Only Gujarat

Religion

17 ઑગસ્ટે બુધનો સિંહ રાશિમાં પ્રવેશ, જાણો કઈ રાશિને ફાયદો ને કોને નુકસાન

મુંબઈઃ ગ્રહોમાં યુવરાજ કહેવાતા ચંદ્રપુત્ર બુધ 17 ઑગસ્ટ સવારે 8 વાગ્યે 28 મિનિટે કર્ક રાશિની યાત્રા સમાપ્ત કરી સિંહ રાશીમાં પ્રવેશ કરી રહ્યો છે. જ્યાં પહેલાથી વિરાજીત સૂર્ય સાથે યુતિ કરશે. સૂર્ય અને બુધની યુતિથી બચવા માટે ‘બુધાદિત્ય’ યોગ 29 ઑગસ્ટથી જ પ્રારંભ થયો, તેના પહેલાં બુધાદિત્ય યોગનો પ્રભાવ રહેશે નહીં. આ રાશિ પર 2 સપ્ટેમ્બરે બપોરે 12 વાગ્યે 2 મિનિટ સુધી વિદ્યામાન રહેશે. તે પછી કન્યા રાશિમાં પ્રવેશ કરશે. ફલિત જ્યોતિષમાં બુધ શિક્ષણ કાર્યસ બેન્કિંગ સેક્ટર તથા ન્યાયિક ક્ષેત્રોના અતિકારક કહેવામાં આવે છે.

આ રાશિ પરિવર્તનની સર્વાધિક અસર વેપારીઓ, વિદ્યાર્થી તથા યુવાઓ પર પડે છે. મિથુન અને કન્યા રાશિના સ્વામી બૂધલ તેમની સ્વયમની રાશિ કન્યામાં જ ઉચ્ચરાશિગત તથા મીન રાશિમાં નીચરાશિગતસંજક માનવામાં આવે છે.

મેષ રાશિ
મેષ રાશિના વિદ્યાભાવમાં બુધનું ગોચર વિદ્યાર્થીઓ માટે કોઈ વરદાનથી ઓછું નથી. શિક્ષા પ્રતિયોગીતામાં સારી સફળતા પ્રાપ્ત થશે, પણ ગુપ્ત શત્રુઓથી સાવધાન રહેવું. અધિક દેણું કે લેણ-દેણથી બચવું. નવ દંપતિ માટે સંતાન પ્રાપ્તિ અને પ્રાદુર્ભાવનો પણ યોગ છે. પોતાની ઉર્જા શક્તિનો પૂર્ણ ઉપયોગ કરતાં કાર્ય કરશો તો સફળતાની સંભાવના સર્વાધિક રહેશે. પરિવારના વરિષ્ઠ સદસ્ય અથવા અધિકારીઓ સાથે મતભેદ ઊભો ના કરવો.

વૃષભ રાશિ
વૃષભ રાશિના ચતુર્થભાવમાં બુધનું ગોચર સામાન્ય ફળદાયક જ રહેશે કેમ કે, આ ભાવ માટે બુધ ખૂબ જ શુભ લાભદાક નહીં કહી શકાય પણ, મકાન વાહન ખરીદવાનું સપનું પૂર્ણ થઈ શકે છે. માતા-પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું વ્યર્થ વિવાદોમાં પડવાથી પારિપારિક કલેડ અને માનસિક અશાંતિનો સામનો કરવો પડી શકે છે, સાવધાન રહેવું. કાર્ય વેપારની દૃષ્ટિથી બુધનો ગોચર શુભ રહેશે. શાસન સત્તાનો પૂર્ણ લાભ ઉઠાવવો.

મિથુન રાશિ
મિથુન રાશિના પરાક્રમભાવમાં બુધનું ગોચર તમને બહુદ્ધમી બનાવશે અનેક સાધનોથી લાભ કરાવશે. તમારા સાહસ અને પરાક્રમના બળ પર વિષમ સ્થિતિ સામાન્ય રહેશે. આવકના સાધનો પણ વધશે ધર્મ-કર્મની બાબતોમાં પણ ભાગ લેશો. વિદેશ યાત્રા અથવા વિદેશી નાગરિકતા માટે આવેદન કરવું સફળ રહેશે. કેન્દ્ર અથવા રાજ્ય સરકારના પ્રમુખ વિભાગોમાં કાર્ય પુરુ કરવાં માટે સારો અવસર છે.

કર્ક રાશિ
કર્ક રાશિના ધનભાવમાં બુધનું ગોચર આર્થિક રીતે મજબૂતી પ્રદાન કરશે. ઘણાં દિવસોથી રોકાયેલું ધન તમને મળી શકે છએ. જો તમે કોઈને વધારે ધન ઉધાર આપ્યું છે તો તે આવવાના સંકેત છે, પ્રયત્ન કરવો. તમારી હઠ અને આવેશ પર નિયંત્રણ રાખતા વાણીની કુશળતાનો ભરપૂર ઉપયોગ કરશો તો દરેક બગડેલાં કાર્ય પણ બનશે. પરિવારનો માહોલ ખુશ રહેશે કોઈ મોંઘી વસ્તુનો ક્રય પણ રહેશે.

સિંહ રાશિ
સિંહ રાશિમાં બુધનો પ્રવેશ નિશ્ચિત રીતે અતિ ઉત્તમ ફળદાયી સિદ્ધ થશે પણ, તેનો સર્વાધિક લાભ 29 ઑગસ્ટ પછી થશે એટલા માટે યોજનાઓની ગોપનીયતા રાખી કામ કરતાં રહેશો તો અપ્રત્યાશિત રૂપથી સફળતાના યોગ છે. લગ્ન વિવાહ સંબંધિત વાર્તા પણ સફળ રહેશે નવ દંપતિ માટે સંતાન પ્રાપ્તિ અને પ્રાદુર્ભાવ માટે દૈનિક વેપારીઓ માટે અહીં ગોચર પણ અનુકૂળ રહેશે.

