Only Gujarat

FEATURED National

કોરોનાગ્રસ્ત પિતાનું હોસ્પિટલમાં ત્રીજા દિવસે મોત, દીકરાને એમ જ હતું કે હજી ચાલે છે સારવાર

ઈન્દોરઃ મધ્ય પ્રદેશના સૌથી મોટી હોસ્પિટલ મહારાજ યશવંત રાવ (એમવાયએચ)માં બેદરકારીની મોટી ઘટના સામે આવી છે, જેમાં 54 વર્ષીય તાનાજીનો મૃતદેહ હવે સોંપાયો છે. જ્યારે તેમનું નિધન 10 દિવસ અગાઉ થઈ ચૂક્યું છે. 10 દિવસ અગાઉ તેમના નિધન બાદ મૃતદેહ મહારાજ તુકોજી રાવ હોસ્પિટલ (એમટીએચ) ખાતે મોકલવામાં આવ્યો હતો પરંતુ પરિવારજનોને તેની જાણ કરવામા આવી નહોતી. તેઓ તો સમજતા હતા કે તાનાજીની સારવાર ચાલી રહી છે, શુક્રવારે શબઘરમાંથી મૃતદેહ મળ્યા બાદ પરિવારજનોને જાણ કરવામા આવી. પરિવારજનોએ આવી ઘણો હોબાળો કર્યો અને અંતે મૃતદેહ લઈ ગયા. એમવાયએચના શબઘરમાં 15 સપ્ટેમ્બરે હાડપિંજર અને 17 સપ્ટેમ્બરે 2.5 મહિનાના બાળકનો મૃતદેહ મળ્યો હતો. ઈન્દોરમાં શુક્રવાર, 18 સપ્ટેમ્બરના રોજ સૌથી વધુ 408 કેસ નોંધાયા હતા, જ્યારે 7 લોકોના મોત થયા હતા.

6 સપ્ટેમ્બરે દાખલ થયા, 9 સપ્ટેમ્બરે મોત થયુંઃ તાનાજીના પરિવારજનો તેમને 6 સપ્ટેમ્બરે સાંજે 4.30 કલાકે સારવાર માટે લાવ્યા હતા. 9 સપ્ટેમ્બરે તેમનું નિધન થયું. તે પછી સ્ટાફે તેમના મૃતદેહ પેક કરી શબઘરમાં મોકલી દીધો. જે પછી કોઈએ તેમના પરિવારજનોને જાણ કરી નહીં. શબઘરમાંથી મૃતદેહ મળ્યા બાદ એક-એક મૃતદેહની તપાસ કરવામા આવી રહી છે, આ દરમિયાન જ તાનાજીના મોતની ઘટના પણ સામે આવી. જે દિવસે મૃતદેહ હોસ્પિટલના શબઘરમાં પહોંચાડવામા આવ્યો ત્યારે પોલીસને માત્ર મૃતકના પરિવારજનોની શોધ કરવા અંગે જાણ કરાઈ હતી.


હેડ કોન્સ્ટેબલ નારાયણ સિંહે જણાવ્યું કે, ‘અમે 9 સપ્ટેમ્બરે નોંધ કરી લીધી, પરંતુ પરિવારજનોના નામ કે એડ્રેસની હોસ્પિટલ તરફથી માહિતી આપવામાં આવી નહીં. શુક્રવારે એમવાયએચમાંથી ફોન નંબર મેળવી પરિવારજનોને બોલાવવામાં આવ્યા. દીકરા અને પત્ની મૃતદેહ લઈ જતા રહ્યાં.’ પરિવારજનોએ હાલ આ મામલે કંઈપણ કહેવાનો ઈન્કાર કર્યો હતો.


જે હાડપિંજર મળ્યું તે 23 ઓગસ્ટે આવેલા 3 અજ્ઞાત મૃતદેહોમાંથી એકનું હોવાનું સામે આવ્યું. આ હાડપિંજર 60 વર્ષીય વૃદ્ધનો હતો. અન્ય 2 અજ્ઞાત મૃતદેહના અંતિમ સંસ્કાર થઈ ચૂક્યા હતા. જોકે બાકી રહેલ ત્રીજા મૃતદેહ અંગે ધ્યાન ના અપાતા તે હાડપિંજરમાં ફેરવાયું.

હોસ્પિટલે કર્યો લૂલો બચાવઃ – દર્દીના પરિવારજનોને 9 સપ્ટેમ્બરે જાણ કરી હતી પરંતુ ના આવતા મૃતદેહ શબઘરમાં મોકલી દીધો. પરિવારજનોએ સંપર્ક ના કર્યો. શુક્રવારે જાણ કરી તો આવ્યા. – હોસ્પિટલમાં નામ રજીસ્ટર કરવા મામલે ભૂલ થઈ, પરિવારજનો આવ્યા હતા પરંતુ નામની ભૂલના કારણે દર્દીને ક્યાં રાખ્યા છે તે જાણી શકાયું નહીં. – દર્દીના પરિવારજનો ક્વોરેન્ટાઈનમાં હતા. તેથી સૂચના મળ્યા બાદ પણ તેઓ આવ્યા નહીં. ક્વોરેન્ટાઈનનો સમય પૂર્ણ થતા તેઓ આવી ગયા. – સત્તાવાર રીતે કોઈ કંઈપણ કહેવા તૈયાર નથી, જોકે ઓફ ધ રેકોર્ડ તમામ જવાબદારો અલગ-અલગ વાત કહી રહ્યાં છે.

તંત્ર-હોસ્પિટલ વચ્ચે સંકલનનો અભાવઃ – વાસ્તવમાં 2016થી મડદાઘરનો કોઈ ઈન્ચાર્જ નથી. અજ્ઞાત મૃતદેહના નિકાલ અંગે કોઈ સિસ્ટમ નથી. આ ઉપરાંત તંત્ર અને હોસ્પિટલ વચ્ચે સંકલનનો અભાવ છે. કોરોનાને કારણે મૃતદેહો વધતા હવે યુનિટ ફ્રિઝર (16 મૃતદેહો માટે)ની ડિમાન્ડ કરવામા આવી છે. – મૃતદેહ 10 દિવસ આપવાની ઘટના અને હાડપિંજર મળવાની ઘટનામાં 9 લોકોની બેદરકારી સામે આવી છે. જે પછી કમિશ્નર ડૉ. પવન કુમાર, ડૉ. જ્યોતિ બિંદલ અને સુપરીટેન્ડેન્ટ ડૉ. પીએસ ઠાકુરને શોકૉઝ નોટિસ ફટકારવામાં આવી છે. એમએલસી ઈન્ચાર્જ ડૉ. દીપક ફણસેની 4 વેતનવૃદ્ધિ અટકાવવામાં આવી છે. 4 ડ્યૂટી બોયને સસ્પેન્ડ કરવામા આવ્યા છે. આ ઉપરાંત પોસ્ટમોર્ટમ થયા બાદ અંતિમ સંસ્કાર ના કરાવનારા એસઆઈ મનિષ ગુર્જર અને કોન્સ્ટેબલ દીપક ધાકડને એસપીએ સસ્પેન્ડ કરી દીધા છે.

You cannot copy content of this page