Only Gujarat

Bollywood

તો શું અંકિતા લોખંડે સાથેના બ્રેકઅપ બાદ સુશાંત એક્ટ્રેસ ક્રિતિ સેનને કરવા લાગ્યો હતો પ્રેમ?

મુંબઈઃ સુશાંતસિંહ રાજપૂત મોત મામલે ઈડી, સીબીઆઈ અને એનસીબી તપાસ કરી રહી છે. એનસીબીએ ડ્રગ્સના એક કેસમાં સુશાંત કેસમાં મુખ્ય આરોપી મનાતી રિયા ચક્રવર્તીની ધરપકડ કરી છે. રિયા હાલ મુંબઈની ભાયખલા જેલમાં છે. તેને કોર્ટે 14 દિવસની ન્યાયિક અટકાયતમાં મોકલી દીધી છે. આ કેસમાં દરરોજ થઈ રહેલા નવા ખુલાસા પ્રમાણે અભિનેત્રી લીઝા મલિકે દાવો કર્યો છે કે સુશાંતસિંહ રાજપૂત અને કૃતિ સેનન ભલે ના પાડતા રહ્યાં પરંતુ તેઓ એકબીજાને ડેટ કરતાં હતાં.

લીઝાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે બંને સાથે ખુશ દેખાતાં હતાં. લીઝાનો સુશાંત સાથે પ્રોફેશનલ સંબંધ હતો. તેણે કહ્યું કે બંનેને એક બર્થડે પાર્ટીમાં ખુશ દેખાતાં જોયાં હતાં.


લીઝાએ કહ્યું હતું કે તે સુશાંતને લગભગ અઢી વર્ષ પહેલાં મળી હતી. ત્યારે તે કૃતિની સાથે હતો. કૃતિની બર્થડે પાર્ટી હતી. બાંદ્રા ક્લબમાં સેલિબ્રેશન હતું. સુશાંત હંમેશાંથી જ એક ચાર્મિંગ વ્યક્તિ હતો, જે કોઈ પણ પાર્ટીમાં લોકોના ચહેરા પર સ્માઇલ લઈ આવતા હતા. અમારા ઘણા કોમન મિત્રો હતા જેમ કે મહેશ શેટ્ટી.


વધુમાં લીઝાએ કહ્યું હતું કે તે મસ્ત અને પ્રેમાળ માણસ હતો. તેનું સેન્સ ઓફ હ્યૂમર કમાલનું હતું. જ્યારે લીઝાને પૂછવામાં આવ્યું કે સુશાંત અને કૃતિ તેને કપલ જેવાં કેમ લાગતાં હતાં? તો તેના પર લીઝાએ જવાબ આપ્યો હતો કે જ્યારે પબ્લિક ગેંધરિંગ અથવા કોઈ બર્થ ડે પાર્ટી હોય તો હંમેશાં હોસ્ટ બીઝી રહે છે. એટલે કૃતિ પાર્ટીમાં ગેસ્ટ લોકોને એટેન્ડ કરી રહી હતી.


લીઝાએ કહ્યું કે તેણે જોયું હતું કે સુશાંત ખુબ જ ખુશ હતો અને ડાંસ કરતો હતો. ડ્રિંક લેતો હતો અને બધા સાથે વાતચીત કરતો હતો. લીઝાએ કહ્યું કે ભલે તમે બૂમો પાડીને દુનિયાને બતાવો કે અમે ડેટિંગ નથી કરી રહ્યા પરંતુ સ્પાર્કથી બધું સમજાય જતું હોય છે. લીઝાએ કહ્યું કે જો કોઈ અસલી હોસ્ટ સાથે હોસ્ટ બનવાની કોશિશ કરી રહ્યું હોય તો કંઈક તો વાત હશે જ. અમને બધાને ખબર હતી કે બંને સાથ છે. ભલે એ ગમે તેટલો ઇન્કાર કરી લે.


ઉલ્લેખનીય છે કે સુશાંત અને કૃતિએ ક્યારેય તેમના રિલેશનશીપની વાતને કન્ફર્મ કરી નથી. બંનેએ 2017માં ‘રાબ્તા’ ફિલ્મમાં સાથે કામ કર્યું હતું. આ પહેલાં સારા અલી ખાન સાથે પણ સુશાંતનું નામ જોડાયું હતું. બંનેને લઈને વાતો થતી હતી કે તેઓ હંમેશાં ફાર્મહાઉસમાં પાર્ટી કરતાં હતાં.

You cannot copy content of this page