Only Gujarat

FEATURED National

આ રાજવીઓ સામે ભલભલા ઉદ્યોગપતિઓ પડે ટૂંકા, આવા હતા નવાબી શોખ

જ્યારે પણ આપણે ભારતના સમૃદ્ધ પરિવારોની વાત કરીએ છીએ, ત્યારે પહેલું નામ ટાટા, બિરલા અથવા અંબાણીનું આવે છે. આ બધા બેશુમાર સંપત્તિના માલિક છે, પરંતુ શું તમે જાણો છો કે ભારતમાં ઘણા રાજવી પરિવાર હતા જેની પાસે આ બધા લોકો કરતા ઘણી સંપત્તિ હતી. આજે પણ, તેમના વંશજો તેમની બેહિસાબ સંપત્તિ માટેના ભાગલાના પૈસા પાછળ છે. ભારતમાં ઘણા શ્રીમંત નવાબો હતા, જેમના સામ્રાજ્ય, શાનો શૌકત અને રિયાસીની વાર્તાઓ હજી પણ રસિક લાગે છે. ચાલો આપણે જાણીએ આવા કેટલાક નવાબો વિશે, જેઓ આજના ટાટા, બિરલા અને અંબાણી કરતા વધુ શ્રીમંત હતા, અને તેમના શોખ એવા કે, સાંભળીને આંખો ખુલ્લી રહી જાય.

હૈદરાબાદના પૂર્વ નિઝામ ઉસ્માન અલી ખાન, માત્ર ભારત જ નહીં પરંતુ વિશ્વના સૌથી ધનિક માણસોમાં ગણાય છે. અહેવાલો અનુસાર, હૈદરાબાદના નિઝામની 1886-1967માં કુલ 236 અબજ ડોલરની સંપત્તિ હતી. એવું કહેવામાં આવે છે કે, નિઝામ 20 કરોડ ડોલર એટલે કે 1340 કરોડ રૂપિયાની કિંમતવાળો હીરાનો યૂઝ પેપરવેઇટ તરીકે કરતા હતા.

એવું કહેવામાં આવે છે કે આટલા શ્રીમંત હોવા છતાં નિઝામ ખૂબ જ કંગાળ વ્યક્તિ હતા. તેણે ક્યારેય પ્રેસ કરેલાં કપડા પહેર્યા નથી. તેમણે એક જ ટોપીને 35 વર્ષ સુધી પહેરી હતી અને ટીનની પ્લેટમાં ખાતા હતા. નવાબી ગયા પછી પણ તેમની 9 પત્નીઓ, 42 મશુકાઓ, 200 બાળકો અને 300 નોકરો હતાં.

મુહમ્મદ આમિર મહમદ ખાન યુપીના સીતાપુર જિલ્લાના હતા. એક સમયે આ જિલ્લામાં તેના પૂર્વજોનું રજવાડું હતું. આ રજવાડાનું નામ મહમુદાબાદ હતું. મહમુદાબાદ રજવાડાની પાસે ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં 3 હજાર કરોડની સંપત્તિ છે.

મહમૂદાબાદ રજવાડું અવધના નવાબો હેઠળ ચાલતું હતુ. 1957માં, તેમના પિતા ભારત છોડીને પાકિસ્તાન ગયા. જો કે, તેમના બેગમ સહિતના પરિવારના કેટલાક સભ્યો અહીં રોકાયા હતા.

જૂનાગઢના નવાબ મુહમ્મદ મહાબત ખાનજી એવા નવાબ હતા, જેઓ પોતાના લોકોને છોડીને પાકિસ્તાન ભાગી ગયા હતા. જોકે તેની સંપત્તિ અને શોખની વાતો આજે પણ પ્રખ્યાત છે.

એવું કહેવામાં આવે છે કે નવાબ મુહમ્મદ મહાબત ખાનજીને પ્રાણીઓનો ખૂબ શોખ હતો. તે વિશ્વભરમાંથી ખર્ચાળ પ્રાણીઓ લાવીને પાળતા હતા. તેણે આજીવન 300 કુતરાઓ પાળ્યા હતા. તેમણે પોતાના પ્રિય કૂતરાઓના જન્મદિવસની ઉજવણી કરી હતી અને તેમના લગ્ન કરાવ્યા હતા.

અવધના નવાબ, મુહમ્મદ યાહિયા મિર્ઝા અસફ ઉદ દૌલા તેમની સંપત્તિ તેમજ ઉમદા નિયતી માટે જાણીતા છે. 1738માં, તેના રજવાડામાં ભારે દુકાળ પડ્યો. લોકોને દુષ્કાળથી બચાવવા તેઓએ ઈમામવાડા બનાવવાનું શરૂ કર્યું. આનાથી લોકોને રોજગાર મળ્યો અને લોકો ભૂખમરાથી મરતા બચી ગયા હતા.

લખનૌમાં બનેલો મોટો ઇમામવાડો આજે પણ ખૂબ પ્રખ્યાત છે. તે ભૂલ ભુલૈયા તરીકે પણ ઓળખાય છે.

You cannot copy content of this page