મુંબઈઃ ટીવીની મોસ્ટ પોપ્યુલર સિરિયલ ‘બાલિકા વધૂ’માં જગ્યાનો રોલ પ્લે કરનાર અવિનાશ મુખર્જીએ ખુદને એક લક્ઝૂરિયસ કાર ગિફ્ટ કરી છે. આ ગિફ્ટ તેમણે ખુદના બર્થડે પર આપી છે. તેમણે કારની સાથેનો ફોટો તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. તે તેમની લક્ઝૂરિયસ કારની સામે સફેદ પઝામા કુર્તો પહેરીને ઊભો છે.
એટલું જ નહીં તેમણે ગૉગલ્સ પણ પહેર્યા છે. ઉલ્લેખનીય છે કે, 1 ઓગસ્ટ, 1997માં જન્મેલા અવિનાશે તેમની મર્સિડીઝ બેન્ઝ ખરીદી છે. આ કારની કિંમત 40 લાખ રૂપિયાથી લઈ 2.50 કરોડ રૂપિયા સુધી છે.
અવિનાશે લખ્યું
અવિનાશ મુખર્જીએ કારનો ફોટો શેર કરતાં લખ્યું કે, ‘મેં 10 વર્ષની ઉંમરમાં સિરિયલ ‘બાલિકા વધૂ’માં કામ કરવાનું શરૂ કર્યું હતું. સેટ પર મારા દરેક જન્મદિવસ યાદગાર રહ્યાં છે અને મારા માટે વિશેષ હતાં. હું ખુશ છું કે, મેં મારા પોતાના દમ પર પહેલી કાર ખરીદી છે. હું દરેકના પ્રેમ અને આશીર્વાદ માટે આભારી છું.’
એક વર્ષ થયું મોડું
અવિનાશે વધુમાં લખ્યું કે, ‘જ્યારે હું 7-8 વર્ષનો હતો, ત્યારે મેં મારા કઝિન ભાઈ શુભમ મુખર્જીને વાયદો કર્યો હતો કે, હું 21 વર્ષની ઉંમરમાં પોતાની પહેલી લક્ઝૂરિયસ કાર ખરીદીશ. મારે એક વર્ષ મોડું થયું પણ, મને ખુશી છે કે, મેં મારા ભાઈને આપેલો વાયદો પૂરો કર્યો. આ કાર હંમેશા મારા માટે ખાસ રહેશે.’
આ સિરિયલમાં કર્યં છે કામ
અવિનાશ મુખર્જીએ સિરિયલ ‘બાલિકા વધૂ’ ઉપરાંત ‘રામાયણ’, ‘ગુમરાહ’, ‘સંસ્કાર ધરોહર અપનો કી’, ‘ઇતના કરોના મુઝસે પ્યાર’, ‘પ્યાર તૂને ક્યાં કિયા’, ‘શક્તિ અસ્તિત્વ કે વિશ્વાસ કી’ જેવી સિરિયલમાં કામ કર્યું છે.