Only Gujarat

Bollywood

આ સિંગરે માત્ર 18 વર્ષે 14 વર્ષ મોટા પુરુષ સાથે પરિવાર વિરુદ્ધ જઈ કર્યા લગ્ન, વર્ષમાં થયા ડિવોર્સ

મુંબઈઃ આજના સમયની ખૂબ જ પ્રસિદ્ધ અને સફળ સિંગર સુનિધિ ચૌહાણનો 14 ઓગસ્ટે જન્મદિવસ છે. ફિલ્મોમાં 11 વર્ષની ઉંમરથી ગીતો ગાનાર સુનિધિનો જન્મ 1983માં નવી દિલ્હીમાં થયો હતો. સુનિધિ ચૌહાણે તેમના સ્વરના જાદુથી સંગીતની દુનિયામાં સારી પ્રસિદ્ધિ મેળવી. સુનિધિ ચૌહાણ મ્યુઝિક ઇન્ડસ્ટ્રીનું ખૂબ જ જાણીતું નામ છે. હિન્દી સિવાય સુનિધિએ તેલુગ, કન્નડ, તમિલ, પંજાબી, બંગાલી, આસામી, નેપાળી અને ઉર્દુમાં પણ ગીતો ગાયા છે. સિંગરની સાથે સુનિધિ એક ફેશન આઇકન પણ છે.તો ચાલો તેમના જન્મદિવસના અવસરે જાણીએ તેમની સાથે જોડાયેલી કેટલીક રોચક વાતો.

સુનિધિએ તેમની કારર્કિદીની શરૂઆત ચાર વર્ષની ઉંમરથી જ કરી દીધી છે. સુનિધિના પિતા પણ એક થિયેટર આર્ટિસ્ટ છે. નાની ઉંમરથી સુનિધિ સ્ટેજ શો અને અન્ય સ્પર્ધામાં ભાગ લેતી હતી. સુનિધિએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે, તેમણે એક જાગરણમાં ભજન ગાયું હતું. માતાના જગરાતામાં બે ભજનો ગાયા હતા. ત્યારથી લોકોને લાગતું હતું કે, મારે બીજી જગ્યાએ જ પણ સિંગિગના ટેલેન્ટને અજમાવવું જોઇએ.

એક રિયાલિટી શો દરમિયાન એકટ્રેસ તબસ્સૂમેએ આ નાનકડી બાળકીની પ્રતિભાને ઓળખી લીધી હતી. તબસ્સુમે સુનિધિના માતા પિતાને મુંબઇ આવવા માટે કહ્યું. ત્યારબાદ સુનિધિએ દુરદર્શનના રિયાલિટી શો ‘મેરી આવાજ સુનો’માં ભાગ લીધો. સુનિધિએ આ રિયાલિટી શોમાં લતા મંગેશકર ટ્રોફી ખિતાબ જીત્યો.

આ ઘટના બાદથી સુનિધિની સફળ સંગીત સફરની શરૂઆત થઇ ગઇ. સુનિધિએ સંગીતની દુનિયામાં પોતાનું સ્થાન બનાવવાનું શરૂ કરી દીધુ.16 વર્ષની ઉંમરે સુનિધિને ફિલ્મ મેકર રામગોપાલ વર્માએ તેમની ફિલ્મ ‘મસ્ત’માં ગાવાનો મોકો આવ્યો. આ ફિલ્મના બધા સોન્ગ સુપર હિટ રહ્યાં. સુનિધિએ વર્ષ 2013માં એશિયાની ટોપ 50 સફળ મહિલામાં પોતાનું સ્થાન બનાવ્યુ. સુનિધિનું મૂળ નામ નિધિ ચૌહાણ છે. જો કે કલ્ચાણજી અકેડેમીના શિક્ષાર્થીના દરેકના નામ ‘સ’થી શરૂ થતા હતા. આ કારણે જ નિધિ સુનિધિ બની ગઇ.


‘રૂકી રૂકી સી જિંદગી’ સોન્ગ માટે સુનિધિને ફિલ્મફેર અવોર્ડથી સન્માનિત કરવામા આવી હતી. અત્યાર સુધીમાં સુનિધિ 3000થી વધુ સોન્ગ ગાઇ ચૂકી છે. સુનિધિની કારર્કિદી ખૂબ જ સુંદર રીતે આગળ ધપી રહી હતી, પરંતુ તેમની પર્સનલ લાઇફમાં ખૂબ ચઢાવ ઉતાર આવ્યા. સુનિધિએ 18 વર્ષની વયે જ તેનાથી 14 વર્ષ મોટા ડાયરેક્ટર બોબી ખાને સાથે લગ્ન કરી લીધા હતા. જોકે એક વર્ષની અંદર જ બંનેના ડિવોર્સ થઇ ગયા.

સુનિધિએ ડિવોર્સના 9 વર્ષ બાદ મ્યુઝિક કમ્પોઝર હિતેશ સોનિક સાથે લગ્ન કર્યાં. હિતેશ પણ સુનિધિ કરતા 14 વર્ષ મોટા છે. હિતેશ અને સુનિધિ બાળપણના મિત્રો પણ છે. બંને એકબીજાને 15 વર્ષથી ઓળખતા હતા. 1 જાન્યુઆરી 2018માં સુનિધિએ પુત્રને જન્મ આપ્યો. જો કે છેલ્લા કેટલાક દિવસથી બંનેના સંબંધોમાં તિરાડ પડી હોવાની વાતો સંભળાઇ રહી હતી પરંતુ હિતેશે બધી જ વાતોને માત્ર અફવા ગણાવીને તેના પર પૂર્ણવિરામ મૂકી દીધું.

You cannot copy content of this page