Only Gujarat

Bollywood FEATURED

અમિતાભ બચ્ચનના આખે આખા ઘરને કરાયું સેનેટાઈઝ, જુઓ ‘જલસા’ની અંદરની તસવીરો

મુંબઈઃ અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, એશ્વર્યા રાય બચ્ચન અને તેમની દીકરી આરાધ્યાને કોરોના થયો છે. અમિતાભ બચ્ચનન અને અભિષેક બચ્ચનને કોવિડ-19ના હળવા લક્ષણો દેખાતાં શનિવારે મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ થયાં હતાં. રિપોર્ટ્સ મુજબ, અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનની તબિયત સ્થિર છે અને તેમને આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. એશ્વર્યા રાય બચ્ચન અને આરાધ્યાની પણ સારવાર ચાલી રહી છે. આ તરફ ‘જલસા’ અને ‘પ્રતીક્ષા’ બંગલોને સેનેટાઇઝ કરવામાં આવ્યો હતો. જેથી કોઈ પ્રકારે સંક્રમણની શક્યતા ના રહે.

અમિતાભ બચ્ચનને ડિરેક્ટર રમેશ સિપ્પીએ ફિલ્મ ‘સત્તે પર સત્તા’(1982)માં તેમનીવ સાથે કામ કર્યા પછી ગિફ્ટમાં આપ્યો હતો. ‘જલસા’ બંગલો લગભગ 10 હજાર વર્ગફૂટમાં ફેલાયેલો છે.

આ બંગલામાં અમિતાભ બચ્ચન તેમની પત્ની જયા બચ્ચન, દીકરા અભિષેક બચ્ચન, વહુ એશ્વર્યા રાય બચ્ચન અને પૌત્રી આરાધ્યા બચ્ચન સાથે રહે છે.

અમિતાભનો આ બંગલો મુંબઈના જુહૂ વિસ્તારમાં સ્થિત છે, જેની બહાર અનેક ફેન્સ અને ટૂરિસ્ટની ભીડ જોવા મળે છે. ‘જલસા’ બંગલાના દરવાજા વુડનના બનેલા છે.

દર રવિવારે અમિતાભ બચ્ચન, જલસાની બહાર ઊભા રહીને ફેન્સને મળે છે અને વાતચીત કરે છે. જોકે, કોરોના લૉકડાઉનમાં અત્યારે રવિવારે અમિતાભ બચ્ચન ફેન્સનું અભિવાદન કરતાં નથી.

અમિતાભ બચ્ચન ફિલ્મ ‘કુલી’ દરમિયાન જ્યારે જિંદગી અને મોત વચ્ચે ઝઝૂમી સ્વસ્થ થયાં ત્યારે તેમણે નિર્ણય કર્યો હતો કે, તે ખુદ બહાર આવી તેમના માટે પ્રાર્થના કરનારા ફેન્સનો આભાર માનશે.

અમિતાભ બચ્ચનના બંગલા ‘જલસા’નું ઇન્ટેરિયર ખૂબ જ સુંદર છે. આ ઉપરાંત સુંદર ફર્નીચર અને ડેકોરેશન પણ ભવ્ય છે.

અમિતાભ બચ્ચન ‘જલસા’ પહેલાં ‘પ્રતીક્ષા’ બંગલોમાં રહેતાં હતાં. જે જલસાથી થોડો જ દૂર છે. ‘પ્રતીક્ષા’ બંગલોમાં અમિતાભ બચ્ચનના માતા-પિતા રહેતાં હતાં.

અત્યારે અમિતાભ બચ્ચનના ‘જલસા’ બંગલોની લગભગ કિંમત 120 કરોડ રૂપિયા કરતાં પણ વધારે છે. આ બંગલામાં દરેક પ્રકારની સુખ-સુવિધાઓ છે.

‘જલસા’ બંગલાની અંદર દીકરા અભિષેક, દીકરી શ્વેતા સાથે જયા બચ્ચન. બીજા ફોટોમાં પત્ની એશ્વર્યા અને દીકરી સાથે અભિષેક બચ્ચન જોવા મળી રહ્યા છે.

અમિતાભ બચ્ચનના જલસા બંગાલની અંદરની તસવીરો સોશિયલ મીડિયામાંથી લેવામાં આવેલા છે.

You cannot copy content of this page