Only Gujarat

Bollywood FEATURED

44,500ના ચપ્પલમાં જોવા મળી શ્રીદેવીની દીકરી ખુશી, જુઓ ફોટો

મુંબઈઃ દિવંગત એક્ટ્રસ શ્રીદેવી અને ફિલ્મમેકર બોની કપૂરની દીકરી ખુશી કપૂર પોતાના બૉલિવૂડ ડેબ્યુ માટે તૈયાર છે. બોની કપૂર પણ ખુશીના ડેબ્યુ અંગે પેતાની સ્પષ્ટા કરી ચૂક્યા છે. આ પચી સિનેમાપ્રેમીઓ માટે તે અપકમિંગ સ્ટાર બની ગઈ છે. હાલમાં જ ખુશી કપૂર મુંબઈના અંધેરી વિસ્તારમાં એક જિમની બહાર સ્પૉટ થઈ હતી.

44,500ના ચપ્પલ
ખુશીએ આ દરમિયાન સ્પોર્ટ્સ બ્રા પર વ્હાઇટ ટ્રાન્સપરન્ટ ટૉપ પહેર્યું હતું. બ્લેક ટ્રાઉઝર અને ટ્રેન્ડી સ્લીપર્સ સાથે ખુશી એથલીટ લાગી રહી હતી. પોતાના માબાઇલ ફોનને હાથમાં લઈ ખુશીએ ફોટોગ્રાફરને ઘણાં પોઝ આપ્યાં હતાં. ખુશીના સ્લીપર્સની કિંમત 44, 500 કહેવામાં આવી રહી છે.

જાહ્નવી કપૂરે ફિલ્મ ‘ધડક’થી ડેબ્યુ કર્યું હતું
ઉલ્લેખનીય છે કે, ખુશી પહેલાં તેમની બહેન જાહ્નવી કપૂર બોલિવૂડમાં ડેબ્યુ કરી ચૂકી છે. તેમણે ઇશાન ખટ્ટર સાથે ફિલ્મ ‘ધડક’થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મ હિટ હતી. આ ફિલ્મના ગીત પણ લોકોને ખૂબ જ પસંદ આવ્યાં હતાં.

ગયાં વર્ષે જાહ્નવી કપૂરની ફિલ્મ ‘ગુંજન સક્સેનાઃ ધી કારગિલ ગર્લ’ આવી હતી. જોકે, કોરોના મહામારીને લીધી સિનેમાઘર બંધ હતાં. એટલે આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ હતી.

પહેલાં એક્ટિંગનો કોર્સ કર્યો પછી કરિયર
એક ઇન્ટરવ્યૂમાં બોની કપૂરે કહ્યું હતું કે, ‘બૉલિવૂડમાં ડેબ્યુ પહેલાં તેમની દીકરી ખુશી અમેરિકામાં એક વર્ષનો એક્ટિંગનો કોર્ષ પુરો કરશે. આ પછી તે પોતાના એક્ટિંગ કરિયરની યાત્રા શરૂ કરશે.’ એવું કહેવામાં આવી રહ્યું છે કે, બોની ખુશીને પોતાના હોમ પ્રોડક્શનની ફિલ્મ આપી શકે છે.

You cannot copy content of this page