Only Gujarat

Bollywood

કરીના એન્જોય કરી રહી છે બીજીવારની પ્રેગ્નન્સી, પતિ સૈફ આ રીતે ખાસ રાખે છે ધ્યાન

મુંબઈઃ એક્ટ્રેસ કરીના કપૂર ખાન અને તેનો પતિ સૈફ અલી ખાન બીજી વખત પેરેન્ટસ બનવા જઇ રહ્યાં છે. આ ગૂડ ન્યુઝને ખુદ સૈફ અલી ખાને કન્ફર્મ કર્યાં છે. શું આપે ક્યારેય વિચાર્યું છે કે, જો આપ ફેમિલી પ્લાનિંગ કરી રહ્યાં હો તો કઇ કઇ વાતોનું ધ્યાન રાખવું જોઇએ? સૈફ અલી ખાન ચોથીવાર પિતા બનશે. આ પહેલાં સૈફને પહેલી પત્ની અમૃતાથી સારા અલી ખાન તથા ઈબ્રાહિમ ખાન છે. જ્યારે કરીનાથી દીકરો તૈમુર છે.

થોડા સમય પહેલા કરીનાની પ્રેગ્નન્સીની વાતની ચર્ચા થઇ રહી હતી. જો કે આ વાત પર કોઇને વિશ્વાસ નહોતો આવતો. જ્યારે ખુદ કરીના કપૂર અને તેના પતિ સૈફ અલી ખાને બીજી વખત પેરેન્ટસ બનવવાના ગૂડ ન્યૂઝ આપ્યા તો તેમના ફેન્સની ખુશીનો પાર ના રહ્યો. કરીના-સૈફના ફેન્સ જ નહી પરંતુ બી ટાઉનથી તેમના મિત્રો પણ ફની મેસેજ મોકલી રહ્યાં છે.

મા બનવું એ દરેક સ્ત્રી માટે એક અનોખો અહેસાસ હોય છે. બેબી કન્સીવ કર્યાં બાદ ડિલીવરી સુધીનો સમય દરેક મહિલા માટે ખાસ હોય છે. પ્રેગ્નન્ટ થનાર દરેક મહિલાને આ સમયે એક્સ્ટ્રા કેર અને પ્રેમની જરૂરિયાત હોય છે. આ સમયમાં દરેક પત્નીની પતિ પાસેથી અપેક્ષાઓ વધી જાય છે. જો કે આ સમય દરમિયાન પતિની જવાબદારી પણ વધી જાય છે. જો કે આ વાતને પણ નકારી ન શકાય કે પતિ-પત્ની બંને માટે આ ખૂબ જ સુંદર અહેસાસોથી ભરેલો આ સમય હોય છે. જે હંમેશા માટે યાદગાર રહી જાય છે.

હાલ જ્યારે કરીના કપૂર અને સૈફ અલી ખાને બીજી વખત પેરેન્ટસ બનવાની ખુશખબર શેર કરી છે ત્યારે તૈમૂર વખતની કેટલીક યાદો પણ તાજી થઇ રહી છે કે તે સમયે સૈફ કેવી રીતે દિવસ રાત કરીનાની સેવામાં લાગેલો રહેતો. પ્રેગ્નન્સીના પિરિયડમાં સ્ત્રી માનસિક તણાવમાંથી પણ પસાર થાય છે. આ સ્થિતિમાં પતિએ દરેક સમયે તેનો ખ્યાલ રાખવો પડે છે. આ બધી જ નાની-નાની વાતોની અસર ગર્ભમાં રહેલા બાળક પર પડે છે. તો આપ પણ ફેમિલિ પ્લાનિંગ કરી રહ્યાં હો તો કેટલીક વાતો પર ધ્યાન આપવું જરૂરી બની જાય છે.

કરીના કપૂર અને સૈફ અલી ખાનના સંબંધની સૌથી સુંદર વાત એ છે કે, તે પતિ-પત્ની કરતા વધુ સારા મિત્રો છે અને મિત્રની જેમ જ એકબીજાને ટ્રીટ કરે છે. કરીના જ્યારે બીજી વખત પ્રેગ્નન્ટ છે, તો એ સમય યાદ આવે છે જ્યારે કરીના તૈમૂરને જન્મ આપવાની હતી ત્યારે સૈફ કરીનાની સાથે પડછાયાની જેમ રહેતો હતો.

તો આપ પણ જો ફેમિલિ પ્લાનિંગ કરી રહ્યાં હો તો એક વાત ખાસ નોંધી લો કે, પત્નીને પ્રેગ્નન્સીના સમયમાં એકલી ન છોડો. જો કે આવું કરવાથી આપને પણ સારો ફાયદો થશે. એક તો આપ આપની પત્ની સાથે ક્વોલિટી ટાઇમ સ્પેન્ડ કરી શકશો. બીજું આવનાર બાળક સાથે પણ ખુદને જોડાયેલા મહેસૂસ કરશો.

પ્રેગ્નન્ટ મહિલાને સામાન્ય રીતે કંઇકને કંઇ ચટપટ્ટુ ખાવાનું મન થાય છે. આ સ્થિતિમાં કોશિશ કરો કે, વીકમાં એક વખત તેમની પસંદગીની ડિશ બનાવો. કરીના કપૂરની તૈમૂર સમયની પ્રેગ્નન્સીના ફોટો જોઇને ખ્યાલ આવે છે કે,તે કેવી રીતે પ્રેગ્નન્સીને એન્જોય કરી રહી છે. સૈફ પણ તેને બહાર ડિનર માટે અને ફરવા માટે લઇ જતો હતો. ગર્ભવતી મહિલા માટે દિવસમાં એક વખત વોક પણ ખૂબ જ ફાયદાકારક નીવડે છે. આ સ્થિતિમાં આપ પણ કોશિશ કરો કે આપ આપની પત્ની સાથે વધુમાં વધુ સમય વિતાવો. તેમજ તેમના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખો.

ભારતમાં હજુ પણ બેબી બમ્પને ફ્લોન્ટ કરીને ફોટોશૂટ કરવાનો ટ્રેન્ડ નથી. માત્ર ફિલ્મ સ્ટાર્સ આ પ્રેગ્નન્સીના સમયને આ રીતે કેમેરામાં કેદ કરે છે. જો કે સામાન્ય કપલમાં એ ટ્રેન્ડ બહુ ઓછો છે. જો આપ પણ આ સમયને કેપ્ચર કરવા માંગતા હોત તો બેબી બમ્પ ફોટો શૂટનો આનંદ ઉઠાવો

You cannot copy content of this page