Only Gujarat

Bollywood

નવરાત્રીમાં ફાલ્ગુ પાઠક પર થાય છે પૈસાનો વરસાદ, જાણો કેટલી હોય છે ફી?

મુંબઇઃ ફાલ્ગુની પાઠક બોલિવૂડમાં એક જાણીતું નામ છે પરંતુ અચાનક તે ગુમ થઇ ગઇ હતી. ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના લોકો ફાલ્ગુનીને ભૂલી ચૂક્યા છે. બોયકટ લૂક રાખનારી આ સિંગર હવે ફક્ત નવરાત્રીમાં જ ગીતો ગાય છે. 12 માર્ચના રોજ ફાલ્ગુની પાઠકનો જન્મદિવસ હતો.

ફાલ્ગુનીએ આ વખતે પોતાનો 56મો જન્મદિવસ મનાવ્યો હતો. આ અવસર પર અમે તમને ફાલ્ગુની સાથે જોડાયેલા કિસ્સા જણાવીશું. ફાલ્ગુની એક ગુજરાતી પરિવાર સાથે સંબંધ ધરાવે છે અને તેણે હજુ સુધી લગ્ન કર્યા નથી. ફાલ્ગુની ગુજરાતી સમુદાયમાં ખૂબ લોકપ્રિય છે.

ફાલ્ગુની ભલે ફિલ્મોમાં ગીત ના ગાતી હોય પરંતુ તે ખૂબ સ્ટેજ શો કરે છે. નવરાત્રીના નવ દિવસ તો ફાલ્ગુનીનું શેડ્યૂલ ખૂબ વ્યસ્ત રહે છે.  લોકો તેને સાંભળવા માટે લાઇનો લગાવે છે. પરંતુ તેની ડેટ સરળતાથી મળતી નથી. સાથે તે એક શો માટે મોટી ફીસ પણ વસૂલે છે.

 ધ ફ્રી પ્રેસ જર્નલ પર છપાયેલી રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, ફાલ્ગુની નવરાત્રી પર એક રાતના લગભગ 20 લાખ રૂપિયા ચાર્જ કરે છે. તે સિવાય ફાલ્ગુની અંબાણી પરિવારની પસંદગીની સિંગર છે. અંબાણી પરિવારમાં થનારા ફંક્શનમાં ફાલ્ગુની પાઠક ગીતો ગાય છે.

ફાલ્ગુની ડાંડિયા ક્વીનના નામથી પણ જાણીતી છે. ફાલ્ગુનીએ પોતાના કરિયરની શરૂઆત 1998માં પોતાના આલ્બમથી કરી હતી. તેના ગીતો ‘ચૂડી જો ખનકી’, ‘મેંને પાયલ હૈ છનકાઇ’ અને ‘મેરી ચૂનર ઉડ-ઉડ જાયે’ ખૂબ લોકપ્રિય થયા હતા. એક ઇન્ટરવ્યૂમાં ફાલ્ગુનીએ કહ્યુ હતુ કે, તે બાળપણથી જ સ્ટેજ પરફોર્મ આપી રહી છે.

મ્યૂઝિક તેની લાઇફ છે. ફાલ્ગુનીએ અનેક બોલિવૂડ ફિલ્મોમાં ગીતો ગાયા છે. ફાલ્ગુની પોતાના ડ્રેસિંગ સેન્સ પર પણ ખૂબ ધ્યાન આપે છે. ફાલ્ગુની હંમેશા છોકરાઓના કપડા પહેરે છે.

ફાલ્ગુનીએ કહ્યુ હતું કે, હું સ્કૂલમાં જ સ્કર્ટ અને ડ્રેસ પહેરતી હતી. જેમાં તે અસહજ અનુભવતી હતી. પેન્ટમાં તે સહજ રહેતી હતી. લોકો તેના પહેરવેશ અને અવાજ સાંભળીને આશ્વર્યમાં પડી જતા હતા.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page