Only Gujarat

Bollywood FEATURED

યોટ પર Chill કરતી જોવા મળી સંજુબાબાની ત્રીજી પત્ની, તસવીરો એવી કે ભરશિયાળે વળી જશે પરસેવો…

મુંબઈઃ 60 વર્ષીય સંજય દત્તની ત્રીજી પત્ની માન્યતા તેનાથી 20 વર્ષ નાની છે. હાલમાં માન્યતા માલદીવ્સ ફરવા ગઈ છે. માન્યતાએ સોશિયલ મીડિયામાં સમુદ્રમાં ચિલ કરતી હોય તેવી તસવીરો પોસ્ટ કરી છે. એક તસવીરમાં માન્યતા ટૂ પીસ બિકીનીમાં જોવા મળે છે અને તેણે ઉપર કફ્તાન પહેર્યું છે. આ તસવીર પર તેની સાવકી દીકરી ત્રિશાલા દત્તે કમેન્ટ પણ કરી છે. માન્યતા હાલમાં માલદીવ્સમાં વેકેશન મનાવી રહી છે અને તે વેકેશનની તસવીરો પોસ્ટ કરીને ચાહકોને ભર શિયાળે પરસેવો લાવી દીધો છે.


માન્યતા દત્તે એક તસવીર પોસ્ટ કરીને કેપ્શન આપ્યું હતું કે ત્યાં જાઓ જ્યાં વાઈફાઈ નબળું હોય અને પવન ફૂંકાતો હોય, જ્યાં તમે પોતાને જીવતા હોવાનું ફીલ કરી શકો. માન્યતા ખુલ્લી હવામાં તથા શાનદાર લોકેશનની મજા માણતી જોવા મળી હતી આ તસવીર પર ત્રિશાલા દત્ત સિવાય બોલિવૂડ એક્ટર અલી ફઝલે પણ કમેન્ટ કરી હતી. તેણે હાર્ટની ઈમોજી મૂકી હતી. આ તસવીરમાં માન્યતા પૂરી રીતે રિલેક્સ મૂડમાં જોવા મળી હતી.


આ પહેલાં માન્યતાએ માલદીવ્સની ઘણી તસવીરો શૅર કરી હતી, જેમાં એક તસવીરમાં તે સમુદ્ર કિનારે ફરતી હતી તો બીજી તસવીરમાં તે સ્વિમિંગ પૂલમાં જોવા મળી હતી. માલદીવ્સમાં માન્યતા તદ્દન મજાના મૂડમાં જોવા મળી છે.


સંજય દત્તે ત્રીજા લગ્ન 2008માં ફેબ્રુઆરીમાં કર્યાં હતાં. વર્ષ 2010માં તેમને ટ્વિન્સ દીકરી ઈકરા તથા દીકરો શહરાન જનમ્યા હતાં.


નોંધનીય છે કે સંજય દત્તે પહેલાં લગ્ન રિચા શર્મા સાથે કર્યાં હતાં. 1996મા રિચાનું બ્રેન ટ્યૂમરને કારણે નિધન થયું હતું. 1998મા સંજયે મોડલ રેહા પિલ્લાઈ સાથે બીજા લગ્ન કર્યાં હતાં. 2005મા બંને અલગ થઈ ગયા હતાં. રેહાએ ટેનિસ પ્લેયર લિએન્ડર પેસ સાથે લગ્ન કર્યાં હતાં પરંતુ આ લગ્ન પણ ટક્યા નહોતાં. સંજય દત્તે ત્રીજા લગ્ન માન્યતા સાથે કર્યાં છે. બંનેને ટ્વિન્સ દીકરો તથા દીકરી છે. પહેલાં લગ્નથી સંજયને દીકરી ત્રિશાલા છે, જે ન્યૂ યોર્કમાં રહે છે.


સંજય દત્ત તથા માન્યતા દત્તને બોલિવૂડના પાવર કપલ કહેવામાં આવે છે. બંને અવાર-નવાર કોઈને કોઈ ઈવેન્ટમાં સાથે જોવા મળે છે. માન્યતા ઘણીવાર બાળકોને લઈ પતિના ફિલ્મના સેટ પર પણ જાય છે. બંને વચ્ચે ખાસ્સું બોન્ડિંગ જોવા મળે છે. માન્યતા દત્ત તેના પિતાનો બિઝનેસ પણ સંભાળે છે અને સંજય દત્ત જેલમાં હતો ત્યારે તેનું હોમ પ્રોડક્શન સંભાળ્યું હતું.


સંજુબાબના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો એક્ટરે ‘પાનીપત’માં અહમદ શાહ અબ્દાલીનો રોલ પ્લે કર્યો હતો. જોકે, આ ફિલ્મ સુપરફ્લોપ રહી છે. હવે, સંજુબાબા ‘સડક 2’, ‘કેજીએફ 2’, ‘ભુજઃ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા’ તથા ‘શમશેરા’માં જોવા મળશે. માન્યતા દત્ત સંજય દત્તની કંપનીમાં સીઈઓ છે. તે પોતાના પિતાનો બિઝનેસ પણ સંભાળે છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page