Only Gujarat

National TOP STORIES

લક્ઝૂરિયસ કારમાં બેસીને આવતો હતો બકરી ચોરવા, પોલીસ પણ મૂંઝાઈ ગઈ

ઉત્તર પ્રદેશના કાનપુરમાં પોલીસે એક વિચિત્ર ચોરીનો ખુલાસો કર્યો છે. અહીં બિલ્હૌરમાં પોતાની લક્ઝરી કારમાં ગામડાઓમાંથી બકરીઓની ચોરી કરતા યુવકની પોલીસે ધરપકડ કરી છે. આ યુવકની કારની ડૅકી અને પાછળની સીટમાંથી બકરીઓ મળી આવી હતી. ગામલોકોની સૂચના મળતાં બિલ્હૌર પોલીસે ચોરને રંગે હાથ ઝડપી લીધો હતો.

બિલ્હૌરના રૌગાંવ મોડ઼ મકનપુર ગામમાં રહેતાં ઇરફાન હુસૈન ઉર્ફે સચ્ચે પોતાની બકરી ચરાવવા માટે નીકળ્યો હતો. તેણે ગામમાં રોડ કિનારે ખેતરમાં બકરીઓ ચરાવવા માટે મૂકી દીધી હતી અને દૂર જઈને બેસી ગયો હતો. આ દરમિયાન એક હોન્ડા સિટી કાર ઊભી રહી અને તેની 9 બકરીઓને કારની ડૅકીમાં અને પાછળની સીટમાં ભરીને ભાગી ગયો હતો. સચ્ચેએ આ ઘટનાની જાણ મકનપુર ચોકી અને બિલ્હૌર પોલીસ સ્ટેશનમાં કરી હતી.

માહિતી મળતાં જ બિલ્હૌર પોલીસે કારચાલકને ઝડપી લીધો હતો. તેની કારમાંથી તમામ બકરી છોડાવવામાં આવી હતી. બિલ્હૌર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર અનૂપ કુમાર નિગમે રવિવારે ચોરીનો ખુલાસો કર્યો હતો.

તેમણે જણાવ્યું કે, ચોરી કરનારો યુવક પોતાનું નામ કૈંટ ઝાડી બાબા પડાવ નિવાસી સલમાન જણાવ્યું છે. સલમાન અત્યારે દાદામિયાની દરગાહ જાજમઉ પાસે રહેતો હતો. તપાસમાં સામે આવ્યું છે કે, તે છેલ્લાં ઘણાં સમયથી આસપાસના વિસ્તારમાં બકરી ચોરી કરીને ભાગી જતો હતો. આ વખતે ખેડૂતની હાજરીને લીધે તે પકડાઈ ગયો હતો.

મકનપુર ચોકીના ઇન્ચાર્જ યતીન્દ્ર પાલે જણાવ્યું કે, છોડાવેલી બકરીઓ અત્યારે ખેડૂતને આપી દીધી છે. કેમ કે, બકરીઓને રાખવી અને કોર્ટમાં રજૂ કરવી મુશ્કેલ છે. આરોપી વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધી રવિવારે જેલ મોકલી દેવામાં આવ્યો છે.

બકરી ચોર સલમાને જણાવ્યું કે, તેને સેકન્ડ હેન્ડ કાર માત્ર બકરી ચોરી કરવા માટે જ ખરીદી હતી. તે કાનપુર, ઉન્નાવ, કન્નોજ અને આસપાસના જિલ્લામાં આ રીતે ફરતાં-ફરતાં બકરીઓ ચોરી કરતો હતો. પોલીસે તેની કારને પણ પોલીસ સ્ટેશનમાં જમા કરીને સીઝ કરી દીધી છે.

You cannot copy content of this page