Only Gujarat

Bollywood FEATURED

મુંબઈના આ સાત જીમમાં જાવ તો બોલિવૂડના જાણીતા સ્ટાર્સ વર્કઆઉટ કરતાં અચૂક જોવા મળે

મુંબઈઃ એમાં કોઈ સીક્રેટ નથી કે બોલિવૂડ સ્ટાર્સ એકદમ ફિટ હોય છે. પછી તે શાહિદ કપૂર હોય કે ટાઈગર શ્રોફ. તેઓ વર્કઆઉટ કરે છે અને તેઓ માત્ર જીમ કે ફિટનેસ સ્ટૂડિઓમાં જ નહીં પણ ફિલ્મના સેટ પર પણ વર્કઆઉટ કરતા હોય છે. તેઓ પર્સનલ ટ્રેનર રાખે છે, જેની સાથે જીમમાં એક્સરસાઈઝ કરે છે. આજે અમે મુંબઈના એવા સાત જીમની વાત કરીશું, જ્યાં તમને બોલિવૂડ સ્ટાર્સ વર્કઆઉટ કરતા અચૂકથી જોવા મળશે, તે વાતની ગેરંટી.

1. બોડી સ્કલપ્ટરઃ વરુણ ધવન, અર્જુન કપૂર, જેક્લીન ફર્નાન્ડિઝઃ મુંબઈમાં ખાર તથા જૂહુમાં આ ફિટનેસ સ્ટૂડિઓની બે બ્રાન્ચ છે. પ્રશાંત સાવંતના આ સ્ટૂડિઓમાં માત્ર વરુણ ધવન, જેકલીન તથા અર્જુન કપૂર જ નહીં પરંતુ શાહરુખ ખાન, અજય દેવગન તથા અભિષેક બચ્ચન પણ આવે છે. સ્ટૂડિયો પર્સનલ ટ્રેનિંગ ઉપરાંત વીકલી ન્યૂટ્રિશીન કન્સલટન્સ તથા ડાયટ પ્લાન પણ બનાવી આપે છે. ‘સ્ટ્રીટ ડાન્સર 3D’ માટે વરુણ ધવનની બોડી ફેટ 18થી ઘટાડીને 8 કરવામાં આવી છે. આ માટે વરૂણ ધવને આ જ સ્ટૂડિઓના ટ્રેનર તથા ડાયટ પ્લાનનો ઉપયોગ કર્યો હતો.

2. નમ્રતા પુરોહિતનો ધ પીલાટે એન્ડ એટીટ્યૂડ ટ્રેનિંગ સ્ટૂડિયોઃ સારા અલી ખાન, જાહન્વી કપૂરઃ નમ્રતા પુરોહિતના પીલાટે સ્ટૂડિયો સાંતાક્રૂઝમાં આવેલો છે. અહીંયા સારા અથવા તો જાહન્વી જોવા જ મળે. અહીંયા આધુનિક પીલાટે કરવાના સાધનો છે. ઉપરાંત નાનકડું કિચન ગાર્ડન પણ છે. નમ્રતા દેશની લોકપ્રિય પીલાટે ટ્રેનર્સમાંથી આકે છે. કરીના કપૂર પણ અહીંયા જ પીલાટે માટે આવે છે.

3. એન્ટીગ્રેવિટીઃ શાહિદ કપૂરઃ બાંદ્રાના પાલી હિલ ખાતે આવેલા એન્ટીગ્રેવિટી જીમમાં શાહિદ કપૂર, મીરા રાજપૂત, ઈશાન ખટ્ટર તથા જાહન્વી કપૂર જોવા મળે છે. અહીંયા માત્ર મેમ્બર્સ ઓન્લી પર્સનલ ટ્રેનિંગ ક્લબ આવે છે. જ્યારે વ્યક્તિગત રીતે ફિટનેસ ગોલ પ્રમાણે વર્ક આઉટ કરાવવામાં આવે છે.

4. દિવા યોગાઃ મલાઈકા અરોરાઃ મલાઈકા અરોરાએ પોતાનું દિવા યોગા શરૂ કર્યું છે. અહીંયા નિયમિત રીતે યોગા ક્લાસિસ થતા હોય છે. મલાઈકાએ કહ્યું હતું કે થોડા વર્ષો પહેલાં તેને ઈજા થઈ હતી અને તેને યોગ કરવાની સલાહ આપવામાં આવી હતી.

5. સોહ્ફિટ જીમઃ આલિયા ભટ્ટઃ બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ સોહ્ફિટ જીમને સોહરાબ ખુશ્રુશાહી ચલાવે છે. સોહરાબ પૂર્વ વકીલ છે અને તેણે પોતાનું ફિટનેસ તથા વેલનેસ કંપની શરૂ કરી છે. વર્કઆઉટની સાથે-સાથે છ સર્વિસ પૂરી પાડે છે. આ ઉપરાંત 40 દિવસની ચેલેન્જ પણ આપે છે. આલિયા ભટ્ટ પોતાનું વર્કઆઉટ ખુશ્રુશાહી સાથે કરતી હોય છે.

6. ફ્લાયઝોન ફિટનેસઃ ટાઈગર શ્રોફ, દિશા પટનીઃ એક્શન ટ્રેનર, પાર્કોર એક્સપર્ટ તથા માર્શલ આર્ટિસ્ટ કુલદિપ શશીએ ફ્લાઈઝોન ફિટનેસ અંધેરીમાં ખોલ્યો છે. અહીંયા પાંચ આકર્ષક વર્કઆઉટ પ્રોગ્રામ્સ હોય છે. ટાઈગર શ્રોફ તથા દિશા પટની અહીંયા નિયમિત આવે છે.

7. યાસ્મીન બોડી ઈમેજઃ કેટરીના કૈફ, ક્રિતિ સેનનઃ યાસ્મીન કરાચીવાલાએ પોતાનો બોડી ઈમેજ સ્ટૂડિયો શરૂ કર્યો છે. તે સર્ટિફાઈડ પીલાટે ઈન્સ્ટ્રક્ટર છે. તે કેટરીના કૈફ તથા ક્રિતિ સેનનને પર્સનલ ટ્રેનિંગ આપે છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page