Only Gujarat

Religion

2021માં વૃષભ રાશિ પર રાહુના ચારેય હાથ, વેપારમાં થશે ધનલાભ, તબિયત સાચવવી

વૃષભ રાશિના જાતકો માટે આવનારું વર્ષ સફળતા અને ઉપલબ્ધિવાળું રહેશે. વર્ષ 2021માં વૈવાહિક જીવન અને વેપારમાં સફળતા મળવાના પણ યોગ બની રહ્યા છે. આ વર્ષે તમારા માર્ગમાં આવતાં વિભિન્ન વિકલ્પોનો ઉપયોગ કરી યોગ્ય સમયે ઓપર્ચ્યુનિટી હાંસલ કરવાથી તમે આખા વર્ષનો આનંદ લઈ શકશો. શનિદેવ આખું વર્ષ તમારા ભાગ્ય સ્થાનમાં વિરાજમાન રહેશે. જે તમારા ભાગ્યની વૃદ્ધિનું કામ કરશે. વૃષભ રાશિના જાતકો પ્રેમ બાબતે ખૂબ જ રોમેન્ટિક હોય છે. આ વર્ષે તમારે કેટલાક કઠોર નિર્ણય લેવા પડી શકે છે. જે સંભવત તમને દુખ આપશે. પણ તમારી આવડત અને મનોબળથી પરિસ્થિતિની બહાર નીકળી શકશો અને ખુદને સક્ષમ બનાવી શકો છો.

કરિયર: આ વર્ષે તમારે કઠોર પરિશ્રમ કરશો ત્યારે તમને સફળતા મળશે. આ વર્ષે તમારા કર્મ ભાવનો સ્વામી શનિ તમારી રાશિના નવમા ભાવમાં વિરાજમાન રહેશે. જેનાથી તમારા ભાગ્યનો ઉદય થશે અને કરિયરના ક્ષેત્રમાં તમને ભરપૂર સફળતા મળશે. શનિદેવની આ સ્થિતિ તમારી પસંદનું ટ્રાન્સફર કરાવવામાં મદદ કરશે, પણ પ્રત્યેક કાર્યમાં વિલંબ થઈ શકે છે. આ આખું વર્ષ રાહુ વૃષભ રાશિમાં હોવાથી તમારી પ્રતિભા વધશે. તમારી પ્રતિભાના દર્શન કરાવવાનો અવસર પણ સમયે લઈને આવી શકે છે. કાર્યસ્થળ પર તમારા પ્રદર્શનની પ્રસંશા થશે. આ દરમિયાન તમારે કેટલાક વરિષ્ઠ અધિકારીઓ સાથે સારા સંબંધ સ્થાપિત કરવા પડશે કેમ કે, તેમનું ઘ્યાન તમારા પર રહી શકે છે. એવામાં તમારી જરા પણ ચૂક તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. કેટલાક છુપાયેલા દુશ્મન તમને ઓફિસમાં હેરાન કરી શકે છે. પણ તમે પોતાની મહેનતના દમ પર ઉન્નતિના નવા શિખરો પર પહોંચશો.

આર્થિક સ્થિતિ: આ વર્ષ તમારા માટે કેટલાક પડકાભર્યું રહેશે. આ વર્ષની શરૂઆતથી જ ધન લાભ સાથે ખર્ચો પણ વધારે થશે. આ માટે ધનનું રોકાણ સમજી વિચારીને કરવું. આ વર્ષે જો તમારે જરૂર હશે તો સાસરી પક્ષ તરફથી પણ સહાયતા મળશે. આ સમયે નવા ધન પ્રાપ્તિના સ્ત્રોતની શોધ કરતા રહેવું. નોકરી કરનારા જાતકોના વેતનમાં વૃદ્ધિ થશે અને વ્યવસાયી જાતકોના માટે બિઝનેસમાં ધનલાભનો યોગ બની રહ્યો છે. રાહુ તમારી રાશિના પ્રથમ ભાવમાં વિરાજમાન થવાથી અને કૃતિકા નક્ષત્રમાં હોવાથી વેપારના ક્ષેત્રમાં ધનલાભ થવાનો પ્રબળ યોગ છે. આ સાથે જ વેપારી વર્ગના જોતકોને દીર્ઘકાલીન લાભ પણ પ્રાપ્ત થવાની સંભાવના છે.

