Only Gujarat

Bollywood

માંડવામાં આવતા જ ‘ભલ્લાલદેવ’ અંજાયો પત્નીની સુંદરતાથી, લાગતી હતી આટલી રૂપાળી!

હૈદરાબાદઃ દુલ્હે કા સહેરા સુહાના લગતા હૈ, દુલ્હન કા તો દિલ દીવાના લગતા હૈ…વર્ષના સૌથી ચર્ચિત લગ્નોમાંથી એક ‘બાહુબલી’ના ભલ્લાલ દેવ એટલે કે રાણા દગ્ગુબતી અને તેની લેડી લવ મિહિકા બજાજ હવે લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. બંનેએ હૈદરાબાદના રામાનાયડૂ સ્ટૂડિયોમાં તેલુગૂ અને મારવાડી પરંપરા અનુસાર લગ્ન કર્યા, જેની તસવીરો પણ એક-એક કરીને સામે આવી ચુકી છે.

લગ્નમાં થનારા ફંકશન્સ એટલે કે સગાઈથી લઈને હલ્દી, મહેંદીથી લઈને છેક સુધીની રસમમાં રાણાની દુલ્હનિયાએ આમ તો એકથી એક ચડિયાતા આઉટફિટ્સ પહેર્યા પરંતુ દુલ્હનના લિબાસમાં સજેલી મિહિકાના લૂકના સૌથી વધુ વખાણ થયા. લગ્ન માટે મિહિકાએ ક્રીમ એન્ડ ગોલ્ડન રંગના વેડિંગ લહેંગાની પસંદગી કરી, જેની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે.

લગ્ન માટે મિહિકા બજાજે જાણીતા ડિઝાઈનર અનામિકા ખન્નાનો ડિઝાઈન કરેલ ક્રીમ એન્ડ ગોલ્ડ રંગનો જરદોસી વર્કનો લહેંગો પહેર્યો હતો, જેને કોરલ રંગમા ઘૂંઘટ સાથે ડિઝાઈન કરવામાં આવ્યો હતો. મિહિકાના આ લહેંગામાં હાથથી જ બધુ કામ કરવામાં આવ્યું હતું, જેને બનાવવા માટે 10 હજારથી વધુ કલાક લાગ્યા. જોકે આ પહેલી વાર નથી જ્યારે અનામિકા ખન્નાના કોઈ લહેંગાએ વાહવાહી લૂંટી હોય. ડિઝાઈનર હંમેશા તેની અનોખી ડિઝાઈન માટે જાણીતા છે.

એવું શું હતું લહેંગામાંઃ ટાઈમ્સ ઑફ ઈન્ડિયાને આપેલા ઈન્ટરવ્યૂમાં અનામિકા ખન્નાએ એ વાતનો ખુલાસો કર્યો કે મિહિકાને વધુ ચટક-મટક વાળા અટાયર પસંદ નથી. આ વાતને ધ્યાનમાં રાખતા તેણે થનારી દુલ્હન માટે ક્રીમ અને ગોલ્ડન રંગ પર પસંદગી ઉતારી, જેના પર કશીદાકારી વર્ક કરીને તેને અલગ લૂક આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો.

ક્રીમ અને ગોલ્ડન રંગના આ લહેંગામાં ખાસ રીતે ચિકનકારી વર્ક કરવામાં આવ્યું છે, જેમાં સોનાના તારથી જડાઊ એમ્બ્રોઈડરી કરવામાં આવી છે. એટલું જ નહીં, લહેંગામાં કરવામાં આવેલી નકશીને ઉભાર આપવા માટે ચિકનકારી સાથે જરદોસી અને મોટિફ્સને વધુ સારું રૂપ આપવામાં આવ્યું છે. લહેંગાને કોન્ટ્રાસ્ટ રૂપ આપવા માટે તેના પર કોરલ કલરના લાંબા ઘૂંઘટને જોડવામાં આવ્યો. સાથે જ લહેંગા સાથે મેચ કરવા દુલ્હન માટે ગોલ્ડન રંગનો સાઈડ દુપટ્ટો પણ હતો જે મિહિકાના લૂકમાં ચાર ચાંદ લગાવવામાં કોઈ જ કસર નહોતો છોડી રહ્યો.

વાત કરીએ મિહિકાના ઑવરઓલ લૂકની તો, તેણે આ ભવ્ય લહેંગા સાથે પોલ્કી અને પન્નાની જડતરની અનકટ ડાયમંડ જ્વેલરી પહેરી હતી, જેમાં બિબ નેકલેસ સાથે રાની હાર સામેલ હતો. નાકમાં સિંગલ ગોલ્ડન મોતીઓથી તૈયાર કરવામાં આવેલી નથ, સેર વાળો માંગ ટીકો અને કાનમાં મેચિંગ ઈયર રિંગ્સ હતી. એક રીતે કહીએ તો તેનો આ બ્રાઈડલ લૂક એકદમ પરફેક્ટ હતો.

ખૈર, અમે તો દુલ્હનની સાદગી પર જ દિલ હારી ચુક્યા છીએ. તો બીજી તરફ વરરાજા એટલે કે રાણા પણ સિલ્કના કુર્તા અને ધોતીમાં એકદમ હેન્ડસમ લાગ્યો હતો.

You cannot copy content of this page