Only Gujarat

Bollywood

રોમા માણેક છે ગાંધીનગરના મેયરના પત્ની, લગ્ન બાદ હવે દેખાય છે કંઈક આવા

અમદાવાદ: ગાંધીનગરમાં કોર્પોરેશનની સામાન્ય સભામાં આજે મેયરની વરણી કરાઇ છે. જ્યારે ડેપ્યુટી મેયર તરીકે પ્રેમલસિંહ ગોલની વરણી કરાઇ છે. નવા મેયર હિતેશ મકવાણા પૂર્વ ધારાસભ્ય પૂનમ મકવાણાના પુત્ર અને ગુજરાતી અભિનેત્રી રોમા માણેકના પતિ છે. મહાનગરપાલિકાની ચૂંટણી દરમિયાન રોમા માણેક પ્રચારમાં પણ પતિ સાથે સક્રિય રહ્યા હતા.

હિતેષ મકવાણા ભાજપના ભૂતપૂર્વ ધારાસભ્ય પૂનમભાઈ મકવાણાના પુત્ર છે. 41 વર્ષીય હિતેષ મકવાણાએ જાણીતા ગુજરાતી અભિનેત્રી રોમા માણેક સાથે લગ્ન કર્યા છે. હિતેષ મકવાણાના પિતા પૂનમભાઈ મકવાણાનું અનુસૂચિત સમાજમાં સારુ એવું પ્રભુત્વ છે. મેયર પદની ચૂંટણીમાં હિતેષ મકવાણાને સૌથી વધુ મત મળ્યા 41 મત મળ્યા હતા.

ગુજરાતની જાણીતી અભિનેત્રી રોમા માણેક પહેલા કરતાં હાલ સાવ અલગ જ દેખાય છે. કદાચ રોમા માણેક રસ્તામાં સામે મળી જાય તો પણ કદાચ તમે ઓળખી શકશો નહીં. તો અમે તમારા માટે રોમા માણેકની પહેલાની અને અત્યારની તસવીરો લઈને આવ્યા છીએ.

ઘણા ઓછા લાોકોને ખબર હશે કે નવનિયુક્ત મેયર હિતેશ મકવાણાએ વિતેલા જમાનાના ગુજરાતની દિગ્ગજ અભિનેત્રી રોમા માણેક સાથે લગ્ન કર્યા છે. એક સમયે ગુજરાતી ફિલ્મ ઈન્ડિસ્ટ્રીઝમાં રોમા માણેકનો ડંકો વાગતો હતો. રાધડી’ના રોલથી રાતોરાત ફેમસ થયેલા રોમા માણેકે લાખો લોકોના દીલ પર સ્થાન મેળવ્યું હતું.

ગુજરાતમાં હાલ તો અર્બન ફિલ્મોનો ટ્રેન્ડ છે. પણ એક જમાનો હતો જ્યારે ગામડાંના કલચર પર આધારિત ફિલ્મોનો ડંકો વાગતો હતો. પહેલાં ઉપેન્દ્ર ત્રિવેદી, નરેશ કનોડિયા અને સ્નેહલતાની ફિલ્મો જોવા માટે પડાપડી થતી હતી. ત્યાર બાદ હિતેન કુમાર અને રોમા માણેકની જોડીએ ગુજરાતી ફિલ્મોને ગજવ્યું હતું. જોકે હાલ આ બધા એક્ટર્સ પડદા પર ખાસ સક્રીય નથી. તેમાં પણ ‘દેશ રે જોયા પરદેશ જોયા’ જેવી સુપર-ડુપર હિટ ફિલ્મમાં ‘રાધડી’ના રોલથી ફેમસ થયેલાં રોમા માણેકે ઘેલું લગાડ્યું હતું.

‘દેશ રે જોયા પરદેશ જોયા’ બાદ ઉપરાઉપરી હિટ ફિલ્મો આપી રોમા માણેક છવાઈ ગયા હતા. ઘણા લોકોને ખબર નહીં હોય કે રોમા માણેક મૂળ ગુજરાત નહીં પણ હિમાચલપ્રદેશના રહેવાશી છે. છેલ્લાં કેટલાય સમયથી રોમા માણેક રૂપેરી પડદાથી દૂર છે.

90ના દાયકાની શરૂઆતમાં તેણે અનેક હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. જેમાં 1987માં આવેલી ફિલ્મ ‘સાત સાલ બાદ’, 1991માં ‘દીલ હૈ કી માનતા નહીં’, ‘પીછા કરો’, ‘હમ કુરબાન’, ‘જમાને સે ક્યા ડરના’ સામેલ છે.

ઘણા ઓછા લોકોને ખબર હશે કે 90ના દશકામાં મહાભારત સિરીયલમાં પાંડુ રાજાની બીજી પત્ની માદરીનું પાત્ર ગુજરાતી અભિનેત્રી રોમા માણેકે ભજવ્યું હતું. મહાભારત સિરીયલમાં માદરીના રોલ માટે ડિરેક્ટરને સુંદર યુવતીની તલાશ હતી. આ માટે ડિરેક્ટરે રોમા માણેક પર પસંદગી ઉતારી હતી.

મહાભારત સીરિયલમાં માદરીના ટૂંકા રોલમાં રોમા માણેકે શાનદાર અભિનયથી દર્શકોના દિલ જીતી લીધા હતા. રૂપરી પદડે ચમકવા થનગની રહેલી રોમા માણેક માટે આ સીરિયલ ખૂબ મહત્વની સાબિત થઈ હતી. જોકે મહાભારત સિરીયલ બાદ રોમા માણેક બોલિવૂડ કે ટેલિવૂડમાં લાંબા સમય સુધી જોવા મળ્યા નહોતા. બાદમાં તેણે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં ઝંપલાવ્યું હતું.

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ તેણે ગુજરાતી ફિલ્મ જગતની એકથી એક હિટ્સ ફિલ્મ આપી હતી. જેમાં ‘ઉચી મેડીના ઊંચા મોલ‘, ‘દેશ રે જોયા દાદા પરદેશ’ જોયા વગેરે સામેલ છે. ગુજરાતી ફિલ્મમાં ‘દેશ રે જોયા દાદા પરદેશ’ હિટ ફિલ્મથી રાતોરાત ફેમસ થયા હતા. રોમા માણેક અને હિતેન કુમારની જોડી લોકોને ખૂબ પસંદ આવી હતી. બંનએ આ ઉપરાંત ‘પાંદડું લીલું રંગ રાતો’, ‘મહીસાગરનાં મોતી’ વગેરે ફિલ્મો કરી હતી.

રોમા માણેકે હિતેન કુમાર સુપરસ્ટાર નરેશ કનોડિયા સાથે પણ અનેક હિટ ફિલ્મોમાં આપી હતી. જેમાં ‘ઉંચી મેડીના ઉંચા મોલ’, ‘પરેદશી મણિયારો’, ‘કાંટો વાગ્યો કાળજે’ વગેરે ફિલ્મો સામેલ છે.

અભિનેત્રી રોમા માણેકની કરિયરની સફળતામાં ઢોલીવુડના પ્રખ્યાત નિર્માતા-નિર્દેશક ગોવિંદભાઇ પટેલનો મોટો હાથ હતો. વર્ષ 2015માં ગોવિંદભાઈ પટલેનું નિધન થયું ત્યારે વડોદરા ખાતે તેમના બેસણાંમાં રોમા માણેક શ્રધ્ધાંજલી અર્પતાં ધ્રુસકે ને ધ્રુસકે ચોધાર આંસુએ રડી પડ્યા હતા.

You cannot copy content of this page