Only Gujarat

Bollywood

કાજોલે દીકરી સાથે કર્યું મેચિંગ, નણંદ ને ભાણીયાઓ સાથે કરી ધિંગા મસ્તી

મુંબઈઃ અજય દેવગન અને કાજોલે રક્ષાબંધનનો તહેવાર પરિવાર સાથે મનાવ્યો. આ પ્રસંગે કાજોલે દીકરી ન્યાસા સાથે મેચિંગ રંગનો ડ્રેસ પહેર્યો. માતા-પુત્રી બંને લાઈટ બ્લૂ કલરના સલવાર સૂટમાં નજર આવ્યા. બંનેના કૂર્તા ચિકનકારી હતા. જેની સાથે એક જેવો વ્હાઈટ પ્લાઝો પહેર્યો હતો. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે મે મહિનામાં અજય દેવગનના પિતા વીરુ દેવગનનું નિધન થયું હતું. પિતાના નિધન બાદથી અજય જ પૂરા પરિવારની જવાબદારી લઈ રહ્યો છે.

કાજોલના કૂર્તા પર જ્યાં લખનવી થ્રેડ વર્ક સાથે મોટા-મોટા ફૂલોનું વર્ક હતું તો ન્યાસાના કૂર્તા પર પોમ ડિટેઈલિંગ સાથે બૂટી પ્રિંટનું કામ હતું. બંનેએ મિનિમલ મેકઅપ સાથે સિલ્વર ચંકી ઝુમકા સાથે પોતાના લૂકને કમ્પલીટ કર્યો હતો. માતા-દીકરી બંને બેહદ ખૂબસૂરત લાગી રહ્યા હતા.

ઈન્સ્ટા સ્ટોરીમાં શેર કર્યા ફોટોસઃ કાજોલે પોતાની ઈન્સ્ટા સ્ટોરીઝમાં ફોટો શેર કર્યા છે. ફોટોમાં આખો દેવગન પરિવાર નજર આવી રહ્યો છે. આ મોકા પર અજય અને દીકરો યુગ પણ નજર આવ્યો. સાથે જ કાજોલના સાસુ, તેની નણંદ નીલમ અને નણંદના દીકરા પણ જોવા મળ્યો. અજયની બહેન ભાઈના ઘરે રક્ષાબંધન મનાવવા બંને દીકરા સાથે પહોંચી હતી. આ મોકા પર ન્યાસાએ પોતાના ત્રણેય ભાઈઓને રાખડી બાંધી.

માતાને સહારો આપતા જોવા મળ્યા અજયઃ રક્ષાબંધન પર આખા પરિવારે સાથે મળીને ખૂબ જ મસ્તી કરી. આ દરમિયાન ફોટો સેશન પણ કર્યું. આ મોકા પર અજય પોતાની માતાને સંભાળતા તો યુગ મસ્તીના મૂડમાં જોવા મળ્યો.

You cannot copy content of this page