Only Gujarat

Bollywood

સુશાંતના મોતના બે મહિના પહેલા રિયાએ કહ્યું હતું, તે મારો પ્રેમી નથી તે તો માત્ર….

મુંબઈઃ સુશાંત સિંહ રાજપુતના નિધનને બે મહિના થઈ ગયા છે. આ બાબતે દરરોજ નવાં ખુલાસા થઈ રહ્યાં છે. સુશાંત સાથે છેલ્લાં વર્ષે રિલેશનમાં રહેલી રિયા ચક્રવર્તીએ તેમના નિધન પછી સ્વીકાર્યું હતું કે, તે સુશાંતની ગર્લફ્રેન્ડ હતી. સુશાંતના નિધનનાં બે દિવસ પહેલાં જ એપ્રિલમાં જ્યારે રિયાને સુશાંત સાથેના અફેર અંગે સવાલ કરવામાં આવ્યો તો તેમણે આ વાતની ના પાડી દીધી હતી.

રિયા ચક્રવર્તીને પૂછવામાં આવ્યું હતું કે, ‘તે સુશાંતને ડેટ કરી રહી છે?’ જવાબમાં રિયાએ કહ્યું કે, ‘આ વાત સાચી નથી. સુશાંત અને હું ખરેખર સારા ફ્રેન્ડ છીએ. હું તેમને આઠ વર્ષથી ઓળખું છું. આ વર્ષોમાં અમારી ફ્રેન્ડશિપ વધી છે. હું મારા દરેક ફ્રેન્ડને ખૂબ જ પ્રેમ કરું છું અને તેને છુપાવતી નથી. જ્યાં સુધી સુશાંતની વાત છે તો હું જે લોકોને જાણું છું, તેમાંથી તે સૌથી સારા અને કૂલ વ્યક્તિ છે.’

એટલું જ નહીં જ્યારે રિયાને પૂછવામાં આવ્યું કે તેમણે, ‘સુશાંતની કંઈ વાત પસંદ નહોતી?’ જેના પર રિયાએ કહ્યું કે, ‘સુશાંત ખૂબ જ સમજદાર છે. તે દરેક વસ્તુ વધારે જાણે છે. તે એવો જ છે. ત્યારે તમને થોડો ગુસ્સો આવી શકે છે. જ્યારે તમને લાગે છે કે તમે ખૂબ જ સ્માર્ટ છો, પણ સુશાંત સાથે વાતચીત કર્યાં પછી તમારા વિશે ફરી વિચારવું પડે છે.’ રિયા એ જ છે જે સુશાંતને બે મહિના પહેલાં સમજદાર કહેતી હતી અને હવે રિયાએ કહ્યું કે, ‘યૂરોપ ટ્રિપમાં તે વિચિત્ર હરકતો કરવા લાગ્યો હતો.’

રિયા ચક્રવર્તીનો થોડાં દિવસો પહેલાં એક વીડિયો વાઇરલ થયો હતો. આ વીડિયોમાં રિયા હોટેલ અને પ્રાઇવેટ જેટ ખરીદવાની વાત કરી રહી હતી. વાઇરલ થયેલાં આ જૂના વીડિયોમાં રિયાએ તેમની વિશ લિસ્ટ જણાવી હતી. રિયા તે વસ્તુ વિશે વારંવાર કહેતી કહતી જે તેને ખરીદવા માગતી હતી. રિયા કહે છે કે, ‘હું આઇલેન્ડ, પ્રાઇવેટ જેટ અને હોટેલ ખરીદવા માગુ છું. મને હોટેલ ખૂબ જ પસંદ છે.’

એટલું જ નહીં સુશાંત સાથે રિલેશનશિપમાં હોવા છતાં એક પત્રકારે વેલેન્ટાઇન ડેની તૈયારી અંગે રિયાને સવાલ કર્યો તો તેણે કહ્યું કે, ‘મારા તરફથી તો વેલેન્ટાઇન ડે પર ખૂબ જ પ્લાનિંગ હોય છે પણ કોઈ મળતું નથી.’ રિયા કેમેરા તરફ જોવે છે અને કહે છે કે, ‘હું સિંગલ છું. કોઈ શોધો?’ જોકે, સુશાંતના મોત પછી સામે આવ્યું છે કે, રિયા સુશાંતને ડેટ કરી રહી હતી.

અત્યારે CBI તપાસની માગ થઈ રહી છે. આ સાથે જ ED પણ રિયા અને તેમના પરિવારની તપાસ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, સુશાંત સિંહ રાજપુતનો મૃતદેહ તેમના ફ્લેટમાં ગળેફાંસો ખાધેલી હાલતમાં મળ્યો હતો. મુંબઈ પોલીસ તેમની તપાસમાં આને આત્મહત્યા કહી રહી છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page