Only Gujarat

FEATURED International

એક વિધવાના એક શાપને કારણે મહેલ જેવડું આ આલિશાન ઘર મફત પણ ખરીદવા લોકો તૈયાર નથી!

લંડનઃ જો આપ એવું માનતો હો કે અંધવિશ્વાસ અને શ્રાપ જેવી વાતો માત્ર ભારતમાં જ સાંભળવા મળે છે. તો આપ ખોટું વિચારો છો. એવા અનેક દેશો છે. જ્યાં લોકો આવી વાત પર વિશ્વાસ કરે છે. લોકો પ્રોપર્ટી ખરીદતા પહેલા તે જગ્યાની હિસ્ટ્રી ચેક કરે છે અને જો તેને કંઇપણ ગરબડ લાગે તો તે પ્રોપર્ટી ખરીદવાનો વિચાર માંડી વાળે છે. આવા જ એક શ્રાપની ચર્ચાના કારણે યૉર્કશાયરમાં બનેલું એક આલિશાન ઘર 17 વર્ષથી કોઇ ખરીદતું નથી. લોકોનું માનવું છે કે આ ઘરની અંદર પ્રવેશતાં જ જાણે જિંદગીની ખુશી મરી જાય છે અને દુ:ખોના પહાડ તૂટી પડે છે. આ કારણથી આ આલિશાન ઘર 17 વર્ષથી બંધ હાલતમાં ખાલી પડ્યું છે. જેના ખરીદનાર કોઇ નથી. કહેવાય છે કે આ ઘરને એક વિધવાનો શ્રાપ છે. જેના કારણે આ ઘર શ્રાપિત છે.

17 વર્ષ પહેલા આ મકાનના માલિકે આ મકાને જે હાલતમાં છોડ્યું હતું. આજે પણ આ મકાન એ જ હાલતમાં છે. ઘરની અંદર પ્રવેશતા જ જાણે એવું લાગે કે આપણે 17 વર્ષ પાછળ જતાં રહ્યાં. ફોટોગ્રાફરે આ મકાનની તસવીર લોકોની સામે રાખી છે. ઘર 17 વર્ષથી બંધ હોવાથી ખંડેર બની ગયું છે. તેની દીવાલ પર પણ ઘાસ ઉગી નીકળું છે. આ સાથે ઘરની અંદર ધૂળ જામી ગઇ છે. તેમજ કરોડિયાના મોટા મોટા જાળાના કારણે કોઇ ભૂતિયા બંગલા જેવું જ દેખાય છે.


સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર લોસ્ટ પ્લેસસ ફોરગોટિન ફેસેસ નામના પેઝ પર ઘરના ફોટો પોસ્ટ કરવામાં આવ્યાં છે. જેને જોતા આપને લાગશે કે આપ 17 વર્ષ પાછળ ફ્લેશબેકમાં જતાં રહ્યાં. ઘરના દરવાજા પર હજુ પણ કોટ ટાંગેલા છે. જેના પર ઘૂળ જામી ગઇ છે. જો બાથરૂમમાં પણ કેટલીક વસ્તુ વર્ષો પહેલા ઉપયોગ કરીને છોડી દીધી હોય તે જ હાલતમાં પડી છે.

યૉોર્કશાયર લાઇવની રિપોર્ટ મુજબ, આ ઘર જે શખ્સનું હતું તેના મોત બાદ તેમની વિધવા અહીં એકલી રહેતી હતી. જો કે પતિના વિરહમાં રડી રડીને તેમને જીવ આપી દીધો. 2003માં તેમની પત્નીનું પણ મોત થઇ ગયું. ત્યારથી આ ઘર વેરાન પડ્યું છે.અહીં ક્યારેય કોઇ આવતું જતું નથી. આ ઘરને લોકો અપશુકનિયાળ માનવા લાગ્યાં છે.

વિધવા મહિલાનો એકનો એક દીકરો હવે આ ઘરનો માલીક છે. તેમણે આ ઘર વેચવાનો નિર્ણય કર્યો છે. પરંતુ કોઇપણ આ અપશુકનિયાળ ઘરને ખરીદવા માટે તૈયાર થતું નથી. તેમને આશા છે કે ફોટો સોશિયલ મીડિયા પર જોયા બાદ કદાચ કોઇ આ મકાન ખરીદવા માટે તૈયાર થઇ જાય પરંતુ લોકોએ ફોટો જોઇને ભૂતિયા બંગલા જેવી નેગેટીવ કમેન્ટ જ કરી છે.

કેટલાક લોકો એવા પણ હતા જેમણે આ મકાનને ખરીદવાની તૈયારી બતાવી હતી પરંતુ અંદર પ્રવેશતા જ તેમને નકારાત્મક ઉર્જાનો અહેસાસ થતાં મકાન ખરીદવાનો વિચાર માંડી વાળ્યો. હવે જોવાનું એ રહ્યું કે, વિધવાના શ્રાપના કારણે આ મકાન ક્યાં સુધી અપશુકનિયાળ બની રહેશે અને કોઇ તેમને ખરીદવા આગળ નહીં આવે. જો કે હજું સુધી જો કોઇએ પણ આ મકાનને ખરીદવામાં રસ નથી દાખવ્યો.

You cannot copy content of this page