Only Gujarat

FEATURED National

હવે સુશાંત સિંહ રાજુતના ભાઈને હાર્ટ અટેક આવ્યો

બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના પિતરાઇ ભાઇ અને નીરજ સિંહ બબલુને હાર્ટ એટેક આવ્યો છે. તેમને પટનાની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તેમની સારવાર કરવામાં આવી રહી છે. પરિવારના સભ્યોનું કહેવું છે કે હાલ તેમની સ્થિતિ સુધારા પર છે. જણાવી આપીએ કે તે સુપૌલ જિલ્લાના છાતાપુરથી ભાજપના ધારાસભ્ય છે અને આ વખતે પણ ચૂંટણી લડી રહ્યા છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર એવું કહેવામાં આવી રહ્યું છે કે ભાજપના ધારાસભ્યને બુધવારે સાંજે હાર્ટ એટેક આવ્યો હતો, ત્યારબાદ મોડી રાત્રે તેમને પટણા લાવવામાં આવ્યા હતા. જ્યાં તેમની હાલત હવે સુધરી રહી છે.

સાથે જણાવવાનું કે નીરજસિંહ બબલુ તેના પિતરાઇ ભાઇ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ કેસમાં પણ ખૂબ સક્રિય હતા. સુશાંત સિંહ રાજપૂતની અંતિમ વિધિમાં ભાગ લેવા તેઓ મુંબઇ પણ ગયા હતા.

ધારાસભ્ય નીરજસિંહે તેમના પિતરાઇ ભાઇ સુશાંત સિંહના મોત અંગે સીએમ નીતીશ સાથે ઘણી વાર મુલાકાત પણ કરી હતી અને સીબીઆઈ તપાસની માંગ પણ કરી હતી.

જણાવી દઈએ કે ભાજપના ધારાસભ્ય નીરજકુમાર સિંહ બબલુ ચાર વખતથી ધારાસભ્ય છે. 2005થી સતત તેઓ છાતાપુરના ધારાસભ્ય રહ્યા છે. આ વખતે પણ તેઓ આ જ બેઠક પરથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે.

ગત ચૂંટણીમાં તેમણે આરજેડીના ઉમેદવાર ઝહુર આલમને ઉગ્ર હરીફાઈમાં હરાવ્યા હતા. ગત વખતે તેમને 75 હજાર 697 અને આરજેડીના ઉમેદવારને 64 હજાર 405 મત મળ્યા હતા.

You cannot copy content of this page