Only Gujarat

FEATURED National

વહુ હતી એકદમ ચાલાક, પતિ-સાસુ-સસરાએ માગ્યું દહેજ તો ફૂલ પ્રૂફ પ્લાનિંગ એવું કર્યું કે પરિવારના ઉડ્યા હોશ!

જયપુરઃ કહેવાય છે કે પુત્રવધુ ઘરની લક્ષ્મી છે. તેનાથી ઘરમાં રિદ્ધિ સિદ્ધિ અને સમૃદ્ધિ આવે છે. પરંતુ રાજસ્થાનના ઝુંઝુનૂંમાં કંઇક આનાથી સાવ વિપરિત ઘટના સામે આવી. જી હાં અહી પુત્રવધુના કારણે ઘરમાં લક્ષ્મી આવવી તો દૂર પરંતુ તેના પગલે ઘર આખું લૂંટાઇ ગયું. બરબાદ થઇ ગયું. કેવી રીતે? આવો જાણીએ શું છે પુરી કહાણી

મહિલાએ રડતાં-રડતાં કબૂલ્યો ગૂનોઃ ઘટના રાજસ્થાનના ઝુંઝુનૂં શહેરની છે. અહીં એક ઘરમાં થયેલી લાખોનું લૂંટનો પર્દાફાશ થતાં સૌ કેોઇ ચૌંકી ગયા છે. ઘરની જ પુત્રવધુએ તેમના પરિજનો સાથે મળીને લૂંટની ઘટનાને અંજામ આપ્યો. આ માટે તેમણે વ્યવસ્થિત પ્લાનિંગ કર્યું હતું. જો કે પોલીસે કડકાઇથી પૂછપરછ કરી તો મહિલાએ રડતાં -રડતાં ગૂનો કબૂલી લીઘો.

રાત્રે વહુએ ચોરો માટે બારી ખૂલ્લી રાખીઃ આ ધટના ફૌઝી રવિ સિંહના ઘરે બની હતી. જે રાત્રે લૂંટ થઇ તે રાત્રે ઘરમાં રવિ સિંહની માતા, બહેન અને પત્ની બબીતા અને તેમના બે બાળકો હાજર હતા. ચોરો બારીથી ઘૂસ્યા અને ઘરના તમામ લોકોને બંધક બનાવીને ઘરમાં રહેલા સોના -ચાંદીના ઘરેણા અને રોકડ લાખો રૂપિયા લઇને ફરાર થઇ ગયા. બે અઠવાડિયા પહેલા બનેલી આ ઘટનાનો પોલીસે પર્દાફાશ કર્યો છે. હરિયાણાના ત્રણ આરોપી મુકેશ, દીપક, નકુલની ધરપકડ કરી લેવાઇ છે. જો કે આ ગૂનાની અસલી ગુનેગાર તો ઘરની પુત્રવધુ હતી. જેને ઘટનાને અંજામ આપવા માટે પાછળની બારી ખુલ્લી મૂકી દીધી હતી.

પોલીસને આ કારણથી પુત્રવધુ પર ગઇ શંકાઃ જ્યારે પોલીસ પરિવારનો લોકોની પૂછપરછ કરતી હતી તો સૌથી વધુ ગુનેગાર પુત્રવધુ રડી રહી હતી. તેમની વર્તનથી જ પોલીસને તેમના પર શંકા જાગી. જો પૂછપરછ દરમિયાન તે ખોટી જાણકારી આપતી હતી. ત્યારબાદ બધા જ આરોપી સામે તેમની પૂછપરછ કરાઇ તો તમના ગૂનાનો પર્દાફાશ થઇ ગયો.

5 મહિના પહેલા જ કરી લીઘું હતું પ્લાનિંગઃ આરોપી મહિલાએ જણાવ્યું કે, સાસરીમાંથી સતત દહેજ માટે ગાડીની માંગણી કરાતી હતી. આ કારણથી તેમણે તેમના પિયરના પરિજનો સાથે મળીને લૂંટની યોજના બનાવી. જેથી લૂંટની રકમથી ગાડી ખરીદીને તેમને આપી શકાય.આ લૂંટનું પ્લાનિંગ પાંચ મહિના પહેલા એટલે કે ફેબ્રુઆરીમાં થઇ ગયું હતું પરંતુ વહુ તેની નણંદની રાહ હતી. જેથી તેમના ઘરેણાને પણ લૂંટી શકાય. પોલીસે અન્ય આરોપીની સાથે પુત્રવધુની પણ ધરપકડ કરીને મુદ્દામાલ રીકવર કર્યો છે અને આગળની તપાસ હાથ ધરી છે.

You cannot copy content of this page