Only Gujarat

Bollywood

20 વર્ષ પહેલાં આવી દેખાતી હતી ‘મોહબ્બતેં’ની એક્ટ્રસ અને આજે…..

મુંબઈઃ ફિલ્મ ‘મોહબ્બતેં’માં જિમી શેરગીલની ઑપોઝિટ જોવા મળેલી એક્ટ્રસ પ્રીતિ ઝાંગિયાની 40 વર્ષની થઈ ગઈ છે. 18 ઑગસ્ટે, 1980માં મુંબઈના એક સિંધી પરિવારમાં જન્મેલી પ્રીતિ પહેલીવાર રાજશ્રી પ્રોડક્શનના મ્યૂઝિક આલ્બમ ‘યે હૈ પ્રેમ’માં એક્ટર અબ્બાસ સાથે જોવા મળી હતી. જેનું ગીત ‘છુઈ મુઈ સી તુમ લગતી હો’ અને ‘કુડી જંચ ગઈ’ ખૂબ જ પોપ્યુલર થયું હતું. આ પછી પ્રીતિ નિરમા સાબુ અને અન્ય કેટલીક એડવર્ટાઇઝમાં જોવા મળી હતી. જોકે, ફિલ્મમાં વધારે સફળતા ન મળતાં પ્રીતિએ તેમનું ઘર વસાવવાનો નિર્ણય કર્યો હતો.

પ્રીતિએ 23 માર્ચ, 2008માં મૉડેલ અને એક્ટર પ્રવીણ ડબાસ સાથે લગ્ન કર્યાં હતાં. 11 એપ્રિલ, 2011માં પ્રીતિએ તેમના પહેલાં દીકરા જયવીરને જન્મ આપ્યો. લગભગ પાંચ વર્ષ પછી 27 સપ્ટેમ્બર 2016એ પ્રીતિ બીજીવાર મા બની અને દીકરા દેવને જન્મ આપ્યો.

પ્રીતિ અત્યારે પરિવાર સાથે મુંબઈના બાંદ્રામાં રહે છે અને બાળકોના પાલનપોષણમાં વ્યસ્ત છે. પ્રવીણ પહેલાં પ્રીતિએ ફિલ્મમેકર ફિરોઝ નાડિયાવાલાના ભાઈ મુશ્તાક સાથે સગાઈ કરી હતી. જોકે, થોડાં સમય પછી જ સગાઈ તૂટી ગઈ અને બંને પક્ષોઓએ આ બાબતે કોઈ ફરિયાદ કરી નહીં.

ફિલ્મ ‘આવારા પાલગ દીવાના’માં સાથે કામ કરી ચૂકેલા આફતાબ શિવદાસાની સાથે પણ પ્રીતિના અફેરના સમાચાર સામે આવ્યા હતાં, પણ તેમને આફતાબ સાથેના અફેરના આ સમાચારને અફવા ગણાવ્યા હતાં.

પ્રીતિએ ફિલ્મી દુનિયામાં વર્ષ 1999માં આવેલી મલયાલમ ફિલ્મ ‘મજાવિલ્લુ’થી એન્ટ્રી કરી હતી. જેમાં તેમની સાથે એક્ટર કુંચાકો બોવને કામ કર્યું હતું. આ પછી તેમણે તેલુગુ ફિલ્મ ‘થમ્મુડુ’માં પણ કામ કર્યું હતું.

પ્રીતિએ વર્ષ 2000માં આવેલી ફિલ્મ ‘મોહબ્બતેં’થી બૉલિવૂડમાં ડેબ્યું કર્યું હતું. આ ફિલ્મ બૉક્સ ઑફિસ પર બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. આ પછી પ્રીતિએ વર્ષ 2002માં ‘આવારા પાગલ દીવાના’ અને ‘વાહ તેરા ક્યાં કહેના’ સહિતની ફિલ્મોમાં કામ કર્યું છે. જોકે, ફિલ્મમાં બીજા મોટા એક્ટર્સ સામે પ્રીતિના રોલને ખાસ મહત્ત્વ મળ્યું નહોતું.

પ્રીતિએ વર્ષ 2005માં આવેલી ફિલ્મ ‘ચાહતઃ એક નશા’માં ખૂબ જ બોલ્ડ અને ઇન્ટીમેન્ટ સીન આપ્યા હતાં. જેમા તેમના ઑપોઝિટ એક્ટર આર્યન વૈધે કામ કર્યું હતું. ફિલ્મમાં પ્રીતિએ રશ્મિ જેટલીનો રોલ પ્લે કર્યો હતો. જોકે બૉલ્ડ સીન ઉપરાંત ફિલ્મને ખાસ સફળતા મળી નહોતી.

પ્રીતિ ઝાંગિયાનીએ ‘બાઝ’, ‘એલઓસી કારગિલ’, ‘આન’, ‘ઓમકારા’ સહિતની ફિલ્મો કરી, જોકે તેમને કોઈ મોટો રોલ મળ્યો નહોતો.

આમ, પ્રીતિએ તેમના કરિયરમાં અલગ-અલગ ભાષાઓમાં 30થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. જેમાં હિન્દી, તેલુગુ, તમિલ, મલયાલમ, કન્નડ, પંજાબી, ઉર્દુ અને બંગાળી ફિલ્મો સામેલ છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page