Only Gujarat

International

કોરોનાના વાયરસની રસીને લઈને આવી ખુશખબર, ક્યારે આવશે કોરોનાની રસી? જાણો

રશિયા ઓક્ટોબરથી કોરોના વાયરસ વિરુદ્ધ મોટો વેક્સીનેશન પ્રોગ્રામ શરૂ કરવા જઇ રહ્યો છે. રશિયાના સ્વાસ્થ્ય મંત્રી મિખૈલ મુરાશ્કોએ કહ્યું કે દેશના સ્વાસ્થ્ય અધિકારી વેક્સીનેશન પ્રોગ્રામની તૈયારી કરી રહ્યાં છે. સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે સૌથી પહેલા દેશના ડોક્ટરો અને શિક્ષકોને વેક્સીનનો ડોઝ આપવામાં આવશે.

રોયટર્સના રિપોર્ટ પ્રમાણે રશિયાના રેગ્યુલેટર્સ આ મહિના દેશની પ્રથમ કોરોના વાયરસ વેક્સીનને મંજુરી આપી શકે છે. જો કે ખુબ જ ઝડપથી વેક્સીન તૈયાર કરવા પર કેટલાક એક્સપર્ટે ચિંતા વ્યક્ત કરી છે.

આ પહેલા અમેરિકાના પ્રમુખ સંક્રામક રોગ વિશેષજ્ઞ એન્થની ફાઉચીએ કહ્યું હતું કે તેઓને લાગે છે કે રશિયા અને ચીન વેક્સીનનું ટેસ્ટીંગ કરી રહ્યાં છે. ફાઉચીએ કહ્યું હતું કે તેને નથી લાગતું કે અન્ય દેશ અમેરિકાથી પહેલા વેક્સીન તૈયાર કરી શકશે અને અમેરિકાને તેમના પર નિર્ભર રહેવું નહીં પડે.

દુનિયાભરમાં કોરોના વાયરસની 20થી વધુ વેક્સીન પર કામ ચાલી રહ્યું છે. તો રશિયાના સ્વાસ્થ્ય મંત્રી મિખૈલ મુરાશ્કોનું કહેવું છે કે મોસ્કોમાં સ્થિત ગમલેયા ઇન્સ્ટીટ્યુટે રશિયા વેક્સીનનું ક્લિનિકલ ટ્રાયલ પૂર્ણ કરી લીધું છે અને હવે પેપરવર્કનું કામ ચાલી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે રશિયામાં અત્યારસુધી કોરોના વાયરસના 845,443 કેસ સામે આવી ચૂક્યા છે અને 14,058 લોકોના મૃત્યુ થઇ ચૂક્યા છે. તો દુનિયામાં કોરોના વાયરસ પોઝિટિવ લોકોની સંખ્યા 1.8 કરોડથી વધુ થઇ ચૂકી છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page