Only Gujarat

Bollywood FEATURED

એક સમયે પ્રેગ્નેન્ટ કરીના કપૂર નણંદ સોહા અલી ખાનથી ડરતી હતી પણ હવે…..?

મુંબઈઃ કરીના કપૂર અત્યારે પોતાની પ્રેગ્નન્સિ પીરિયડ એન્જોય કરી રહી છે. કરીનાને પ્રેગ્નન્સિનો છઠ્ઠો મહિનો ચાલી રહ્યો છે. જોકે, આ દરમિયાન તે ઘરમાં આરામ કરવાની જગ્યાએ કામ કરી રહી છે. બેબો ઘણીવાર પોતાનું બેબી બંપ ફ્લોન્ટ કરવા માટે મુંબઈની અલગ-અલગ જગ્યાએ સ્પોટ થતી રહે છે. આ દરમિયાન કરીનાએ એક જૂનો ઇન્ટરવ્યૂ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. આ ઇન્ટરવ્યૂમાં કરીના પોતાની નણંદ સોહા અલી ખાન અંગે કેટલાક ખુલાસા કર્યાં હતા અને તેમને સોહાથી ડર લાગતો હતો. આમ તો, કરીના અને સોહા વચ્ચે સારું બોન્ડિંગ છે.

કરીના કપૂર અને તેમની નણંદ સોહા અલી ખાન પ્રેમાળ સંબંધ શેર કરે છે. બંને ઘણાં અવસરે એકબીજાની મદદર કરતાં જોવા મળ્યાં છે. સાથે જ સોહા પોતાના ભાઈ સૈફ અલી ખાન અને ભાભી કરીનાની ખૂબ જ નજીક છે. પણ આ વાત ઓછા લોકો જાણે છે કે, એક સમય એવો પણ હતો, જ્યારે કરીના સોહાથી ડરતી હતી.

એક બુક લોન્ચ ઇવેન્ટ દરમિયાન કરીનાએ ખુલાસો કર્યો હતો કે, તેમણે કદાચ જ કોઈથી ડર લાગે છે. પણ પરિવારમાં આવી કોઈ એક વ્યક્તિ છે, જેનાથી ડર લાગે છે તો તેમની નણંદ સોહા છે. બેબોએ કહ્યું હતું કે, ‘જ્યારે તે સૈફ અને સોહા સાથે ડિનર કરે છે, ત્યારે તે હંમેશા થોડી નર્વસ રહેતી હતી, કેમ કે તેમની વાતચીતને ઘણી મુશ્કેલીથી સમજી શકતી હતી.’ જોકે, આગળ જતાં સોહા અને કરીના વચ્ચે ઘણી સારી ફ્રેન્ડશીપ થઈ ગઈ હતી.

એટલું જ નહીં કરીનાએ ત્યાં સુધી કહ્યું કે, ‘જો કોઈ એક વ્યક્તિ છે જે કોઈ પણ રીતની સ્થિતિ કંટ્રોલ કરી શકે છે, તો તે સોહા છે. તેમને એવું પણ કહ્યું હતું કે, સોહા પરિવારનો જીવ છે અને તે જમીન સાથે જોડાયેલી છે.’

સોહા 4 ઑક્ટોબરે 42 વર્ષથી થઈ ગઈ છે. આ અવસરે સોહાની ભાભી કરીનાએ પોતાની નણંદને થોડી અલગ રીતે બર્થડે વિશ કર્યો હતો. કરીનાએ તૈમૂર, ઇનાયા અને સોહા સાથે પોતાનો એક બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો શેર કરી બર્થડે વિશ કર્યો હતો. ફોટો કેપ્શનમાં લખ્યું હતું કે, ‘મઝાકિયા, શાંત, બુદ્ધિમાન, ઉજ્જલ, પ્યારા, પ્યાર, સહાયક, પરિવારનો સ્તંભ, ઇનાયાની મા, સૈફ અને સબાની બહેન અને મારી સુંદર નણંદ… તમને જન્મદિવસની શુભેચ્છા…અમે તમને પ્રેમ કરીએ છીએ.’

