Only Gujarat

International

પુરૂષો જેવી જ દેખાય છે આ મોટી મહિલા, મોઢા પર છે 30 સેમી લાંબી દાઢી અને મોટી મૂછો

આજકાલ પુરુષોમાં દાઢી રાખવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. ઘણા લોકોની દાઢી એટલી લાંબી છે કે ઘણા રેકોર્ડ બની ગયા છે. પરંતુ શું તમે ક્યારેય લાંબી દાઢી અને મોટી મૂછવાળી મહિલા જોઈ છે? ભાગ્યે જ જોવા મળે છે… આજે અમે તમને એક એવી મહિલા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેની દાઢી દુનિયાની કોઈપણ મહિલા પાસે નથી. પુરૂષો જેવી દેખાતી આ મહિલા આજકાલ ચર્ચામાં છે. તેમનું નામ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધાયેલું છે. આવો જાણીએ આ દાઢીવાળી મહિલા વિશે…

38 વર્ષની દાઢીવાળી મહિલા
અમેરિકાના મિશિગનની એરિન હનીકટ નામની 38 વર્ષની મહિલા લગભગ બે વર્ષથી દાઢી વધારી રહી છે. હવે તેની દાઢી 30 સેમી વધી ગઈ છે. તેણે સૌથી લાંબી દાઢી સાથે જીવિત મહિલાનો રેકોર્ડ તોડ્યો છે. આ પહેલા આ રેકોર્ડ અમેરિકાની વિવિયન વ્હીલર નામની 75 વર્ષની મહિલાના નામે હતો, જેની દાઢી 25.5 સેમી હતી.

મહિલાનો દાઢીનો શોખ કે મજબૂરી
ગિની બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અનુસાર એરિનની દાઢી સંપૂર્ણપણે કુદરતી છે. તેને વધારવા માટે તેણે કોઈપણ પ્રકારની સારવાર કે સપ્લિમેન્ટ લીધું નથી. એરિનની દાઢી વધવા પાછળનું કારણ પોલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમ (PCOS) છે. આ એક રોગ છે જે હોર્મોનલ અસંતુલનને કારણે થાય છે. તે અનિયમિત પીરિયડ્સ, વજનમાં વધારો, વંધ્યત્વ અને વધુ પડતા વાળનું કારણ બની શકે છે.

આ મહિલાના ચહેરા પર 13 વર્ષની ઉંમરથી દાઢી
એરિન કહે છે કે, જ્યારે તે 13 વર્ષની હતી ત્યારે તેના ચહેરાના વાળ વધવા લાગ્યા હતા. આ અનિચ્છનીય વાળ દૂર કરવા માટે તેણે ઘણી રીતો પણ અજમાવી. શેવિંગ, વેક્સિંગ અને વાળ દૂર કરવા જેવા ઉત્પાદનોનો પ્રયાસ કર્યો પરંતુ કોઈ ફાયદો થયો નહીં. ઈરિને જણાવ્યું કે તે દાઢી સાફ કરવા માટે દિવસમાં ઓછામાં ઓછા 3 વખત શેવ કરતી હતી, પરંતુ જ્યારે તેની આંખોની રોશની ઓછી થવા લાગી ત્યારે તેને શેવ કરવાનું બંધ કરવું પડ્યું.

એરિન હનીકટ આ સમસ્યાઓ સાથે સંઘર્ષ કરી રહી છે
એરિનને PCOS ઉપરાંત અન્ય ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ છે. પાંચ વર્ષ પહેલા 2018માં તેને પગમાં ઇજા થતાં એક અઠવાડિયા માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં પગમાં નેક્રોટાઈઝિંગ ફાસિસાઇટિસ હતો. આ કારણે તેના શરીરના પેશીઓનો કેટલોક ભાગ મૃત થઈ ગયો હતો અને તેના પગમાં સેપ્ટિક-ગેંગ્રીન થઈ ગયું હતું. જેના કારણે પગનો નીચેનો ભાગ પણ કાપવો પડ્યો હતો. થોડા સમય પછી તેને સ્ટ્રોક આવ્યો અને તેમની આંખોની રોશની પણ ઓછી થવા લાગી. આટલું હોવા છતાં તે જીવન પ્રત્યે ખૂબ જ સકારાત્મક દ્રષ્ટિકોણ ધરાવે છે. હવે વર્લ્ડ રેકોર્ડ બનાવીને ખૂબ જ ખુશ છું.

You cannot copy content of this page