Only Gujarat

Bollywood FEATURED

પરિવારમાં સૌથી વધુ કમાણી કરે છે બિગ બી, 78 વર્ષેય કરે છે 12-12 કલાક કામ

બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન દેશમાં જ નહીં વિદેશોમાં પણ બહુ જ પોપ્યુલર સુપરસ્ટરમાંથી એક છે. અમિતાભ બચ્ચને પોતાની અદભુત એક્ટિંગ અને અવાજથી ફિલ્મોમાં જ નહીં પરંત ટીવી અને જાહેરાત ક્ષેત્રે નામ, ઈજ્જત અને પૈસા કમાયા છે. ક્યારેય દેવાળિયા થઈ ગયેલ અમિતાભ બચ્ચનની પાસે આજે અરબો રૂપિયાની પ્રોપર્ટી છે.

માર્ચ 2017માં મેગાસ્ટાર અમિતાભ બચ્ચને એ પણ જાહેરાત કરી હતી કે, તેમની પ્રોપર્ટી તેમના પુત્ર અભિષેક બચ્ચન અને પુત્રી શ્વેતા બચ્ચનને અડધી-અડધી વહેંચવામાં આવશે.

જયા બચ્ચને રાજ્યસભા ચૂંટણીમાં ફોર્મ ભરતાં હતાં ત્યારે સંપત્તિ બતાવવાની હતી તે દરમિયાન જયા બચ્ચન અને અમિતાભ બચ્ચનની પાસે 460 કરોડની અચળ સંપત્તિ છે અને બન્નેની ચળ સંપત્તિ 540 કરોડ રૂપિયા છે. વર્ષ 2012માં આપવામાં આવેલ સોગંદનામાની સરખામણી કરીએ તો બચ્ચન પરિવારની સંપત્તિમાં વધારો થયો છે. 2012માં તેમની 343 કરોડ રૂપિયા સંપત્તિ હતી.

અમિતાભ બચ્ચન અને જયા બચ્ચને જૂહુ-વિલે પાર્લે ડેવલેપમેન્ટ સ્કીમ (JVPD)માં પાંચ બંગલા છે, ‘પ્રતિક્ષા’ બચ્ચન દ્વારા ખરીદવામાં આવેલી પહેલી પ્રોપર્ટી છે. આ તે બંગલો છે જ્યાં સુપરસ્ટારના દિવંગત માતા-પિતા પણ રહેતા હતાં. આના કારણે બચ્ચનને આ બંગલો બહુ ગમે છે. તે ઘણીવાર સમય વિતાવવા માટે અહીં આવતાં હોય છે.

12 વાહનોના માલિક હોવા છતાં પણ પાવર કપલની પાસે 62 કરોડ રૂપિયાના દાગીના છે. ફોર વ્હીલર્સ વાહનોમાં મર્સિડીઝ, પોર્શ, રેન્જ રોવર, મિની કૂપર અને અન્ય વાહનોના માલિક છે.

જયા બચ્ચન અને બિગ બીની કુલ સંપત્તિ લગભગ 2800 કરોડ રૂપિયા છે.

પ્રતિભા અને જલસા સિવાય પણ આ દંપત્તિ ફ્રાંસ, ભોપાલ, પુણે અને અમદાવાદમાં પણ સંપત્તિના માલિક છે. તેમની પાસે ઘડિયાળ અને પેનના શોખીન છે એ પણ બહુ જ મોંઘી છે.

જયા બચ્ચનની પાસે લખનઉ તો અમિતાભ બચ્ચનની પાસે બારાબંકીમાં ખેતી લાયક જમીન પણ છે.

You cannot copy content of this page