Only Gujarat

Bollywood FEATURED

ગુજરાતી વહુ જૂહીની ખોવાઈ ગઈ ડાયમંડની બુટ્ટી, ખબર જ ના રહી કે ક્યાં પડી ગઈ!

એક્ટ્રસ જૂહી ચાવલાએ રવિવારે ટ્વીટ કરી કહ્યું છે કે, ‘તેમના ડાયમંડ ઝૂમકાં મુંબઈ એરપોર્ટ પર ક્યાંક પડી ગયાં છે. તે ઝૂમકાં ખોવાઈ જવાને જૂહી ચાવલા હેરાન થઈ ગઈ છે.’

જૂહીએ ટ્વીચ કરી દરેકને આ ઘટના વિશે જણાવ્યું છે. તેમણે ત્યાં સુધી કહ્યું છે કે, ‘જે પણ તેમના આ ઝૂમકાં શોધીને આપશે. તેને તે ઇનામ આપવા માટે તૈયાર છે.’ તેમનું આ ટ્વીટ ખૂબ જ વાઇરલ થયું છે.

વાઇરલ ટ્વીટમાં જૂહીએ જણાવ્યું છે કે, ‘સવારે મુંબઈ એરપોર્ટના ગેટ નંબર 8 પર જઈ રહી હતી. એમિરેટ્સ કાઉન્ટર પર મેં ચેક ઇન કર્યું, સિક્યુરિટી ચેક થયું, પણ વચ્ચે ક્યાંક મારા ડાયમંડ ઝૂમકા પડી ગયાં.’

જૂહીએ વધુમાં જણાવ્યું કે, ‘જો કોઈ મારી મદદ કરી શકશે તો હું ખૂબ જ ખુશ થઈશ. તમે પો-લીસને જાણ કરજો, હું તમને ઇનામ આપીશ. આ મારું મેચિંગ પીસ છે જે હું 15 વર્ષથી સતત પહેરી રહી છું, પ્લીઝ શોધવામાં મદદ કરજો.’

આ લાંબી પોસ્ટ સાથે તે ડાયમંડ ઝૂમકાનો ફોટો પણ શેર કર્યો છે. તેમણે પોતાના હાથમાં તે ઝૂમકાને પકડ્યો છે. તેમને આશા છે કે, કોઈ તેમને તેમના કિંમતી ઝૂમકા લાવીને આપશે.

આમ તો જૂહી ચાવલા આ સમયે ફિલ્મોથી દૂર છે, એવામાં તેમનું લાઇમલાઇઠમાં આવવું મુશ્કેલ રહે છે, પણ આ સમયે જ્યારે તેમનો એક ડાયમંડ ઝૂમકો ખોવાઈ ગયો છે, એવામાં ચારેકોર તેમની ચર્ચા થઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે, જૂહીનું એરપોર્ટ પર એક ઝૂમકું ખોવાઈ ગયું છે, પણ એક મહિના પહેલાં તે એરપોર્ટ અધિકારીઓ પર પોતાનો ગુસ્સો ઠાલવી રહી હતી. તેમણે ટ્વીટ કરી ગુસ્સો જાહેર કર્યો હતો કે, ‘ખરાબ વ્યવસ્થાને લીધે ઘણાં પેસેન્જર્સને ઘણી રાહ જોવી પડે છે.

You cannot copy content of this page