Only Gujarat

Sports

વિરાટ કોહલીની હાર બાદ પ્રેગ્નેન્ટ અનુષ્કા શર્માનો ઉતરી ગયો ચહેરો, આ રહી તસવીરો

સ્પોર્ટ્સ ડેસ્કઃ આઈપીએલની 13મી સિઝનના એલિમિનેટર મેચમાં રૉયલ ચેલેન્જર્સ બેંગલુરુની હાર થયાં પછી ફેન્સની સાથે-સાથે વિરાટની પત્ની પણ ઉદાસ દેખાઈ રહી હતી. ટીમને સપોર્ટ કરવા આવેલી અનુષ્કા મેચ દરમિયાન કોહલીની વિકેટ પડતાં માયૂસ થઈ ગઈ હતી. શુક્રવારે સનરાઇઝર્સ હૈદરાબાદ સાથે થયેલી મેચમાં આરસીબીએ પહેલાં બેટિંગ કરી 6 વિકેટે માત્ર 132 કર્યાં હતાં. આ મેચમાં દેવદત્ત પડિક્કલ સાથે કોહલી ઓપનિંગ કરવા આવ્યો હતો. તેમણે 7 બોલનો સામનો કર્યો અને 6 રન બનાવી આઉટ થઈ પેવેલિયન પાછો જતો રહ્યો હતો. કોહલીનો આ નિર્ણય કોહલીની હારનું મોટું કારણ માનવામાં આવે છે.

શુક્રવારે થયેલી સનરાઇઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોરની મેચમાં દર વખતની જેમ આ વખતે પણ અનુષ્કા શર્મા તેમના પતિ અને તેમની ટીમને સપોર્ટ કરવા માટે સ્ટેડિયમ પહોંચી હતી.

સુર્ખ લાલ કલરના ડ્રેસ અને કાનમાં મોટા ઝુમકા પહેરેલી અનુષ્કા ખૂબ જ સુંદર લાગી રહી હતી, પણ મા બનનારીના ચહેરા પર ઉદાસી સારી લાગતી નહોતી.

મેચની શરૂઆતમાં જ વિરાટ કોહલી 6 રન બનાવીને આઉથ થઈ જતાં અનુષ્કા શૉક્ડ થઈ ગઈ હતી. આ પછી જે રીતે તે પાવર પ્લેમાં આરસીબીની વિકેટ પડતાં ટીમનું મનોબળ ભાંગી પડ્યું હતું.

આ મેંચમાં સૌથી ખરાબ નિર્ણય કોહલીની ઓપનિંગવાળો હતો. ટીમમાં અનુભવી એરોન ફિંચ હોવા છતાં પણ કોહલીએ ઓપનિંગ કરી, જે યોગ્ય નહોતું. કેપ્ટનના આ નિર્ણયથી લોકો નારાજ થયાં હતાં.

જોકે, વિરાટ અને ટીમમાં નિરાશાજનક પ્રદર્શન પછી અનુષ્કા ટીમને મોટિવેટ કરતી જોવા મળી. આ ફોટોમાં અનુષ્કા હાથથી ઇશારો કરી બધુ સરખું થશે તેવી સાંત્વના આપી રહી હતી.

મેચ દરમિયાન જ્યારે મોહમ્મદ સિરાઝે પહેલી જ ઓવરમાં શ્રીવત્સ ગોસ્વામીને વગર ખાતુ ખોલ્યે આઉટ કરતાં, અનુષ્કાના ચહેરા પર સ્મિત રેલાયું હતું.

મેચ દરમિયાન ક્યારેક તે મોબાઇલમાં કંઈક કરતી જોવા મળી તો ક્યારેક ટીમને ચીયર કરતી જોવા મળી.

હાલમાં જ 5 નવેમ્બરે વિરાટ કોહલીએ પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો. આ દરમિયાન તે પોતાની પત્ની સાથે એક રોમેન્ટિક ડેટ પર પણ ગયો હતો.

You cannot copy content of this page