કન્યા રાશિ
કન્યા રાશિના હાનિભાવમાં બુધનો ગોચર તમારા માટે અત્યધિક દોડાદોડીનો અવસર પ્રવેશ કરશે. વિદેશ યાત્રા અથવા દેશાટનનો લાભ મળશે પણ કોઈ સંબંધી અથવા મિત્ર દ્વારા કષ્ટ કરવાના સમાચાર પ્રાપ્ત પણ થઈ શકે છે. અત્યધિક ખરચો કરવાથી બચવું અન્યથા આર્થિક તંગીની પણ સંભાવના છે. વિદ્યાર્થીઓએ પરિક્ષામાં વધારે માર્ક્સ લાવવા માટે વધારે મહેનત કરવી પડશે. ગુપ્ત શત્રુઓથી બચવા અને વિવાદોથી દૂર રહેવું.

તુલા રાશિ
તુલા રાશિના લાભભાવમાં બુધનું ગોચર એકથી એક સાધન વધારશે. કેન્દ્ર અથવા રાજ્ય સરકાર સાથે જોડાયેલી બાબતો પુરી થશે. સંતાન સંબંધી ચિંતાથી મુક્તિ મળશે નવ દંપતિ માટે સંતાન પ્રાપ્તિય અને પ્રાદુર્ભાવનો પણ યોગ છે. જે લોકો તમને નીચા દેખાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે તે તમારી મદદ કરવા માટે આગળ આવશે, નવી સર્વિસ માટે આવેદન કરવું સારું રહેશે.

વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિના દશમભાવમાં બુધનુ ગોચર તમારા માટે દરેક પ્રકારના શુભ સમાચાર લાગશે. કાર્યક્ષેત્રનો વિસ્તાર થશે. કોઈપણ મોટું કાર્ય, વેપાર આરંભ કરવા ઈચ્છી રહ્યા છો અથવા નવા અનુબંધ પર હસ્તાક્ષર કરવા માગો તો અવસર અનુકૂળ છે. સાશન સત્તાનું પૂર્ણ સુખ મળશે. માન-સન્માન અને પદ પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. ચૂંટણી સંબંધી કોઈ પમ નિર્ણય લેવા માગો તો પરિણામ તમારા પક્ષમાં રહેશે.

ધન રાશિ
ધન રાશિના ભાગ્યભાગવમાં બુધનું ગોચર તમારા અતિ યોગકારક સિદ્ધ થશે. આર્થિક પક્ષ મજબૂત હશે. શિક્ષા પ્રતિયોગિતામાં સારી સફળતા મળશે. નવી સર્વિસ હેતું આવેદન કરવામાં પણ સફળ રહેશો. વિદેશી કંપનીમાં સર્વિસ માટે આવેદન અથવા વિદેશી નાગરિકતા માટે આવેદન પણ સફળ રહેશે. સંતાન સંબંધી ચિંતાથી મુક્તી મળશે. ધર્મ-કર્મની બાબતોમાં પણ ભાગ લેશો અને દાન પુણ્ય પણ કરશો.

મકર રાશિ
મકર રાશિના અષ્ટમભાવમાં બુધનો ગોચર મિશ્રફળદાયી રહેશે. ઘણીવાર તમારા પોતાનો લોકો વિરુદ્ધ ષડયંત્ર કરી શકે છે સાવધાન રહેવું. કાર્યક્ષેત્રમાં પણ વિવાદોથી દૂર રહેવું. કોર્ટ કચેરીની બાબતોાં બહાર જ પુરી કરો તે સારું રહેશે. સ્વાસ્થ્ય પ્રતિ સજાગ રહેવું કોઈને પણ વધારે ધનની લેણદેણથી પર કરવું અન્યથા સંભાવના રહેશે પણ મકાન વાહન ખરીદવાનો સંકલ્પ પૂર્ણ કરી શકે છે પ્રયત્ન કરવો.

કુંભ રાશિ
કુંભ રાશિના સતમા ભાવમાં બુધનું ગોચર દામ્પત્ય જીવનમાં મધુરતા લાવશે. લગ્ન વિવાહ-સંબંધિત વાતો પણ સફળ રહેશે સાસરી પક્ષથી સંબંધ પણ મજબૂત હશે અને આર્થિક સહયોગ પણ મળી શકે છે. દૈનિક વેપારી માટે પણ સમય અનુકૂળ છે નવા કાર્ય વેપાર આરંભ કરવા અથવા અનુબંધ પર હસ્તાક્ષર કરવા માટે સારો યોગ છે. સરકારના પ્રતિષ્ઠાનો સાથે જોડાયેલાં કાર્યોને પુરા કરવ અને આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે.

મીન રાશિ
મીન રાશિના શત્રુભાવમાં બુધનું ગોચર સામાન્ય ફળદાયી સિદ્ધ થશે. સ્વાસ્થ્ય પ્રતિ ચિંતનશીલ રહેવું તથા દવાઓનાં રિએક્શનથી બચવું. ઉતાવળમાં લેવામાં આવેલાં નિર્ણય નુકસાનકારક સિદ્ધ થઈ શકે છે. આ અવધિના મધ્યે કોઈ બહારના વ્યક્તિને વધારે દેણું ઉધારના રૂપે અથવા હાનિ થવાની સંભાવના છે. યાત્રા દેશાટન પર ખરચ રહેશ. વિદ્યાર્થી વર્ગને પરીક્ષામાં સારા અંક હાંસલ કરવા માટે વધારે મહેનત કરવી પડશે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page