Only Gujarat

Bollywood

સલમાન ખાનની ફિલ્મ ‘તેરે નામ’ની તે ગાંડી ભિખારી યાદ છે તમને? ઓળખો

મુંબઈઃ સલમાન ખાનની ફિલ્મ ‘તેરે નામ’ રિલીઝ થયાને 17 વર્ષ પુરાં થઈ ગયાં છે. આ ફિલ્મે બૉક્સ ઑફિસ પર નવો રેકોર્ડ સર્જ્યો હતો. સાથે જ સલમાનના કરિયરને ઊંચાઈ મળી હતી. ફિલ્મ ‘તેરે નામ’માં જનૂની પ્રેમીનો રોલ પ્લે કરનારા રાધેના ચહેરા પર જોવા મળતાં વાળ આજે પણ લોકોનું દિલ જીતી લે છે. આ તમિલ ભાષામાં બનેલી ફિલ્મ ‘સેતુ’(1999)ની રીમેક હતી. આ ફિલ્મમાં ઘણાં સ્ટાર્સે કામ કર્યું હતું જેમાં એક રોલ ભિક્ષુકનો પણ હતો.

ફિલ્મમાં ભિક્ષુક રોલ પ્લે કરનારી છોકરી રિયલમાં જાણીતિ એક્ટ્રસ રાધિકા ચૌધરી છે. રાધિકાએ હિન્દીની સાથે-સાથે દક્ષિણ ભારતીય ફિલ્મોમાં પણ કામ કર્યું છે. ‘તેરે નામ’માં ભલે રાધિકા ફાટેલાં જૂનાં કપજામાં જોવા મળી હોય પણ તે રિયલ જિંદગીમાં ખૂબ જ સુંદર છે.

ફિલ્મ તેરે નામમાં ગાંડી ભિક્ષુકના રોલમાં જોવા મળેલી રાધિકા ચૌધરીએ તેમની એક્ટિંગથી દરેક લોકોને ઇમોશનલ કરી દીધા હતાં. પાગલખાને જતાં સલમાન રોકવા માટે ભાગતી ભિક્ષુકનો તે ઇમોશનલ સીન આજે પણ લોકોને રડાવી દે છે.

વર્ષ 1999માં તેલુગૂ ફિલ્મથી રાધિકાએ તેમના કરિયરની શરૂઆત કરી હતી. રાધિકાની પહેલી બૉલિવૂડ ફિલ્મ કરીના કપૂર અને ફરદીન ખાન સ્ટારર ‘ખુશી’ હતી. આ પછી રાધિકાએ બે ફિલ્મો કરી અને અચાનક એક્ટિંગની દુનિયાને અલવિદા કહી દીધું.

આ પછી રાધિકાએ નિર્દેશનમાં હાથ અજમાવ્યો હતો. 2010માં તેમને લાસ વેગસ ફિલ્મ ફેસ્ટિવલમાં તેમની શોર્ટ ફિલ્મ ‘ઓરેન્જ બ્લૉસમ’ માટે સિલ્વર એસ એવોર્ડ જીત્યો છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page