Only Gujarat

FEATURED National

જયપુર: પિંક સિટીમાં ખાબક્યો મૂશળધાર વરસાદ, તમામ રેકોર્ડ તોડી નાખ્યા

જયપુર: પિંક સિટીમાં થયેલા મૂશળધાર વરસાદે તમામ રેકોર્ડ તોડી નાંખ્યા. છેલ્લા ત્રણ ચાર દિવસમાં ધોધમાર વરસાદ ખાભક્યો છે. જેનાથી આકું પિંક સિટી પાણીમાં ગરકાવ થઈ ગયું હોય તેવું લાગી રહ્યું હતું. આ વરસાદે શહેરના ઘણા વિસ્તારોમાં લોકોના જીવન મુશ્કેલીમાં મૂકી દીધા હતા. રસ્તાઓ પર પાણી અને ગલીઓમાં નહેર વહેતી હોવાના દ્રશ્યો જોવા મળ્યા.

વાહનો પાણીમાં ડૂબેલા અને ઘરની અંદર પાણી ઘુસી ગયાની સ્થિતિ પણ ઠેર-ઠેર જોવા મળી રહી હતી. એક સ્થળે પાણીના વહેણથી બચવા માટે એક વ્યક્તિ પાઈપ પર લટકતો રહ્યો અને રેસ્ક્યૂ ટીમે તેનો જીવ બચાવ્યો હતો.

સ્થિતિ એ હદે બગડી હતી કે શહેરના ઘણા વિસ્તારોમાં રેસ્ક્યૂ ટીમને મોકલવી પડી હતી. જ્યારે ઓફિસમાં રજા જાહેર કરવામાં આવી. શુક્રવારથી શરૂ થયેલા વિધાનસભા સેશનમાં પણ ઘણા ધારાસભ્યો પહોંચી શક્યા નહોતા.

ભારે વરસાદના કારણે કમર જેટલું પાણી ભરાઈ ગયું હતું. ઘણા વિસ્તારોમાં શેરીઓમાં નહેરો વહેતી હોય તેટલું પાણી ભરાતા લોકો ધાબા પર પહોંચી ગયા, જેથી જીવ બચાવી શકે.

નીચાણવાળા વિસ્તારોના મકાન મોટાભાગે ડૂબી ગયા હતા. કોઈ કામ અર્થે નીકળેલા લોકો જ્યાં હતા ત્યાં જ સુરક્ષિત રહેવા માટે પ્રયાસ કરતા જોવા મળ્યા.

ઘણા વિસ્તારોમાં લોકોને જાણે ઓપન સ્વિમિંગ પૂલ મળ્યું હોય તેમ શેરીઓમાં રહેલા પાણીમાં ફરતા જોવા મળ્યા.

વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં 8 ફૂટ જેટલી માટી જામી ગઈ હતી, જેના કારણે લોકોએ પોતાના ઘરનો સામાન કાઢવા માટે માટી ખોદવી પડી.

જ્યારે મુશ્કેલીઓનો સામનો કરતા સમયે રોષે ભરાયેલા લોકોએ કહ્યું કે,‘અહીં લોકો ત્રસ્ત છે અને ધારાસભ્યો હોટલોમાં મસ્ત છે.’

શુક્રવારે પડેલા ભયંકર વરસાદ બાદ શનિવારે (15 ઓગસ્ટ) લોકો જાહેરજીવન ફરી ટ્રેક પર લાવવાના પ્રયાસમાં જોવા મળ્યા. સ્લમ એરિયામાં રહેતા લોકોના ઘરને મોટાપાયે નુકસાન થયું હતું.

ઘણા વિસ્તારોમાં વાહનો અને ઘર માટીમાં દબાયા હતા. આ ઉપરાંત વેપારીઓ પણ હવે પોતાને થયેલા નુકસાનનો અંદાજ લગાવી રહ્યાં છે અને આ આંકડો 100 કરોડથી વધુ જઈ રહ્યો છે.

સ્લમ એરિયાના લોકોની મદદ કરવા ઘણા એનજીઓ આગળ આવ્યા છે. જેમણે આખી રાત ઘરમાંથી માટી કાઢતા લોકોને ભોજન પહોંચાડવાની વ્યવસ્થા કરી આપી.

જે સ્થળોએ કોર્પોરેટર કે નેતાઓ લોકોના હાલ પૂછવા નીકળ્યા ત્યાં લોકો રડીને પોતાની સ્થિતિ જણાવતા જોવા મળ્યા. વેપારીઓ દુકાનની બહાર માલસામાન સુકવતા જોવા મળ્યા.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page