Only Gujarat

FEATURED Sports

કોણ છે ક્રિકેટર મોહમ્મદ શમીના સસરા, જેમના એક નિવેદનથી જમાઈને…..

ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમી અને તેની પત્ની હસીન જહાં વચ્ચે ચાલી રહેલો વિવાદ દિવસેને દિવસે વધી રહ્યો છે. હવે હસીન જહાં અલગ રહેવા લાગી છે. હસીન જહાંની લાઇફ ખુબ જ કોમર્શિયલ રહી છે. મોહમ્મદ શમી સાથે લગ્ન પહેલા પણ હસીન જહાં પરિણીત હતી અને તલાક લીધેલા હતા. જ્યારે વર્ષ 214માં તેના શમી સાથે લગ્ન થયા એ પહેલા તે મોડલિંગ કરી રહી હતી અને IPLમાં ચીયર્સ લીડર હતી. લગ્નના થોડા જ સમય બાદ શમી સાથે તેના સંબંધ તણાવપૂર્ણ રહ્યાં. બાદમાં હસીન જહાંએ શમી પર અનેક મહિલાઓ સાથે આડાસંબંધના આરોપ લગાવ્યા અને વુમનાઇઝર પણ ગણાવ્યો. એટલું જ નહીં શમી પર મેચ ફિક્સિંગ સુધીનો પણ આરોપ લગાવ્યો હતો જેના કારણે શમીને તપાસનો સામનો કરવો પડ્યો હતો. જો કે તપાસ બાદ તેને ક્લિન ચીટ મળી ગઇ હતી.

મોહમ્મદ શમી અને હસીન જહાં વચ્ચે ચાલી રહેલા વિવાદ દરમિયાન શમીના સસરા મોહમ્મદ હસને એક તરફથી શમીનો પક્ષ લીધો હતો. તેઓએ કહ્યું હતું કે બંને વચ્ચે જે વિવાદ ચાલી રહ્યો છે તે અંગે માહિતી મીડિયાના માધ્યમથી મળી. માત્ર શમી અને હસીન જ બતાવી શકે કે તેમની વચ્ચે શું થયું જેના કારણે સ્થિતિ બગડી ગઇ. મોહમ્મદ હસને એબીપી ન્યૂઝ સાથે વાતચીતમાં કહ્યું હતું કે શમી એક સારા માણસ છે. તે ઓછું બોલે છે અને અમને તેમના કેરેક્ટરને લઇને કોઇ શંકા નથી.

મોહમ્મદ શમીના સસરાએ એવી ઇચ્છા પણ વ્યક્ત કરી હતી કે બંને પોતાના વિવાદનું સમાધાન કરી લે અને સાથે રહેવા લાગે. દરેક સંબંધમાં કોઇના કોઇ અટકળો તો હોય જ છે. પોતાના સસરાની આ વાતથી જ મોહમ્મદ શમીને ઘણી રાહત મળી હતી.

હસીન જહાંના પિતા મોહમ્મદ હસન કોલકતામાં ટ્રાંસપોર્ટના વેપારી હતા. તેઓ ઇચ્છતા હતા કે તેમની પુત્રી મોહમ્મદ શમી સાથે સમાધાન કરી લે અને બંને સાથે રહેવા લાગે. પરંતુ હસીન જહાં આ માટે તૈયાર થઇ નહીં. તે સતત પોતાના પતિ પર આડાસંબંધ અને ઘરેલું હિંસાનો આરોપ લગાવતી રહી.

પહેલા મોહમ્મદ શમીના પરિવારજનો હસીન જહાં સાથે લગ્નને લઇને રાજી ન હતા. પરંતુ પુત્રની ઇચ્છાને ધ્યાને રાખી તેઓએ લગ્નની હા પાડી દીધી હતી. લગ્ન બાદ એક ઇન્ટરવ્યૂમાં શમીના પિતા તૌસીફે ખુશી પણ વ્યક્ત કરી હતી. સાથે જ તેઓએ એવું પણ કહ્યં હતું કે તેઓ ઇચ્છે છે કે હવે હસીન પોતાની પ્રોફેશનલ લાઇફ છોડી ઘરેલું જવાબદારી સંભાળી લે.