પરિવાર: વૃષભ રાશિના જાતકોનું પારિવારિક જીવન અનૂકુળ રહેશે નહીં. કેમ કે પારિવારિક જીવનની શરૂઆતમાં તણાવ અનૂભવી શકો છો. જેનાથી તમારા પારિવારિક સુખમાં અછત આવશે. તમારું મન ઉદાસ રહી શકે છે. આ સમયે તમારે થોડા સચેત રહેવાની આવશ્યકતા છે. વર્ષના મધ્ય સુધી પરિસ્થિતિ સારી થતી લાગશે અને તમે સંપતિ ખરીદવાનું વિચારશો. આ દરમિયાન તમારા પરિવારના મતભેદ પણ દૂર થશે. તમારી રાશિના સાતમાં ભાવમાં કેતૂની ઉપસ્થિતિ તમારા લગ્નજીવનમાં ખૂબ જ સમસ્યાઓ ઉત્પન્ન કરી શકે છે. તમારે આ સમયે પોતાની વાણી પર સંયમ રાખવો પડશે. અન્યથા આ દરમિયાન તમે પોતાના શબ્દોથી જીવન સાથીને કંઈક એવું કહી દેશો કે જેનાથી વિવાદ વધશે.

પ્રેમ-રોમાન્સ: પ્રેમજીવન આ વર્ષે મિશ્રફળદાયી રહેશે. આ વર્ષે તમને રિલેશનશિપ અંગે ચિંતા રહેશે અને તમે દબાવ પણ અનુભવી શકો છો. આ વર્ષના અંતમાં તમારે પ્રેમ જીવન અને તેના ભવિષ્ય વિશે મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાની આવશ્યકતા છે. જો તમે સિંગલ છો તો તમારા જીવનમાં કોઈ આવશે અને એક નવો સંબંધ સમ્મલિત થશે. તમે પોતાના સંબંધોને એક નવી રચનાત્મકતા આપશો અને તેમને મજબૂત બનાવશો. જો તમે પહેલાંથી જ રિલેશનશિપમાં છો તો પોતાના સંબંધમાં સ્થિરતાને મહત્ત્વ આપી પોતાના સાથી સાથે કડવાશ દૂર કરી પોતાનું મધુર પ્રેમ જીવન મેળવવામાં સફળ રહેશો.

શિક્ષણ: આ વર્ષ વૃષભ રાશિના વિદ્યાર્થીઓ માટે થોડી મુશ્કેલી ભર્યું રહી શકે છે કેમ કે, તમારા માટે આ વર્ષની શરૂઆત થોડી કમજોર રહેશે. તમારે પડકારોનો સામનો પણ કરવો પડશે અને આ પડકારો સામે લડી તેમને સફળતા પ્રાપ્ત થશે. એટલા તમારે આ સમયે પોતાના અભ્યાસાં વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે. જો તમે પ્રતિસ્પર્ધી પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરવા માગો છો, તો તમારે વધારે મહેનત કરવાની જરૂર છે. ઉચ્ચ શિક્ષણ મેળવનારા વિદ્યાર્થીઓને સારી તક મળશે. ઉચ્ચ શિક્ષણની તૈયારી કરી રહેલાં વિદ્યાર્થીઓ માટે પણ આ સારો સમય છે. એપ્રિલ અને પછી સપ્ટેમ્બર દરમિયાન સમય મેળવવાના યોગ બનશે.

સ્વાસ્થ્ય: આ વર્ષે તમારા સ્વાસ્થ્યમાં ઉતાર-ચઢાવ રહેશે. તમારે પોતાના સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવું પડશે, કામ અને આરામ વચ્ચે સંતુલન રાખવું પડશે. આ વર્ષની શરૂઆત તમારા સ્વાસ્થ્ય માટે વધારે શુભ રહેશે નહીં. માર્ચથી જુલાઈ સુધીનો સમય સ્વાસ્થ્ય માટે સારો નથી. તમને ઢીંચણ અને સાંધામાં દુખાવો, અપચો જેવી સમસ્યા થઈ શકે છે. જૂના રોગમાંથી છુટકારો મળી શકે છે. તમને ઘબરમણની સમસ્યા થઈ શકે છે. આ અંગે ડૉક્ટરની સલાહ લેવી હિતકારી છે.

જ્યોતિષ ઉપાય: 9 વર્ષથી નાની કન્યાને ભોજન કરાવવું અને તેમના ચરણસ્પર્શ કરી પ્રતિદિવસ તેમનો આશીર્વાદ લેવો. શુક્રવારના દિવસે સફેદ મિઠાઈનું દાન કરવું. શનિવારના દિવસે કિડીયારું પુરવું અને ગાય માતાની સેવા કરવી.

You cannot copy content of this page