Only Gujarat

Gujarat TOP STORIES

ધોધમાર વરસાદ તુટી પડતાં ગુજરાતનો આ અંડર પાસ બન્યો સ્વિમિગં પુલ, જુઓ તસવીરો

ગાંધીનગર: સમગ્ર ગુજરાતમાં હાલ વરસાદી મૌસમ ખીલી ઉઠી છે ત્યારે હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતમાં ઘણી જગ્યાએ ધોધમાર વરસા ખાબક્યો છે જેને કારણે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ભારે વરસાદને કારણે ગુજરાતમાં ઘણી જગ્યાએ અંડર પાસમાં પાણી ભરાઈ જતાં બંધ કરવાની ફરજ પડી હતી જોકે તે પહેલાં જ બસ, કાર સહિતના વાહનો પાણીમાં ફસાઈ ગયા હતાં જેને લઈને લોકો ગભરાઈ ગયા હતાં અને સ્થાનિકોમાં દોડદામ મચી ગઈ હતી. ત્યારે ગુજરાતમાં ઘણી જગ્યાએ આવી સ્થિતિ સર્જાઈ છે તેની પર એક નજર કરીએ…..

છેલ્લા ત્રણ-ચાર દિવસથી સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે રાજકોટના ગોંડલમાં ભારે વરસાદને પગલે ઉમવાળા અંડર બ્રિજમાં પાણી ભરાઈ ગયા હતાં. જેના કારણે અનેક વાહનો અંડર પાસમાં ફસાઈ હતાં. આ અંડર પાંચમાં બસ ફસાતા લોકોના જીવ તાળવે ચોંટ્યાં હતાં. ભારે જહેમત બાદ બસને પાણીમાંથી બહાર કાઢવામાં આવી હતી. જેસેબીની મદદથી બસને બહાર કાઢવામાં આવી છે.

તંત્ર દ્વારા વાહનોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. બસ પાણીમાં ફસાતા મુસાફરોના જીવ પણ અદ્ધર થઈ ગયા હતા ત્યાર બાદ સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને તંત્ર અને સ્થાનિકોની મદદથી મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતાં. JCB દ્વારા બે વાહનને બહાર કાઢવામાં આવ્યા છે.

આ ઉપરાંત આ જ અંડર પાસમાં આટલું બધું પાણી ભરાયા હોવાનો કોઈને ખ્યાલ પણ ના આવતાં લક્ઝૂરિયસ કાર અને એમ્બ્યુલસ પણ પાણી ફસાઈ ગઈ હતી જેને કારણે કાર ચાલક ગભરાઈ ગયો હતો જોકે ભારે જહેમત બાદ કાર અને એમ્બ્યુલન્સને પાણીમાંથી બહાર કાઢવામાં આવી હતી.

આ ઉપરાંત ભારે વરસાદ અને ઉપરવાસમાં ધોધમાર વરસાદને પગલે દક્ષિણ ગુજરાતના મહુવા તાલુકાના ઉમરાનો મધર ઈન્ડિયા ડેમ ઓવરફ્લો થયો હતો. ભારે વરસાદને પગલે ડેમમાં પાણીની આવક શરૂ થઈ હતી. આ ઉપરાંત અંબિકા નદી બે કાંઠે વહેતી થઈ હતી. હાલ અંબિકા નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતાં.

સમગ્ર ગુજરાતમાં હાલ ચોમાસાની સિઝન પૂરજોશમાં ચાલુ થઈ ગઈ છે ત્યાર હવામાન વિભાગે વધુ એકવાર ભારે વરસાદની આગાહી કરી છે. ઉત્તર અને મધ્ય ગુજરાત સહિત સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદી આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત માછીમારોને દરિયો ન ખેડવા સૂચના પણ આપવામાં આવી છે.

નોંધનીય છે કે, છેલ્લા બે દિવસથી ગુજરાતમાં સારો વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને કારણે નદી-નાળા બે કાંઠે વહેતા થયા છે જ્યારે ધોધમાર વરસાદને પગલે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.

15 ઓગસ્ટ: આણંદ, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, સુરત, વડોદરા, નર્મદા, ભરૂચ, જૂનાગઢ, ગીર સોમનાથ, દમણ, દાદરા નગર હવેલી તથા કચ્છમાં અતિભારે વરસાદ વરસી શકે છે. 16 ઓગસ્ટ: પાટણ, ગાંધીનગર, મહેસાણા, કચ્છ, જૂનાગઢ, બનાસકાંઠા, દ્વારકા, સાબરકાંઠા, જામનગર, ભાવનગર અને ગીર સોમનાથમાં ભારે વરસાદ વરસી શકે છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page