હસીન જહાં એક ખુબ જ મહત્વકાંક્ષી મહિલા છે. તે મોડલિંગ અને એક્ટિંગમાં પોતાનું કરિયર બનાવવા માગતી હતી. આથી પારિવારિક જવાબદારી સંભાળવાની વાત લગભગ તેને ગમી નહીં. પોતાના પ્રથમ પતિ સૈફુદ્દીન સાથે પણ તેણીએ આ કારણે જ તલાક લીધા હતા. જેથી ગ્લેમરની દુનિયામાં પોતાની જગ્યા બનાવી શકે.

હસીન જહાં જ્યારે સ્કૂલમાં ભણતી હતી ત્યારે તેને એક પરફ્યુમની દુકાન ચલાવતા શખ્સ સાથે પ્રેમ થઇ ગયો હતો અને 2002માં તેણે સૈફુદ્દીન સાથે નિકાહ કરી લીધા. આ લગ્ન જીવન દરમિયાન તેને બે પુત્રી થઇ પરંતુ હસીન જહાંને બાળપણથી જ ગ્લેમરની દુનિયા પંસદ હતી આથી મોડલિંગમાં કરિયર બનાવવા માટે 2010માં તેણીએ સૈફુદ્દીન સાથે તલાક લઇ લીધા.

પતિને તલાક આપ્યા બાદ હસીન કોલકતામાં મોડલિંગનું કામ મેળવવા માટે સ્ટ્રગલ કરવા લાગી અને કોલકતા નાઇટરાઇડર્સમાં ચીયર્સ લીડર બની ગઇ. અહીં 2012માં તેની મુલાકાત શમી સાથે થઇ અને બંને વચ્ચે પ્રેમ પાંગર્યો. બાદમાં 2014માં બંનેએ લગ્ન કરી લીધા.

વિવાદ અને હસીન જહાંનો સંબંધ વર્ષો જૂનો છે. તે સતત સોશિયલ મીડિયા પર પોતાની ગ્લેમરસ તસવીરો અને વીડિયો પોસ્ટ કરતી રહી. જેને લઇને ફેન્સ તેણીને ટ્રોલ કરે છે. તે સોશિયલ મીડિયા પર ન્યૂડ તસવીરો પણ પોસ્ટ કરી ચૂકી છે. તેની આપત્તિજનક તસવીરો અને વીડિયો પર યૂઝર્સ તેને ખરા-ખોટી સંભળાવે છે પરંતુ હસીન જહાંને તેનો કોઇ ફરક પડતો નથી. આવું થવાને કારણે તે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બનતી રહે છે.

અગાઉ એવું લાગતું હતું કે હસીન જહાં અને મોહમ્મદ શમી વચ્ચે સમાધાન થઇ શકે છે અને બંને સાથે રહી શકે છે પરંતુ હસીન જહાંએ મોહમ્મદ શમી પર આરોપ લગાવવાની સાથે જ તેના પરિવારજનો પર પણ ટોર્ચરન આરોપ લગાવી દીધો. મેચ ફિક્સિંગના આરોપમાં જો શમીને ક્લિન ચીન ન મળતી તો તેનું ક્રિકેટનું કરિયર પણ ખતમ થઇ ગયું હોત.

જે ગ્લેમર વર્લ્ડમાં જગ્યા બનાવવા માટે હસીન જહાં પોતાની ફેમિલી લાઇફ દાવ પર લગાવી દીધી તેમા પણ હજુ સુધી કોઇ ખાસ સફળતા મળી નથી. ઉંમર વધુ હોવાને કારણે મોડલિંગ ઇન્ડસ્ટ્રીઝમાં સફળતા મળવાની સંભાવના ઓછી રહે છે. જો કે એ વાત અલગ છે કે સોશિયલ મીડિયા પર તે તસવીરોને કારણે ધમાલ મચાવતી રહે છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page