Only Gujarat

Bollywood

‘બિગ બોસ’ના ઘરમાં હવે ધમાલ મચાવશે સપનાભાભી, બોલ્ડ સીન્સ આપીને મચાવી ચૂકી છે સનસનાટી

મુંબઈઃ બિગ બોસ-14માં અત્યાર સુધી 11 સ્પર્ધકોની એન્ટ્રી થઈ છે, જેમાંથી 4 સ્પર્ધકોને તોફાની સિનિયર્સ (હિના ખાન, સિદ્ધાર્થ શુકલા, ગૌહર ખાન) એ રિજેક્ટ કર્યા હતા. રિપોર્ટ્સ અનુસાર, હવે શોમાં વધુ 4 સ્પર્ધકોની વાઈલ્ડ કાર્ડ થકી એન્ટ્રી થશે. જેમાંથી એક છે બી-ગ્રેડ ફિલ્મ્સની એક્ટ્રેસ સપના સપ્પૂ. સપના સપ્પૂ 80-90ના દાયકાની જાણીતી એક્ટ્રેસ છે, જેણે ઘણી બોલ્ડ ફિલ્મ્સમાં કામ કર્યું છે.

સપનાએ પોતાના કરિયરનો પ્રારંભ 1998માં મિથુનની ફિલ્મ ‘ગુંડા’થી કર્યો હતો. જોકે તેણે આ ફિલ્મમાં મિથુનની બહેનનો રોલ કર્યો હતો. સપના સપ્પૂ તે પછી બી-ગ્રેડ ફિલ્મ્સના ડિરેક્ટર કાંતિ શાહની ઘણી ફિલ્મ્સમાં જોવા મળી હતી.

આ ફિલ્મ્સમાં સપનાએ ઘણા બોલ્ડ સીન્સ આપ્યા હતા. સપનાએ 250 જેટલી હિન્દી, ભોજપુરી અને ગુજરાતી ફિલ્મ્સમાં કામ કર્યું છે. સપના સપ્પૂ હાલ વેબ સીરિઝમાં જોવા મળી રહી છે. જેમાં તે ન્યૂડ સીન પણ આપી ચૂકી છે.

સપનાની પર્સનલ લાઈફ વિશે વાત કરીએ તો તે ઘણી વિવાદાસ્પદ રહી છે. તેણે 2013માં ગુજરાતના એક બિઝનેસમેન સાથે લગ્ન કર્યા હતા. જોકે લગ્નના અમુક સમય બાદ તેના પતિએ સાથ છોડી દીધો હતો.

એક ઈન્ટરવ્યૂમાં સપનાએ જણાવ્યું હતું કે, પતિએ તેના સેલિબ્રિટી સ્ટેટસને જોઈને લગ્ન કર્યા હતા, જોકે પોતાનો મતલબ પૂર્ણ થઈ જતા જ તેને છોડી દીધી હતી. લગ્ન બાદ સપનાએ ફિલ્મ્સમાં કામ કરવાનું પણ બંધ કરી દીધું હતું.

સપનાએ જણાવ્યું કે, પતિથી અલગ થયા બાદ મુંબઈમાં તેની માટે ગુજરાન ચલાવવું મુશ્કેલ થઈ ગયું હતું. તેની પાસે કોઈ કામ નહોતું. એક સમયે તે આત્મહત્યા અંગે વિચારી રહી હતી. જોકે પછી દીકરા માટે તેણે આ પગલું ભર્યું નહીં. સપનાનો એક દીકરો છે શૌર્ય.

સપનાએ કહ્યું કે, પતિએ તેની બધી સંપત્તિ પોતાની પાસે જ રાખી લીધી, મુંબઈ પહોંચી તો દીકરાના ઉછેર માટે તેણે ખોટા માર્ગે ચાલવું પડ્યું.

હાલ સપનાએ પતિથી અલગ થવા છૂટાછેડાની અરજી દાખલ કરેલી છે. સપના ટીવી સિરિયલ ‘જાએ કહાં’માં પણ કામ કર્યું હતું. સપના સોશિયલ મીડિયા પર ઘણો એક્ટિવ છે, ઈન્સ્ટાગ્રામ પર તેના 5 લાખથી વધુ ફોલોઅર્સ છે.

સપના સપ્પૂ એ વાત જાણે છે કે તે બોલિવૂડની ટોચની એક્ટ્રેસ નથી. તેને આ વાતનો કોઈ અફસોસ પણ નથી. આ વાસ્તવિકતાનો તે સ્વીકાર કરી ચૂકી છે અને તે પોતાના જીવનમાં ઘણી ખુશ છે.

You cannot copy content of this page