Only Gujarat

FEATURED National

માતાએ પ્રેમી સાથે મળીને પોતાના જ પુત્રના અપહરણનું ઘડ્યું કાવતરું, ચોંકાવનારી ઘટના

મુરાદાબાદમાં એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેણે માતા-પુત્રના સંબંધો પર સવાલો ઉભા કર્યા છે. હકીકતમાં, માતાએ તેના ફેસબુકિયા પ્રેમને શોધવા માટે તેના પોતાની કૂખે જ જન્મેલાં પુત્રનું અપહરણ કરાવ્યુ હતું. તેણે પાંચ વર્ષના માસૂમ પુત્રની જિંદગી પણ દાવ પર લગાવી હતી. પ્રેમી સાથે ભાગવા માટે પૈસાની અછત ન સર્જાય તે માટે તેણે પુત્રનું અપહરણ કરી પતિ પાસેથી 30 લાખની ખંડણી લેવાની યોજના બનાવી હતી. હવે પોલીસે આ સનસનીખેજ કેસનો ખુલાસો કરતાં આરોપી માતા, તેના પ્રેમી અને કાર ચાલકની ધરપકડ કરી છે.

માઝોલા પોલીસ સ્ટેશન વિસ્તારની લાઇનમાં રામલીલા મેદાન પાસે રહેતા શ્રીરામ ફાઇનાન્સ કંપનીના કર્મચારી ગૌરવ કુમારના પાંચ વર્ષના પુત્ર ધ્રુવનું 7 ઓગસ્ટના રોજ બપોરે 1 વાગ્યે અપહરણ કરાયુ હતું. તે જ દિવસે સાંજે સાડા ચાર વાગ્યે ગૌરવ પાસે અપહરણકારોએ ઇન્ટરનેટ કોલ દ્વારા 30 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી. બીજા જ દિવસે, ધ્રુવ 8 ઓગસ્ટ, 2020 ના રોજ સવારે 7.30 વાગ્યે ગાઝિયાબાદના કૌશંબી ખાતે એક રોડવે બસમાં બેઠેલો મળ્યો હતો, જેને પોલીસ મુરાદાબાદ લઈને આવી હતી.

શિખા અને અશફાક મુરાદાબાદ અને મેરઠમાં ઘણીવાર મળ્યા હતા, સીરિયલ ક્રાઈમ પેટ્રોલ જોયા બાદ માતા શિખા દ્વારા અપહરણનું કાવતરું રચવામાં આવ્યુ હતુ. આરોપીની યોજના એવી હતીકે, શિખા ખંડણીનાં પૈસા લઈને પ્રેમી પાસે આવશે અને તે કારમાં તેલંગાણા જશે, જ્યારે ધ્રુવને કપૂર કંપની બ્રિજ પાસે છોડી દેવામાં આવશે.

એસએસપી પ્રભાકર ચૌધરીએ જણાવ્યું કે, 2011 માં ગૌરવના લગ્ન શિખા સાથે થયા હતા. બંનેને એક પુત્રી સાદગી (8) અને પુત્ર ધ્રુવ (5) છે. લગ્ન પછી, તેમના બંનેનું જીવન સામાન્ય રીતે ચાલી રહ્યું હતું. પરંતુ ખૂબ મહત્વાકાંક્ષી શિખા તેનાં આ જીવનથી સંતુષ્ટ નહોતી.

પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે, તેલંગાણાના નિઝમાબાદના અશફાકે 2018 માં હિન્દુ યુવતી સ્વીટી નામથી ફેસબુક પર આઈડી બનાવ્યુ હતું. આ નામથી જ શિખાની સાથે મિત્રતા કરી હતી. બંને વચ્ચે લગભગ ચાર મહિના સુધી વાત ચાલતી હતી. આ સમય દરમિયાન, તેમનો સંબંધ એટલો મજબૂત બની ગયો કે એક દિવસ જ્યારે અશફાકે તેની છોકરી ન હોવાનું રહસ્ય ખોલ્યું ત્યારે શિખાને આશ્ચર્ય થયું નહીં. શિખાને અશફાક બીજા ધર્મથી હોવાનો વાંધો પણ નહોતો.

અશફાકનું જૂઠ્ઠું અહીં પૂરું થયું નહીં. પહેલા તેણે પોતાને એન્જિનિયર ગણાવ્યો હતો પરંતુ બાદમાં કહ્યું હતું કે તે તેલંગાણાના નિઝામબાદમાં શોભા ઇલેક્ટ્રોનિક્સનો કર્મચારી છે. શિખા આ જુઠ્ઠાણાની પણ અવગણના કરતી રહી અને તેનો પ્રેમ વધતો રહ્યો. જ્યારે અશફાકે તેના પર ધર્મપરિવર્તન માટે દબાણ કર્યું ત્યારે શિખાએ તેને સહેલાઇથી સ્વીકારી લીધુ હતુ.

તેનો વિશ્વાસ જીતવા માટે, તેણે 2019 પછીથી પોતાનું નામ સોના રાખ્યું અને રોઝા શરૂ કર્યા. બીજી તરફ શિખા પણ અશફાકને પ્રેમથી બાબુ બોલાવવા લાગી. તેના સાસુ-સસરા સિવાય તેના ભાઈ અને ચંદૌસીમાં રહેતા માતા-પિતાએ શિખાના રોઝાનો વિરોધ કર્યો હતો

પરંતુ કોઈને ગંધ સુધ્ધા પણ ન આવી કે શિખા કંઈક અલગ જ ગુલ ખિલાવી રહી છે. કોલ ડિટેલ્સ અને ફેસબુકથી મળેલી ચેટને આધારે પોલીસે આ સમગ્ર મામલો જાહેર કર્યો હતો. પોલીસે આ કેસમાં ઝડપી કાર્યવાહી કરતાં શિખા, તેના બોયફ્રેન્ડ અશફાક અને ટેક્સી ડ્રાઈવરની ધરપકડ કરી છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page