Only Gujarat

Bollywood FEATURED

કરીના કપૂરની પ્રેગ્નન્સીના નવ મહિના પૂરા છતાંય શૂટિંગમાં છે સતત વ્યસ્ત

કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાનનો દીકરો તૈમૂર જ્યારે પણ જોવા મળે છે, ત્યારે તેની ક્યૂટનેસ લોકોનું દિલ જીતી લે છે. પિતા સૈફ અલી ખાન સાથે તૈમૂર બાન્દ્રામાં જોવા મળ્યો હતો. તેની મા કરીના કપૂર શૂટિંગમાં વ્યસ્ત હતી એટલે તૈમૂર તેના એકલો રમતો જોવા મળ્યો હતો. મહત્વની વાત એ છે કે, કરિનાને પ્રેગ્નેન્સીના નવ મહિના પૂર્ણ થયા છે ત્યારે આ મહિનામાં તે બીજા બાળકને જન્મ આપશે.

તૈમૂર અલી ખાન નિન્જા ટર્ટલ રમકડાં સાથે રમતો જોવા મળ્યો હતો. પહેલાં ફોટોગ્રાફરને જોઈ તૈમૂર રિએક્શન આપતો હતો, પણ મોટો થયાં પછી રિએક્શન આપતો નથી. આજકાલ તે ચૂપચાપ રહે છે.

સૈફ અલી ખાન થોડોક સિરિયરસ જોવા મળ્યો હતો. જ્યારે તેમના ફોટો ક્લિક કરવામાં આવ્યાં ત્યારે તે ફોનમાં વ્યસ્ત હતો.

ઉલ્લેખનીય છે કે, કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાન હાલમાં જ નવા ઘરમાં શિફ્ટ થયાં છે. બંને ફરીથી ઘરમાં નાનકડાં મહેમાનની તૈયારીમાં વ્યસ્ત છે.

આ મહિને કરીના કપૂર તેમના બીજા બાળકને જન્મ આપશે, પણ તે ઘરે આરામ કરવાની જગ્યાએ સતત કામ કરી રહી છે.

કરીના શૂટિંગ પુરું કર્યાં પછી જોવા મળી હતી.

સૈફ અલી ખાનની વાત કરીએ તો તે છેલ્લાં કેટલાક સમયથી પોતાની સિરીઝ તાંડવને લીધે વિવાદમાં છે. મુંબઈમાં તેમના ઘરની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે.

You cannot copy content of this page