Only Gujarat

FEATURED National

આ 9 દેશો જશો તો એકદમ સસ્તામાં ફરી આવશો

દરેક લોકોની વિદેશમાં ફરવા જવાની ઇચ્છા હોય છે પરંતુ મોંઘા હોવાને કારણે લોકોને તેમના શોખ સાથે સમાધાન કરવું પડે છે. તેમ છતાં, એવી ઘણી જગ્યાઓ છે જ્યાં ભારતીય ચલણની ઉંચી કિંમતને કારણે તેઓ તમારા બજેટમાં સરળતાથી આવી શકે છે. આ સ્થળોએ તમે ઓછા પૈસામાં તમારા બધા શોખ સરળતાથી પૂરા કરી શકો છો. ચાલો જાણીએ વિદેશની આ જગ્યાઓ વિશે.

નેપાળ
જો તમારી પાસે સમય અને પૈસા બંનેની કમી હોય તો પણ તમે સરળતાથી નેપાળની ટ્રિપ પર જઈ શકો છો. નેપાળ ભારતનો પાડોશી દેશ છે અને નેપાળની ઘણી બસ સેવાઓ પણ અહીંથી કાર્યરત છે. અહીં 1 રૂપિયાનો એક્સચેંજ દર 1.60 નેપાળી રૂપિયા છે. અહીં સુંદર ટેકરીઓ, મંદિરો અને મઠ દરેકને આકર્ષે છે. અહીં તમે મન ભરીને તમારા બજેટમાં ખરીદી કરી શકો છો.

શ્રીલંકા
ઘણા લોકો કહે છે કે ભારતમાં કેરળની ટ્રિપ શ્રીલંકા કરતા મોંઘી છે. અહીં 1 રૂપિયો શ્રીલંકાના 2.30 રૂપિયાની બરાબર છે. અહીં તમે સસ્તામાં બમણો આનંદ લઈ શકો છો. જો તમે શ્રીલંકા પ્રવાસનો વિચાર કરી રહ્યા છો, તો એલાની મુલાકાત લેવાનું ભૂલશો નહીં. આ સ્થળ દરેક પર્યટકની પ્રથમ પસંદગી છે.

વિયેટનામ
વિયેટનામનું નામ ભારતના સસ્તા દેશોની યાદીમાં પણ છે. અહીં 1 રૂપિયાની કિંમત 334.68 વિયેતનામીસ ડોંગ છે. તમે અહીં આવીને તમારા મનપસંદની ઘણી ખરીદી કરી શકો છો.

જાપાન
જો તમે જાપાનના સુંદર નજારાઓને જોવાની ઇચ્છા ધરાવતા હો, તો તમે ચોક્કસપણે તમારો શોખ પૂરો કરી શકો છો. અહીં 1 રૂપિયાની કિંમત 1.60 જાપાનીઝ યેન છે. તમે સસ્તામાં જાપાન પ્રવાસની યોજના બનાવી શકો છો.

હંગેરી
ઘણા લોકો યુરોપને ખૂબ ખર્ચાળ માને છે, જ્યારે તેવું નથી. અહીં કેટલીક જગ્યાઓ છે જેનો ખર્ચો તમે સરળતાથી ઉપાડી શકો છો. જો તમને ઓછા બજેટ પર યુરોપ પ્રવાસ કરવો હોય તો ચોક્કસપણે હંગેરીની ટિકિટ બુક કરાવો. અહીં 1 રૂપિયાની કિંમત 4.12 હંગેરિયન ફોરન્ટ છે. તમે અહીં ઓછા પૈસામાં ફરી શકો છો.

ઇન્ડોનેશિયા
1 ઇન્ડોનેશિયન રૂપીયો 0.0048 ભારતીય રૂપિયાની બરાબર છે. લાંબા પ્રવાસ પર જતા લોકો માટે ઇન્ડોનેશિયા એક પ્રિય સ્થળ છે. તમને ઇન્ડોનેશિયામાં પણ સસ્તી અને સારી વસ્તુઓ મળી જશે. બાલી સુંદર દ્રશ્યો અને બીચ કોઈપણને આકર્ષિત કરે છે.

કોસ્ટા રિકા
નેચર લવર્સ માટે કોસ્ટા રિકા પર જવું કોઈ સપનાથી કમ નથી પરંતુ તમે આ સપનાને સરળતાથી પૂર્ણ કરી શકો છો. આ સ્થાન એટલું સસ્તુ છે કે તમારે અહીં ટ્રીપની યોજના કરવા માટે જરા પણ વિચારવાની જરૂર નથી. અહીં 1 રૂપિયાની કિંમત 8.26 કોસ્ટા રિકન કોલોન છે. અહીં તમે રેનફોરેસ્ટ ફરવાનો શોખ તમે સરળતાથી પૂર્ણ કરી શકો છો.

કંબોડિયા
ફરવા માટે કંબોડિયાથી વધુ અનુકૂળ અને સસ્તી જગ્યા બીજી કોઈ હોઈ શકતી નથી. તમે અહીં અનેક પ્રકારના એડવેન્ચર પણ કરી શકો છો. અહીં 1 રૂપિયાની કિંમત 60 કંબોડિયન રિએલ છે. તમે ઓછી કિંમતે કંબોડિયાની વૈભવી સફરની યોજના કરી શકો છો.

મંગોલિયા
મંગોલિયા એડવેન્ચરનાં શોખીન લોકો માટેનું એક ડ્રીમ ડેસ્ટિનેશન છે. મોંગોલિયાની સંસ્કૃતિ એવી છે કે ત્યાં ગયા પછી દરેક તેનાં દિવાના થઈ જાય છે. મોંગોલિયા એટલું અફોર્ડેબલ છે કે તમે તેની ટ્રીપ ઘણીવાર કરી શકો છો. અહીં 1 રૂપિયાની કિંમત 35.5 મંગોલિયન ટગરીક છે.

You cannot copy content of this page