Only Gujarat

Bollywood FEATURED

આ છે પ્રિયંકાની બહેન પરિણીતી ચોપરાનું ઘર, ચાલો મારીએ ઘરમાં એક લટાર

બોલિવૂડ એક્ટ્રસ પરિણીતી ચોપરાનું કરિયર ખૂબ જ રસપ્રદ રહ્યું છે. પરિણીતએ લેડિસ વર્સિસ રિકી બહેલ, ઇશકજાદે, હંસી તો ફસી, મેરી પ્યારી બિંદુ સહિતની ઘણી ફિલ્મો કરી છે. જેમાં તેમણે પોતાની દમદાર એક્ટિંગથી દર્શકોના દિલમાં ખાસ સ્થાન મેળવ્યું છે. સારી એક્ટ્રસ તરીકે પરિણીતિનના વખાણ થાય છે અને તેમના ઘરના પણ ખૂબ જ વખાણ થાય છે.

મુંબઈમાં બાન્દ્રામાં પરિણીતનું સી-ફેસિંગ ઘર છે. તેમનો આ શાનદાર એપાર્ટમેન્ટ 3400 વર્ગ ફૂટમાં ફેલાયેલો છે અને ઋચા બહલે તેને ડિઝાઈન કર્યો છે.

પરિણીત ચોપરાનું ઘરમાં તેમની ફિલ્મોમાં પ્લે કરેલાં કેરેક્ટર્સની જેમ મલ્ટી લેયર પર્સનાલિટી છે.

તેમના ઘરને એક ન્યૂટ્રલ મોનોક્રોમ પેલેટના આધારે ડિઝાઈન કરવામાં આવ્યું છે. લાકડાનું શાનદાર ફ્લોરિંગ ઘરના કલર ટેક્સ્ચરને કોમ્પલિમેન્ટ કરે છે.

ફર્શથી છત સુધીની દિવાલ પર સારો તડકો આવે છે અને શહેરનો સારો વ્યૂ પણ મળે છે.

ઘરની કિચન સ્પેસ પણ ખૂબ જ મોટી અને શાનદાર છે.

ડાઇનિંગ સ્પેસ માટે પણ ખૂબ જ મોટી જગ્યાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જ્યાં મોટું ટેબલ રાખવામાં આવ્યું છે. મોટાભાગે પરિણીતિના ઘરમાં વુડ વર્ક જોવા મળે છે.

બાલકની પરિણીતિના ઘરની હાઇલાઇટ્સ છે. બાલકનીથી સનરાઈઝ અને સનસેટનો વ્યૂ જોવા મળે છે. અહીંથી સમુદ્રનો સુંદર નજારો પમ જોવા મળી શકે છે.

પરિણીતિ પોતાના લિવિંગ રૂમને બ્લેક એન્ડ વ્હાઇટ ટોન આપ્યો છે. તેમનો ડ્રોઇંગ રૂમ અંદરથી ખૂબ જ કોઝી અને કમ્ફર્ટેબલ છે.

પરિણીતિએ ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે અને ઘણાં એવોર્ડ્સ પણ મેળવ્યાં છે. એવામાં તેમણે પોતાના ઘરના એક ખૂણો એવોર્ડ્સ અને પુસ્તકોથી શણગાર્યો છે. આમ તો પરિણીતિ એક વાચક પણ છે અને તેને લીધે તેમના ઘરમાં ઘણાં પુસ્તકો પણ જોવા મળે છે.

પરિણીતિનું ઘર ડિઝાઇન કરનારા ડિઝાઈનર ઋચા બહલે જણાવ્યું હતું કે, ‘પરિણીતિ સાદગી અને સ્ટાઇલ સાથે એક ઘર ઇચ્છતી હતી. એટલે અમે યૂરોપિય વેબસાઇટ પરથી સારી આર્ટ્સવાળી વસ્તુનો ઓર્ડર આપ્યો અને લંડનથી ઘણાં સારા નિક-નેક ખરીદ્યાં’

You cannot copy content of this page