો. મદાલસાએ પોતાના પતિનો કેરિંગ નેચર ખૂબ જ પસંદ છે.

મદાલસા મુજબ, ‘પહેલીવાર જ્યારે હું પોતાના થનારા સસરા એટલે કે મિથુન ચક્રવર્તીને મળી ત્યારે તેમણે મને પૂછ્યું હતું કે, હું તેમના દીકરાની જિંદગીમાં હંમેશા માટે સામેલ થઈ શકું છું કે નહીં?’

‘પોતાના સસરા મિથુન વિશે મદાલસાએ કહ્યું કે, ‘તે ખૂબ જ વિનમ્ર છે. તે મારા ડેડ છે અને મારા માટે સૌભાગ્યની વાત છે. દરેક વખતે તેમની પાસેથી કંઈક સારું શીખવા મળે છે. નાની-નાની વસ્તુ માટે પણ તે મારું ધ્યાન રાખે છે.’

ઉલ્લેખનીય છે કે, અનુપમા ટીવી સિરિયલની વાર્તા એક માની આસપાસ ફરે છે. જે પોતાનું આખું જીવન ત્યાગી પરિવાર માટે સમર્પિત કરી દે છે. જોકે, આ માટે તેમને ક્યારેય સરાહના મળી નથી. એટલું જ નહીં તેના છોકરાઓ પણ તેને ગંભીરતાથી લેતાં નથી.

You cannot copy content of this page