Only Gujarat

FEATURED National

મહિલા ડોક્ટરે ઝેરનું ઈન્જેક્શન લગાવી પતિ અને બાળકોની હત્યા કરી પછી પોતે લગાવી ફાંસી

મહારાષ્ટ્રના નાગપુરમાં એક મહિલા ડોક્ટરે પહેલા પોતાના પતિ અને બે બાળકોને ઝેરના ઇંજેક્શન લગાવી હત્યા કરી અને પછી પોતે ફાંસી લગાવી જીવ આપી દીધો. હત્યા અને આત્મહત્યાની આ ઘટના પાછળ ઘરેલું કલેહ અને પૈસાના વિવાદનું કારણ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. હાલ પોલીસ આ એંગલમાં મામલાની તપાસ આગળ વધી રહી છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે ઘટના કોરાડી વિસ્તારના ઓમ નગર વિસ્તારની છે. અહીં એક ઘરમાં 41 વર્ષિય ડોક્ટર સુષમા રાણે, એન્જિનિયરિંગ કોલેજમાં પ્રોફેસર તેમના 42 વર્ષિય પતિ ધીરજ અને તેમના પાંચ વર્ષ અને બે વર્ષના બાળકોના મૃતદેહ મળી આવ્યા છે. કોરાડી પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું કે ધીરજ અને બાળકોના મૃતદેહ બેડરૂમના બેડ પર મળી આવ્યા જ્યારે ડોક્ટરનો મૃતદેહ છતના પંખા પર લટકતી હાલતમાં મળી આવ્યો.

પોલીસના જણાવ્યા પ્રમાણે સુષમા ખાનગી હોસ્પિટલમાં ડોક્ટર હતી. ધીરજના માતા-પિતા બાળપણમાં જ ગુજરી ગયા હતા. આથી ફૂઇ પ્રમિલાએ તેઓને ગોદ લીધા હતા. ત્યારથી પ્રમિલાની સાથે જ રહેતો હતો. મંગળવાર 18 ઓગસ્ટે સવારે 11થી 12 વાગ્યાની વચ્ચે ઘરે કોઇ અવાજ સંભળાયો નહીં. ના બાળકોનો અવાજ આવ્યો કે ન ડોક્ટર સુછષમા અને ધીરજ દેખાયા. ફૂઇએ રૂમમાં દરવાજો ખખડાવ્યો અને જ્યારે તેને કોઇ જવાબ ન મળ્યો તો તેઓએ પાડોસીઓ અને પોલીસને આ વાતની જાણકારી આપી. ઘટનાસ્થળે પહોંચી પોલીસે દરવાજો તોડ્યો તો બેડરૂમમાં પરિવારના મૃતદેહ પડ્યા હતા.

પાડોસીઓનું કહેવું છે કે ધીરજ અને ડોક્ટર સુષમા વચ્ચે કેટલાક સમયથી ઝઘડો ચાલી રહ્યો હતો. 7-8 વર્ષથી બંને વચ્ચે અનબન હતી. ત્યાં સુધી ચર્ચા થઇ રહી છે કે ધીરજ દારૂ પીતો હતો જેનાથી સુષમાં ખુબ જ પરેશાન હતી. આ વાતને લઇને અવાર નવાર વિવાદ થતો હતો.

ઘટનાસ્થળેથી એક પત્ર પણ મળ્યો છે. આ પત્રમાં એટીએમ નંબરનો પાસવર્ડ લખેલો છે. 25 હજાર અને 500 રૂપિયા કોઇ વ્યક્તિને આપવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સિવાય ઘર અને કાર માટે તેઓએ લોન લીધી હતી. જાણકારી મળી રહી છે કે લોકડાઉનના કારણે ધીરજને પગાર પણ મળતો બંધ થઇ ગયો હતો. આ વાતથી બંને પરેશાન હોઇ શકે છે.

એવી પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ડોક્ટર સુષમાએ પહેલા ધીરજ અને બાળકોને જમવામાં ઉંઘની ગોળી અથવા ઝએર આપ્યું હશે જેથી બંને બેહોશ થઇ જાય. ત્યારબાદ ઝેરીલા ઇંજેક્શન આપી મારી નાખ્યા હશે. ત્યારબાદ આપઘાત કરી લીધો. હાલ પોલીસ તમામ મુદ્દે ઉંડાણપૂર્વક તપાસ કરી રહી છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page