Only Gujarat

FEATURED National

એજ્યુકેશન ઓફિસરને મહિલા કર્મચારી સામે અશ્લીલ વાત કરવી ભારે પડી

મધ્ય પ્રદેશના સતનામાં એક બ્લોક એજ્યુકેશન ઓફિસરને પોતાની રંગીન મિજાજીની મોંઘી કિંમત ચૂકવવી પડી. એક મહિલાએ ઓફિસરને બધાની સામે ચપ્પલોથી મેથીપાક ચખાડ્યો. આ ઘટનાનો વીડિયો વાયરલ થઇ ગયો છે. મહિલાનો આરોપ છે કે બીઇઓએ તેની છેડતી કરી અને અશ્લીલ વાતો કરી. જેનાથી કંટાળી મહિલાએ ઓફિસરને ઓફિસમાં જ ધોકાવી નાખ્યો.

મહિલા લીપિક સરોજ ભલવા અને ભૃત્ય રાજુ બાઇ ચોધરીએ સાથે મળીને બીઇઓ કમલા પ્રસાદ વર્માને ઘેરી લઇ ગાળા-ગાળી કરી પીટવાનું શરૂ કરી દીધું. બીઇઓ સ્વયંને સંભાળી શક્યો નહીં અને લોકો તેને ઓફિસમાં જ લાત-મુક્કા અને ચપ્પલથી મારતા રહ્યાં.

એજ્યુકેશન ઓફિસરને એક નહીં પરંતુ અનેક મહિલા કર્મચારીઓએ ધોલાઇ કરી. આ ઘટના મેહર સ્થિત વિકાસખંડ શિક્ષા અધિકારીના કાર્યાલયમાં મંગળવારની બપોરના સમયે થઇ. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં હોબાળો મચી ગયો છે. આ દરમિયાન સ્ટાફના કેટલાક કર્મચારીઓએ તેને બચાવવાનો પ્રયાસ કર્યો પરંતુ સફળ રહ્યાં નહીં.

આ દરમિયાન બીઇઓ વર્માએ જ્યારે ભાગવાનો પ્રયાસ કર્યો તો ઓફિસના સ્ટાફે જ અન્ય સહકર્મીઓએ તેને ધક્કો મારી તેનો રસ્તો રોકી લીધો. ઘટના પર હાજર કેટલાક સ્ટાફના લોકો વીડિયો બનાવતા રહ્યાં ત્યારબાદ સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો.

કર્મચારી રાજુ બાઇએ જણાવ્યું કે તે મને બે મહિનાથી ફોન કરી રહ્યો હતો. મારું જીપીએફ ઉપાડી લીધું અને કહ્યું કે તારું કામ કર્યું છે તો મારું કહેવાનું પણ માન, મારી પત્ની વિકલાંગ છે તુ મારી લાઇનમાં આવી જા. મારી તરફ ઘૂરી ઘૂરીને જોતો હતો.

જેનાથી હું કંટાળી ગઇ હતી. એક દિવસ ફરી બોલ્યો કે મારી પત્ની અસ્વસ્થ રહે છે તો મારા રૂમમાં આવી જા, મારા સંપર્કમાં આવી જા વગેરે જેવી અભદ્ર વાતો કરતો હતો.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page