Only Gujarat

FEATURED National

21 વર્ષીના દેવરને ભાભી કરતી હતી હેરાન પણ એક દિવસ દેવરે ના ભર્યું આ પગલું

આ કહાની એક 21 વર્ષના એક એવા દેવરની છે જે પોતાની ભાભીથી પરેશાન રહેતો હતો. છેલ્લે તે દૂકાનમાં પ્રવેશ તો કર્યો પરંતુ ક્યારેય પરત આવ્યો નહીં. તેણે દૂકાનનું શટર બંધ કરી અંદર ફાંસી લગાવી લીધી. યુવક ટેલરિંગનું કામ કરતો હતો. તેણે કપડાની રસીદ બૂકના છેલ્લા પાનામાં એક સુસાઇડ નોટ લખી. જેમાં તેણે જણાવ્યું કે તે પોતાની ભાભીથી પરેશાન રહેતો હતો. પરંતુ ભાભી કેવી રીતે તેને તંગ કરતી હતી તે જાણી શકાયું નથી. ઘટના પંજાબના જલંધનના ટિબ્બાના રમેશનગરની છે.

તપાસ અધિકારી એસઆઇ ગુરમેજ સિંહે જણાવ્યું કે નવેદ અહીં કષ્ણા વિહાર વિસ્તારમાં રહેતો હતો. નવેદના મોટા ભાઇ સવેજ સૈફીની કરિયાણાની દુકાન હતી. તેણે ઘરમાં જ દુકાન ખોલી હતી. તેઓ પાંચ ભાઇ-બહેન છે જેમાં મૃતક નવેદ બીજા નંબરનો હતો.

નવેદ શુક્રવાર 24 જુલાઇએ બપોરે અંદાજે એક વાગ્યે દુકાન પર ગયો હતો પરંતુ ઘરે પરત ફર્યો ન હતો. રાતે 4 વાગ્યે નવેદના પિતા અહમદ ઘરે પરત ફર્યા હતા ત્યારે તેઓએ દુકાનનું શટર બંધ હોવાનું જાણ્યુ. તેઓએ નવેદને મોબાઇલ પર કોલ કર્યો પરંતુ રિંગ જ વાગતી રહી.

અહમદે લાંબા સમય સુધી શટર ખખડાવ્યું પરંતુ તે અંદરથી બંધ હતું. બાદમાં તેણે કેટલાક લોકોની મદદથી શટર તોડાવ્યું ને અંદર જોયું તો નવેદ ફાંસી પર લટકી રહ્યો હતો. જ્યારે નવેદને નીચે ઉતારવામાં આવ્યો તો તેના શ્વાસ ચાલી રહ્યાં હતા જેથી તુરંત તેને હોસ્પિટલ લઇ જવામાં આવ્યો જો કે હોસ્પિટલ પહોંચે એ પહેલા જ રસ્તામાં તેનું મૃત્યુ થઇ ગયું.

મૃતકના પરિવારજનોએ ઘટનાની પોલીસ ફરિયાદ કરવાની મનાઇ કરી. પોલીસને કપડાની રસીદ બૂક પર લખેલી નવેદની સુસાઇડ નોટ મળી છે. આ નોટમાં તેણે ભાભીથી પરેશાન હોવાની વાત લખી.

સુસાઇડ નોટમાં નવેદે એ ન લખ્યું કે તે ભાભીથી ક્યા કારણોસર પરેશાન હતો આથી સમગ્ર વિસ્તારમાં અનેક તર્કવિતર્ક સર્જાયા છે. પોલીસ પણ સુસાઇડ પાછળ કારણ શોધવામાં માટે સમગ્ર મામલે હાલ તપાસ ચાલી રહી છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page