12 ઑગસ્ટે કરીના અને સૈફ બીજીવાર પેરેન્ટ્સ બનવાની વાત સ્વીકારતાં એક સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે, ‘અમને તે વાત જણાવતાં ખુશી થઈ રહી છે કે, અમારા પરિવારમાં એક નવો મહેમાન જોડાશે. અમારા દરેક શુભચિંતકોની શુભેચ્છા અને સહયોગ માટે આભાર.’

ઉલ્લેખનીય છે કે, કરીના અત્યારે દીકરા તૈમૂર સાથે ઘરે એકલી છે. તેમના પતિ સૈફ અલી ખાન પોતાની અપકમિંગ ફિલ્મ ‘ભૂત પોલીસ’નું શૂટિંગ કરવા માટે હિમાચલ ગયા છે. આમ તો, કરીના પણ ઑક્ટોબરમાં દિલ્હી પોતાની અપકમિંગ ફિલ્મ ‘લાલસિંહ ચઢ્ઢા’નું શૂટિંગ કરવા માટે ગઈ હતી. આ દરમિયાન તેમનો પરિવાર પણ તેમની સાથે હતો. ફિલ્મના મેકર્સે કરીનાની પ્રેગ્નન્સિને જોતા જલદી જ ફિલ્મનું શૂટિંગ પુરું કરવાનો નિર્ણય લીધો હતો. કરીના શૂટિંગ દરમિયાન 28 દિવસ સુધી પટોડી પેલેસમાં રહી હતી.

કરીના પ્રેગ્નન્સિમાં પોતાનું પુરું ધ્યાન રાખી રહી છે. તે પોતાના ડાયટથી હેલ્થ સુધી ધ્યાન આપી રહી છે. પ્રેગ્નન્સિમાં કરીનાના ચહેરા પર ગ્લો ઓછો થયો નથી. જોકે, તેમનું વજન વધતું જઈ રહ્યું છે. તેમને કેટલીક એડવર્ટાઈઝ પણ શૂટ કરી છે. ઉલ્લેખનીય છે કે, કરીના નવા વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં બાળકને જન્મ દેશે. કરીનાએ હાલમાં જ જણાવ્યું હતું કે, ‘જ્યારે તેમણે સૈફ અલી ખાનને પોતાની બીજી પ્રેગ્નન્સિ વિશે જણાવ્યું તો તેમનું રિએક્શન કેવું હતું.’ કરીનાએ કહ્યું હતું કે, ‘તેમના પરિવારનું બિલકુલ ફિલ્મી રિએક્શન નહોતું. ત્યાં સુધી કે સૈફનું રિએક્શન પણ નોર્મલ હતું.’

થોડાં દિવસો પહેલાં એક ઇન્ટરવ્યૂ દરમિયાન કરીનાએ જણાવ્યું હતું કે, એવી કંઈ વસ્તુ છે જે બીજીવાર પ્રેગ્નન્સિ દરમિયાન કરવા માગતી નથી. કરીનાએ કહ્યું કે, ‘તૈમૂર વખતે જ્યારે હું પ્રેગ્નન્ટ હતી ત્યારે મને ખાવા માટે ખૂબ જ કહેવામાં આવતું હતું અને આ કારણે મારું 25 કિલો વજન વધી ગયું હતું. હું ફરીથી તે કરવા માગતી નહોતી. મારે બસ હેલ્થી અને ફિટ રહેવાનું છે. મને લાગે છે કે મારી પહેલી પ્રેગ્નન્સિ દરમિયા બધા કહેતાં હતાં કે, પરાઠા ખાવ, ઘી પીવો અને દૂધ પીવો. પણ હવે હું કહું છું કે, આ બધું મેં પહેલાં કર્યું છે. હું જાણું છું મારા બૉડીને શેની જરૂર છે.’

You cannot copy content of this page