Only Gujarat

FEATURED International

કોરોનાકાળમાં ધરતી પર આવી રહી છે એક પછી એક મુસીબતો, હવે સૂરજમાં થઈ મોટી હલચલ

વોશિંગ્ટનઃ 11 વર્ષ સુધી આપણો સૂરજ લૉકડાઉનમાં હતો. હવે તે જાગ્યો છે. તેમાં એક મોટું સનસ્પૉટ દેખાયું છે. એટલે કે સૌર ધબ્બો. આ ધબ્બો એટલો મોટો છે કે તેમાંથી નિકળનારી સૌર જ્વાળાઓ ધરતીને નુકસાન પહોંચાડી શકે છે. આ સૌર જ્વાળાઓના કારણે ધરતી પરની સંચાર વ્યવસ્થાને નુકસાન પહોંચી શકે છે. સેટેલાઈટ કમ્યુનિકેશન પર અસર પડી શકે છે. નેવિગેશન વગેરેમાં સમસ્યા આવી શકે છે એટલે કે હવાઈ અને સમુદ્રી વાહન વ્યવહારમાં સમસ્યા આવી શકે છે.

વૈજ્ઞાનિકોએ પણ આ વાત માની છે કે દર 11 વર્ષે સૂરજની સપાટીમાં ઘણા ફેરફાર થાય છે. છેલ્લા 11 વર્ષોથી તે શાંત હતો, પરંતુ હવે તેમાં હલચલ થઈ રહી છે. હાલમાં જ સૂરજમાં એક મોટો ધબ્બો દેખાયો છે.  વિશાળ ધબ્બાઓને સન સ્પૉટ કહે છે. સમસ્યા એ છે કે આ મોટો સન સ્પૉટ આપણી ધરતીની આસપાસ ફરતો દેખાઈ રહ્યો છે, જેમાંથી નિકળતી જ્વાળાઓ ધરતી માટે સમસ્યા બની શકે છે.

આ સન સ્પૉટને AR2770 નામ આપવામાં આવ્યું છે. આવનારા દિવસોમાં તેનો આકાર મોટો થઈ શકે છે. સ્પેસવેધર ડૉટકૉમના રિપોર્ટ અનુસાર આ સન સ્પૉટમાંથી ઘણી બધી નાની નાની જ્વાળાઓ પહેલેથી જ નિકળી ચૂકી છે. ધરતીની તરફ ફરતા જ આ સનસ્પૉટે પૃથ્વીના વાયુ મંડળમાં આયનીકરણની લહેર પેદા કરી છે. પરંતુ અત્યાર સુધીમાં કોઈ મોટી ઘટના નથી બની. સૂરજ પર બનતા સન સ્પૉટ કાળા ધબ્બા હોય છે, જે અંતરિક્ષમાં બનતા તારાઓની તુલનામાં ઘણા ઠંડા હોય છે, પરંતુ તેમનું ચુંબકીય ક્ષેત્ર વધારે હોય છે. જે એટલું વધારે હોય છે કે તે વિશાળ માત્રામાં ઊર્જા કાઢે છે. આ ઊર્જા સૌર જ્વાળા કે સોલર ફ્લેર જેવી દેખાય છે.

સોલર ફ્લેર્સને સૌર તોફાન(Solar Storm) કે કોરોનલ માસ ઈજેક્શન પણ કહેવામાં આવે છે. અનેક વાર સન સ્પૉટનો આકાર 50 હજાર કિલોમીટરનો પણ હોય છે, જેની અંદર સૂરજના ગરમ પ્લાઝમાના પરપોટા પણ નિકળે છે, જેના વિસ્ફોટથી સૉલર ફ્લેર્સ પણ નિકળે છે. સૂરજમાં મળેલા આ ધબ્બાની પહેલી તસવીર અમેરિકાના ફ્લોરિડામાં રહેતા શોખથી એસ્ટ્રોનૉમર બનેલા માર્ટિન વાઈઝે ખેંચી છે. આ ધબ્બો મંગળ ગ્રહ જેટલો છે. જેની અંદર પર અનેક ધબ્બા છે. જે ચંદ્રની સપાટી પર આવેલા ખાડાઓ જેવા દેખાય છે.

નેશનલ ઓસિએનિક એન્ડ એટમૉસ્ફિયરિક એડમિનિસ્ટ્રેશનસનું કહેવું છે કે આ સૌર તોફાન અંતરિક્ષમાં વહેતી ઈલેક્ટ્રોમેગ્નેટિક ધારામાં ફેરફાર કરી શકે છે. સાથે જ ધરતીની ચારે તરફની ઈલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્મમાં ઈલેક્ટ્રૉન્સ કે પ્રોટૉન્સને વધારી કે ઘટાડી શકે છે, જેનાથી ધરતીની સંચાર સિસ્ટમ પર અસર પડી શકે છે.

You cannot copy content of this page